પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
દમણમાં આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણી કરાશે
● આ ઉજવણીઓ ટકાઉ જથ્થો અને તંદુરસ્ત ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક મત્સ્યોદ્યોગનું સંચાલન કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે
● આ કાર્યક્રમથી સ્વસ્થ સમુદ્રી ઇકોસિસ્ટમ્સ અને ટકાઉ મત્સ્યપાલનનાં મહત્ત્વ પર જાગૃતિ આવશે
● ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં રાજ્યો/જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરશે
● ટેકનોલોજી હસ્તાંતરણ માટે પ્રદર્શન અને ટેકનિકલ સત્રો યોજાશે
Posted On:
20 NOV 2022 11:28AM by PIB Ahmedabad
મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ દ્વારા 21 નવેમ્બર, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, દમણ ખાતે 'વિશ્વ મત્સ્યપાલન દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષ 2019-20થી 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો/જિલ્લાઓને, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર માટે શ્રેષ્ઠ જિલ્લો, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શ્રેષ્ઠ અર્ધસરકારી સંગઠનો /ફેડરેશન/કોર્પોરેશન/બોર્ડને એવોર્ડ આપશે. આ ઉપરાંત બેસ્ટ ફિશ ફાર્મર (ઇન્લૅન્ડ, મરીન અને પર્વતીય અને ઉત્તર-પૂર્વ પ્રદેશ), બેસ્ટ હેચરી (ફિશ, ઝીંગા અને ટ્રાઉટ હેચરી), બેસ્ટ ફિશરીઝ એન્ટરપ્રાઇઝીસ, બેસ્ટ ફિશરીઝ કો-ઓપરેટિવ સોસાયટીઝ/એફપીઓ/એસએચજીઝ, શ્રેષ્ઠ વ્યક્તિગત ઉદ્યોગ સહાસિકો, બેસ્ટ ઇનોવેશન આઇડિયા/ટેકનોલોજી ઇન્ફ્યુઝનને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સાગર પરિક્રમા – ગુજરાતી સંસ્કરણ પરનું વીડિયો ગીત, એસએસએસ : ઈન્ડિયા@ 75 - "ભારતીય મત્સ્યઉદ્યોગમાંથી 100 સુપર સક્સેસ સ્ટોરીઝ", પોસ્ટર્સ અને અન્ય પ્રકાશનોનું વિમોચન કરવામાં આવશે.
સંસ્થાઓ/સરકારી સંસ્થાઓ/ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત વિવિધ ટેકનોલોજીનાં હસ્તાંતરણ માટે પ્રદર્શનો દ્વારા એક્સપોઝર આપવામાં આવશે, 20 સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.
બપોરના ટેકનિકલ સત્રો બાદ આઇસીએઆર-સીઆઈએફઈના વૈજ્ઞાનિકો નવી ટેકનોલોજી ઉમેરણ, એની સંભવિતતાઓ અને સમસ્યાઓ ઉચ્ચ સઘન જળચરઉછેર પ્રણાલી, આઇસીએઆર-સીએમએફઆરઆઈ દ્વારા ખુલ્લા સમુદ્રમાં કેજ કલ્ચર અને એમ.પી.ઈ.ડી.એ. દ્વારા ઝીંગા કલ્ચરની સ્થિતિ અને નિકાસ અને સ્થાનિક બજારની તકો તથા ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા ભારતમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણના અવકાશ પર સત્રોનો સમાવેશ થાય છે. વ્યાપક પહોંચ મેળવવા માટે સમગ્ર કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારત સરકાર મત્સ્યપાલન ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે છે તથા દેશમાં બ્લુ ક્રાંતિ મારફતે ટકાઉ મત્સ્યપાલન અને જળચરઉછેર તથા આર્થિક ક્રાંતિ લાવે છે. આ ક્ષેત્રમાં જળચરઉછેરને સઘન અને વિસ્તૃત કરીને, મત્સ્યપાલન વ્યવસ્થાપનમાં સુધારો કરીને, મત્સ્યપાલન અને જળચરઉછેરમાં નવીનતા લાવીને ખેડૂતોની આવક વધારવાની કલ્પના કરવામાં આવી હતી, જેથી ગુણવત્તામાં સુધારો અને વેસ્ટમાં ઘટાડો થશે.
આ ક્ષેત્રની સંભવિતતાને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ મે, 2020માં પાંચ વર્ષના ગાળા માટે રૂ. 20,050 કરોડથી વધુના બજેટ સાથે "પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) શરૂ કરી હતી. પીએમએમએસવાયનો ઉદ્દેશ વર્ષ 2024-25 સુધીમાં હાલનાં 13.76 એમએમટીથી 22 એમએમટીનું મત્સ્ય ઉત્પાદન હાંસલ કરવાનો છે તથા આ ક્ષેત્ર મારફતે આશરે 55 લાખ માનવશક્તિને રોજગારીની વધારાની તકો ઊભી કરવાનો તેમજ મત્સ્યપાલન અને મત્સ્યપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એફઆઇડીએફ) યોજના પણ છે, જેની શરૂઆત વર્ષ 2018-19માં રૂ. 7,522.48 કરોડનાં બજેટ સાથે થઈ હતી. એફઆઈડીએફ ખાસ કરીને દરિયાઈ અને આંતરિક મત્સ્યપાલન એમ બંને ક્ષેત્રોમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને લક્ષ્યાંક હાંસલ કરી શકાય એ માટે મત્સ્યપાલનની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની કામગીરી કરશે. એફઆઈડીએફ હેઠળ પ્રોજેક્ટ્સ અંદાજિત/વાસ્તવિક પ્રોજેક્ટ ખર્ચના 80 ટકા સુધીની લોન મેળવવાને પાત્ર છે, જેમાં વ્યાજમાં 3 ટકા સુધીની આર્થિક સહાય સામેલ છે. આ કાર્યક્રમ સ્વસ્થ મહાસાગરીય ઇકોસિસ્ટમ્સ અને ટકાઉ મત્સ્યપાલનનાં મહત્ત્વ પર જાગૃતિ લાવશે.
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી ડૉ. સંજીવકુમાર બલિયાન, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગના સચિવ શ્રી જતિન્દ્રનાથ સ્વૈન, એનએફડીબીના ચીફ એક્ઝિક્યુટીવ, ભારત સરકારનાં મત્સ્યપાલન વિભાગનાં સંયુક્ત સચિવો (મત્સ્યપાલન) આ પ્રસંગે, ઉપસ્થિત રહેશે. દમણ અને દીવ દમણના મત્સ્યપાલન વિભાગ તથા મત્સ્યપાલન વિભાગનાં વિવિધ રાજ્યોનાં અધિકારીઓ, એનએફડીબી તથા અન્ય સંબંધિત વિભાગો/મંત્રાલયો, માછલી-ખેડૂતો, માછીમારો, ઉદ્યોગસાહસિકો, હિતધારકો, શિક્ષણવિદો અને સંશોધકો, વ્યાવસાયિકો, રાજ્યનાં મત્સ્યપાલન અધિકારીઓ અને દેશભરના વૈજ્ઞાનિકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પશ્ચાદભૂમિકા
દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્યપાલન દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવાનો છે. તેની શરૂઆત 1997માં થઈ હતી, જ્યાં "વર્લ્ડ ફોરમ ઓફ ફિશ હાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ"ની નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેનાં પગલે 18 દેશોના પ્રતિનિધિઓ સાથે "વર્લ્ડ ફિશરીઝ ફોરમ"ની રચના થઈ હતી અને માછીમારીની સ્થાયી પદ્ધતિઓ અને નીતિઓના વૈશ્વિક આદેશની હિમાયત કરતી એક જાહેરનામાં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ વધુ પડતી માછીમારી, રહેઠાણના વિનાશ અને આપણાં દરિયાઇ અને તાજાં પાણીનાં સંસાધનોની સ્થિરતા માટેના અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો છે. ઉજવણીઓ ટકાઉ જથ્થા અને તંદુરસ્ત ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક મત્સ્યોદ્યોગનું સંચાલન કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે.
YP/GP/JD
(Release ID: 1877513)
Visitor Counter : 369