ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ગુરુ નાનક દેવ જયંતિની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 07 NOV 2022 4:01PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે ગુરુ નાનક દેવના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશનું સંપૂર્ણ પાઠ નીચે મુજબ છે -

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના શુભ અવસર પર હું આપણા દેશના લોકોને અને વિદેશમાં રહેતા લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

આપણા દેશને ગુરુ નાનક દેવજી જેવા મહાન શિક્ષકો પાસેથી આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેમણે માનવજાતની સહજ એકતા કે જે સત્ય, દયા અને સદાચારના સાર્વત્રિક ગુણોથી બંધાયેલી છે તે જગાડી છે.

ભારતે ગુરુ નાનક દેવજી જેવા ઉપદેશકો અને ગુરુઓની બુદ્ધિમત્તાથી વિશ્વગુરુનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમણે આપણને દયાળુ સદાચારી જીવન અને સર્વસમાવેશક સમાજનો માર્ગ બતાવ્યો. તેમના શબ્દ અને સાખીઓનો સર્વશ્રેષ્ઠ, સમગ્ર માનવતાનો કાલાતીત આધ્યાત્મિક વારસો છે.

ગુરુ નાનક દેવનો શાશ્વત સંદેશ આપણને દયાળુ, કરુણામય અને શાંતિપૂર્ણ વિશ્વ બનાવવાના માર્ગ પર માર્ગદર્શન આપે."

YD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1874260) आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Odia , Tamil , Malayalam