નાણા મંત્રાલય
CBDTએ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટર માટે ફોર્મ 26Qમાં TDS સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની નિયત તારીખ લંબાવી
Posted On:
27 OCT 2022 5:24PM by PIB Ahmedabad
સુધારેલા અને અપડેટ કરેલ ફોર્મ 26Qમાં TDS સ્ટેટમેન્ટ ફાઇલ કરવામાં મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટર માટે ફોર્મ 26Q ફાઇલ કરવાની નિયત તારીખ 31મી ઓક્ટોબર, 2022થી 30મી નવેમ્બર, 2022 સુધી લંબાવી છે. .
F.No.275/25/2022-IT(B)માં CBDT પરિપત્ર નં. 21/2022 તારીખ 27.10.2022 જારી કરવામાં આવ્યો. આ પરિપત્ર www.incometaxindia.gov.in પર ઉપલબ્ધ છે.
YP/GP/JD
(Release ID: 1871321)
Visitor Counter : 262