પ્રધાનમંત્રીનું કાર્યાલય

04 નવેમ્બર, 2019ના રોજ ઇસ્ટ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 04 NOV 2019 2:09PM by PIB Ahmedabad

મહામહિમ, પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓ-ચા;

તમારો મહિમા,

મહાનુભાવો,


મને છઠ્ઠી વખત ઇસ્ટ એશિયા સમિટમાં ઉપસ્થિત રહેવાની ખુશી છે. આ વધુ સંતોષની વાત છે કે ભારતનું ઐતિહાસિક અને નજીકનું મિત્ર થાઇલેન્ડ આ સમિટનું યજમાન બની રહ્યું છે. ભારત ઇસ્ટ એશિયા સમિટ મિકેનિઝમને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. આ એકમાત્ર નેતાઓની આગેવાની હેઠળની વ્યવસ્થા છે, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં સહકાર માટેનો મંચ છે અને એશિયાની અગ્રણી વિશ્વાસ-નિર્માણ વ્યવસ્થા પણ છે. અને તેની સફળતા આસિયાનની કેન્દ્રીય ભૂમિકાને વધુ આભારી છે.


મહારાજ, મહાનુભાવો,

આપણી દુનિયા સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, સંસાધનો અને પ્રદેશો પર તીવ્ર સંઘર્ષ, દરિયાઈ અવકાશ સહિતની બાબતો આપણા સમયની મુખ્ય સમસ્યાઓ છે. યુએનસીએલઓએસ (UNCLOS) જેવા દરિયાઇ ક્ષેત્રનું સંચાલન કરતા કાયદાઓ સહિત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો પર દબાણ વધી રહ્યું છે. આબોહવામાં પરિવર્તન, દરિયાઈ પ્રદૂષણ, અને અનિયંત્રિત અને સંસાધનોનું અતિશય શોષણ જેવા સરહદપારના પડકારો આપણા ગ્રહને અસુરક્ષિત બનાવી રહ્યા છે.

મહારાજ, મહાનુભાવો,

વ્યાપક સમાધાનો માટેની આ શોધમાં જ ભારત ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુકનું સ્વાગત કરે છે. આસિયાન આ દરિયાઈ ક્ષેત્રમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. મેં જૂન, 2018માં સિંગાપોરમાં ઇન્ડો-પેસિફિક વિશે ભારતનાં પોતાનાં વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. અગાઉ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડો અને મેં ઇન્ડો-પેસિફિકમાં દરિયાઇ સહકાર પર સહિયારું વિઝન પ્રસ્તુત કર્યું હતું. અને અન્ય ભાગીદારોએ પણ સમાન અભિગમો નક્કી કર્યા છે. આ બધા અભિગમોમાં સ્પષ્ટ સંપાત છે.

ઇએએસ મુક્ત, ખુલ્લા, સમાવેશક, પારદર્શક, નિયમો-આધારિત, શાંતિપૂર્ણ, સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક પ્રદેશને પ્રોત્સાહન આપવા માટેનું તાર્કિક પ્લેટફોર્મ છે, જ્યાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદા ખાસ કરીને યુએનસીએલઓએસનાં અમલીકરણની તમામ રાજ્યોને સમાનરૂપે ખાતરી આપવામાં આવે છે. આપણે સૌ સંમત છીએ અને આપણા સૌના લાભાર્થે એ છે કે ઇન્ડો-પેસિફિક એક એવી જગ્યા હોવી જોઈએ કે જેમાં નેવિગેશનની સ્વતંત્રતા, ઓવરફ્લાઇટ, ટકાઉ વિકાસ, ઇકોલોજી અને દરિયાઇ પર્યાવરણનું રક્ષણ અને એક ખુલ્લી, મુક્ત, ન્યાયી અને પરસ્પર લાભદાયક વેપાર અને રોકાણ પ્રણાલીની બધાને ખાતરી આપવામાં આવે.

આ ભાવના સાથે આસિયાનના આઉટલુક ઓન ધ ઇન્ડો-પેસિફિકમાં પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો અને સસ્ટેઇનેબિલિટી પર ભાગીદારી માટે આગામી ઇએએસ સ્ટેટમેન્ટને અનુરૂપ હું ઇન્ડો-પેસિફિક માટેના સિદ્ધાંતોને આપણા સહિયારાં દરિયાઇ વાતાવરણને સુરક્ષિત કરવાનાં પગલાંમાં પરિવર્તિત કરવા સહકારી પ્રયાસની દરખાસ્ત રજૂ કરું છું.

હું આ સંદર્ભમાં ઇન્ડો-પેસિફિક મહાસાગરોની પહેલનું સૂચન કરું છું.

તેમાં, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ 14ને અનુરૂપ - જે વિશ્વને દરિયાઇ ડોમેનને "સંરક્ષણ અને ટકાઉ રીતે ઉપયોગ" કરવા માટે કહે છે - આપણે સલામત, સુરક્ષિત અને સ્થિર દરિયાઇ ડોમેન બનાવવા માટે દૃશ્યમાન પ્રયત્નો કરવા જોઈએ. આપણે આ ક્ષેત્રનાં તમામ રાષ્ટ્રો અને તેમાં રસ ધરાવતાં દેશો માટે પ્લાસ્ટિકના કચરા સહિત મહાસાગરોની સુરક્ષા માટે; ક્ષમતાનું નિર્માણ કરવું અને સંસાધનોની વાજબી વહેંચણી કરવી; આપત્તિના જોખમને ઘટાડવું; વિજ્ઞાન, ટેકનોલોજી અને એકેડેમિક સહકાર વધારવો; અને મુક્ત, વાજબી અને પારસ્પરિક લાભદાયક વેપાર તથા દરિયાઈ પરિવહનને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની જરૂરિયાતને સ્વીકારવી જોઈએ.

દરેક ક્ષેત્રમાં કામનું નેતૃત્વ એક કે બે દેશો કરી શકે છે. આનાથી સરકારોને વૈશ્વિક પડકારોના સહકારી ઉકેલોની માગ કરતા લોકોના અભિપ્રાય સાથે વધુ સારી રીતે સંરેખિત કરવામાં મદદ મળશે. આ પહેલ ખરા અર્થમાં ખુલ્લી, સર્વસમાવેશક અને સહકારી હશે. અને તે ભાગીદારોની ઇચ્છા મુજબ એક પછી એક, સંસ્થાકીય મૂળિયાં વિકસાવી શકે છે.

ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ માટે અમે ઑસ્ટ્રેલિયાના આભારી છીએ.
હું રસ ધરાવતા દેશોને દરિયાઇ સુરક્ષા અને આપત્તિ જોખમ ઘટાડવાના આધારસ્તંભો પર ભારતની પહેલમાં જોડાવા સૂચન પણ કરું છું. અમે આગામી ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા સાથે ચોથા ઇએએસ મેરિટાઇમ સિક્યુરિટી વર્કશોપનું આયોજન કરીશું, અમે તે તારીખથી સુરક્ષા આધારસ્તંભ પર કામ શરૂ કરી શકીએ છીએ.

ભારતે વાઘ, સિંહ, હાથી, ગેંડા અને સ્નો લેપર્ડ્સ જેવી મેગા-પ્રાણીસૃષ્ટિ તથા યાયાવર દરિયાઈ વન્યજીવન જેવી પ્રાણીસૃષ્ટિનાં સંરક્ષણમાં શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે સ્થળાંતર કરતી વન્યજીવન પ્રજાતિઓનાં સંરક્ષણ પર એક ઇએએસ સેમિનારનું આયોજન કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ ઇવેન્ટમાં વન્યજીવન અને તેના ભાગો અને ઉત્પાદનોમાં ગેરકાયદેસર વેપારનાં નિયંત્રણ; સર્વોચ્ચ શિકારીઓ અને અન્ય પ્રજાતિઓને બચાવવા માટે જમીન અને સમુદ્ર પર સરહદપાર સંરક્ષિત વિસ્તારોની ચર્ચા કરવી; અને ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ગ્રીન ઇકોનોમી પ્લેટફોર્મ વિકસાવવા માટેના વિચારોનો વિકાસ થઈ શકે છે.

હું એવો પણ પ્રસ્તાવ મૂકું છું કે આપણે ગેરકાયદેસર, બિન-નોંધાયેલ અને લાઇસન્સ વિનાની માછીમારી પર આસિયાન રિજનલ ફોરમનાં વર્ષ 2017નાં નિવેદનનાં અમલીકરણ તરફ કામ કરવું જોઈએ. દરિયાકિનારાનાં રાષ્ટ્રો અને ટાપુઓમાં આજીવિકાની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા – અને તેથી સામાજિક સ્થિરતા પર આ પ્રકારની પ્રવૃત્તિઓની અસરને સ્વીકારીને, અમે આ વિશાળ સુરક્ષા મુદ્દા પર એક કાર્યક્રમનું આયોજન કરવા તૈયાર છીએ.

અંતે, હું આવતા વર્ષે ઇસ્ટ એશિયા સમિટ મિકેનિઝમની અધ્યક્ષતા કરવા બદલ વિયેતનામને અભિનંદન અને શુભેચ્છા આપવા માગું છું. અમે વિયેતનામ સાથે કામ કરવા આતુર છીએ.

મહામહિમ, માનનીય અધ્યક્ષશ્રી; યોર મેજેસ્ટી; મહાનુભાવો, હું ફરી એક વાર આપ સૌનો આભાર માનું છું.

SD/GP


 


(Release ID: 1870801) Visitor Counter : 127