સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) - 2020-21 હેઠળ થયેલી પ્રગતિ વિશે માહિતી આપી

Posted On: 28 SEP 2022 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ થયેલી પ્રગતિની માહિતી આપવામાં આવી હતી જેમાં MMR, IMR, U5MR અને TFRમાં ઝડપી ઘટાડા સહિતની પ્રગતિ વિશે માહિતી સમાવી લેવામાં આવી હતી. આ માહિતીમાં ટીબી, મેલેરિયા, કાલા-અઝર, ડેંગ્યૂ, ટ્યુબરક્યુલોસિસ (ક્ષય રોગ), રક્તપિત્ત, વાયરલ હેપેટાઇટિસ વગેરે જેવા વિવિધ રોગોના કાર્યક્રમોના સંદર્ભમાં થયેલી પ્રગતિની પણ નોંધ લેવામાં આવી હતી.

સામેલ ખર્ચઃ રૂ. 27,989.00 કરોડ (કેન્દ્રનો હિસ્સો)

લાભાર્થીઓની સંખ્યા:

NHMનો અમલ સાર્વત્રિક લાભ માટે લાગુ કરવામાં આવ્યો છે - એટલે કે સમગ્ર વસ્તી સમુદાય; તે અંતર્ગત જાહેર આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાત લેનારી દરેક વ્યક્તિને સેવાઓ આપવામાં આવે છે જેમાં સમાજના નબળા વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

મુદ્દાસર વિગતો:

મંત્રીમંડળે ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ્સ પ્રિપેર્ડનેસ પેકેજ (ECRP)ના તબક્કા-1 માટે અમલીકરણ એજન્સી તરીકે NHMની ભૂમિકાની નોંધ લીધી હતી. કોવિડ-19ના વહેલા નિવારણ, શોધ અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક પ્રતિભાવ માટે આરોગ્ય પ્રણાલીની સજ્જતાને વેગ આપવા માટે તે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ECRP-I એ 100% કેન્દ્ર સરકારની સહાય સાથેનો હસ્તક્ષેપ છે અને 31.03.2021 સુધીના સમયગાળા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 8,147.28 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આ પેકેજમાં સમાવી લીધેલા હસ્તક્ષેપોને રાષ્ટ્રીય આરોગ્ય મિશન માળખાનો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવ્યા હતા, જે આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે ઉપલબ્ધ સંસાધનોને પૂરક બનાવે છે. આ પેકેજનો ઉદ્દેશ્ય કોવિડ-19 ના ફેલાવાને ધીમો પાડવાનો અને ભવિષ્ય માટે નિવારણ અને સજ્જતા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય પ્રણાલીને સહકાર આપવાનો અને તેમને મજબૂત બનાવવાનો હતો.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

અમલીકરણની વ્યૂહરચના:

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની અમલીકરણની વ્યૂહરચના એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને નાણાકીય અને ટેકનિકલ સહકાર પૂરો પાડવાની છે, જેથી તેઓ ખાસ કરીને જિલ્લા હોસ્પિટલો (DH) સુધી સુલભ, પરવડે તેવી, જવાબદારીપૂર્ણ અને અસરકારક આરોગ્ય સંભાળ પ્રદાન કરવા માટે સમર્થ બની શકે જેમાં ખાસ કરીને ખાસ કરીને જનસમુદાયના ગરીબ અને સંવેદનશીલ વર્ગોને આવરી શકાય. તેણે ગ્રામીણ વિસ્તારોમાં સુધારેલી આરોગ્ય માળખાકીય સુવિધાઓ, માનવ સંસાધનમાં વૃદ્ધિ અને સુધારેલ સેવા વિતરણ દ્વારા ગ્રામીણ આરોગ્ય સંભાળ સેવાઓમાં રહેલો અંતરાય દૂર કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને જરૂરિયાત આધારિત હસ્તક્ષેપોની સુવિધા માટે, આંતરિક અને આંતર-ક્ષેત્રીય સુધારણા માટે જિલ્લા સ્તરે કાર્યક્રમના વિકેન્દ્રીકરણની અને સંસાધનોનો સંકલન અને અસરકારક ઉપયોગની કલ્પના કરી છે.

2025 સુધીમાં પ્રાપ્ત કરવાના NHM હેઠળના લક્ષ્યાંકો:

  • MMRને 113 થી ઘટાડીને 90 કરવો
  • IMRને 32 થી ઘટાડીને 23 કરવો
  • U5MRને 36 થી ઘટાડીને 23 કરવો
  • TFR ને 2.1 સુધી ટકાવી રાખવો
  • રક્તપિત્તનો વ્યાપ ઘટાડીને <1/10000 વસ્તી અને તમામ જિલ્લાઓમાં ઘટનાઓ શૂન્ય સુધી લઇ જવો
  • વાર્ષિક મેલેરિયાની ઘટના <1/1000 હોવી જોઇએ
  • ચેપી, બિન-ચેપીથી થતા મૃત્યુનો દર અને રોગ થવાના પ્રમાણને નિવારવું અને ઘટાડો કરવો; ઇજાઓ અને ઉભરતા રોગોનું નિવારણ કરવું અને તેમાં ઘટાડો કરવો
  • કુલ આરોગ્ય સંભાળ ખર્ચ પર પરિવાર દીઠ ખિસ્સા બહારના ખર્ચ (જેમાં કોઇ વળતર પાછુ ન મળે તેવો ખર્ચ)માં ઘટાડો કરવો
  • દેશમાંથી 2025 સુધીમાં ટીબીની બીમારીનો અંત લાવવો

રોજગાર સર્જનની સંભવાનાઓ સહિતની મુખ્ય અસર:

  • 2020-21માં NHMના અમલીકરણથી 2.71 લાખ વધારાના માનવ સંસાધનોને જોડી શકાયા છે જેમાં કોન્ટ્રાક્ટ આધારિત GDMO, નિષ્ણાતો, ANM, સ્ટાફ નર્સો, આયુષ ડૉક્ટરો, પેરામેડિક્સ સ્ટાફ, આયુષ પેરામેડિક્સ, કાર્યક્રમ સંચાલન સ્ટાફ અને જાહેર આરોગ્ય મેનેજરોને સમાવેશ થાય છે.
  • 2020-21 દરમિયાન NHMના અમલીકરણના કારણે જાહેર આરોગ્ય પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવી છે જેણે ભારત કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ્સ પ્રિપેર્ડનેસ પેકેજ (ECRP) રજૂ કરીને અસરકારક અને સંકલિત COVID-19 પ્રતિભાવને પણ સમર્થ બનાવ્યો છે.
  • ભારતમાં 2013માં U5MR 49 હતો તે 2018માં ઘટીને 36 થઇ ગયો છે અને 2013થી 2018ના સમય દરમિયાન U5MR માં ઘટાડાની ટકાવારીનો વાર્ષિક દર 1990-2012 દરમિયાન 3.9%  હતો તેની સરખામણીએ વધીને 6.0% થઇ ગયો છે. SRS 2020 મુજબ, U5MR વધુ ઘટીને 32 થઇ ગયો છે.
  • ભારતનો માતૃ મૃત્યુ દર (MMR) 1990માં 556 પ્રતિ એક લાખ જીવંત જન્મ હતો તે 2016-18માં 443 પોઇન્ટ ઘટીને 113 થઇ ગયો છે. 1990 થી અત્યાર સુધીમાં MMR માં 80% નો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સ્તરે 45% ના ઘટાડા કરતા વધારે છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન, માતૃ મૃત્યુ દર (MMR) 2011-13 (SRS)માં 167 હતો તે ઘટીને 2016-18 (SRS) માં 113 થયો છે. SRS 2017-19 મુજબ, MMR વધુ ઘટીને 103 થઇ ગયો છે.
  • 1990માં IMR 80 હતો તે ઘટીને વર્ષ 2018 માં 32 થઇ ગયો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન IMR માં ઘટાડાની ટકાવારી વાર્ષિક સંયોજિત દરની છે, એટલે કે 2013 થી 2018 દરમિયાન, 1990-2012 દરમિયાન વધીને 4.4% થઇ ગયો છે જ્યારે 1990-2012 સુધીમાં 2.9% નોંધવામાં આવ્યો હતો. SRS 2020 મુજબ, IMR વધુ ઘટીને 28 થઇ ગયો છે.
  • સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) અનુસાર, ભારતમાં TFR 2013 માં 2.3 હતો તે ઘટીને 2018 માં 2.2 થઇ ગયો હતો. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે-4 (NFHS-4, 2015-16)માં પણ TFR દર 2.2 નોંધાયો હતો. 2013-2018 દરમિયાન TFRમાં ઘટાડાનો ટકાવારી વાર્ષિક સંયોજિત દર 0.89% તરીકે નોંધવામાં આવ્યો છે. હાલમાં, 36 માંથી 28 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોએ પ્રજનનક્ષમતાનું ઇચ્છિત રિપ્લેસમેન્ટ સ્તર (2.1) પ્રાપ્ત કર્યું છે. SRS 2020 મુજબ, SRS વધુ ઘટીને 2.0 થઇ ગયો છે.
  • વર્ષ 2020 માં, મેલેરિયાના કેસો અને મૃત્યુમાં અનુક્રમે 46.28% અને 18.18% નો ઘટાડો નોંધાયો છે.
  • પ્રત્યેક 1,00,000 વસ્તી દીઠ ટીબીના કેસોની સંખ્યા 2012 માં 234 હતી તે ઘટીને 2019 માં 193 થઇ ગઇ છે. ભારતમાં પ્રત્યેક 1,00,000 વસ્તી દીઠ ટીબીને કારણે મૃત્યુદર 2012 માં 42 હતો તે ઘટીને 2019 માં 33 થઇ ગયો છે.
  • કાલા અઝાર (KA) બીમારીની તાલુકા અનુસાર ટકાવારી, પ્રતિ 10000 વસ્તી દીઠ < 1 KA કેસ છે જે નાબૂદીના લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. તેની ટકાવારી 2014માં 74.2%  હતી તે વધીને 2020-21 માં 97.5% થઇ ગઇ છે.
  • કેસ મૃત્યુ દર (CFR) ને 1 ટકા કરતા ઓછો ટકાવી રાખવાનું રાષ્ટ્રીય લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. 2020 માં, ડેંગ્યૂના કારણે મૃત્યુ દર 0.01% પર ટકી રહ્યો છે જે 2019 માં પણ આટલો જ હતો.

યોજનાની વિગતો અને પ્રગતિ:

2020-21 દરમિયાન NHM હેઠળ થયેલી પ્રગતિ નીચે મુજબ છે:

  • 31 માર્ચ 2021 સુધીમાં 1,05,147 આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની મંજૂરીઓ આપવામાં આવી હતી. આયુષ્માન ભારત - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પોર્ટલ પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, 31 માર્ચ, 2022 સુધીમાં 1,10,000 ના કુલ લક્ષ્યાંક સામે 1,17,440 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા.
  • 31મી માર્ચ, 2021ના અંત સુધીમાં, કુલ 5,34,771 આશા, 1,24,732 બહુલક્ષી વર્કર્સ (MPW-F) / સહાયક નર્સ મિડવાઇફ (ANM), 26,033 સ્ટાફ નર્સ અને 26,633 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) મેડિકલ ઓફિસરોને બિન-ચેપી બીમારીઓ (NCD) અંગેની તાલીમ આપવામાં આવી હતી.
  • NRHM/NHMની શરૂઆત થઇ ત્યારથી જ માતૃ મૃત્યુ દર (MMR), પાંચથી ઓછા મૃત્યુ દર (U5MR) અને IMR માં ઘટાડો નોંધાયો છે. હાલના ઘટાડા દરે આગળ વધશે તો, ભારત તેના SDG લક્ષ્યાંક (MMR-70, U5MR-25) ને પ્રાપ્ત કરવાના નિર્ધારિત વર્ષ એટલે કે 2030 પહેલાં પ્રાપ્ત કરવા માટે સમર્થ થઇ શકે છે.
  • ફેબ્રુઆરી 2021 થી માર્ચ 2021 દરમિયાન સઘન રીતે અમલમાં મૂકવામાં આવેલું મિશન ઇન્દ્રધનુષ 3.0 હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં 29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 250 જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી.
  • તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોટાવાયરસ રસીના લગભગ 6.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.
  • 6 રાજ્યો એટલે કે બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ન્યુમોકોકલ કન્જુગેટેડ વેક્સિન (PCV) ના લગભગ 204.06 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. 2021-22ના અંદાજપત્રમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ, PCVને સાર્વત્રિક ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ (UIP) હેઠળ વિસ્તરણ કરીને સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો છે.
  • લગભગ 3.5 કરોડ પુખ્તો લોકોને પુખ્ત જાપાનીઝ એન્સેફાલીટીસની રસી આપવામાં આવી છે જે કામગીરી 3 રાજ્યો એટલે કે, આસામ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના 35 સ્થાનિક જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી છે.
  • પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન (PMSMA) હેઠળ તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18,400 કરતાં વધુ આરોગ્ય સુવિધાઓ ખાતે 31.49 લાખ ANC તપાસ કરવામાં આવી હતી.
  • LaQshya (લક્ષ્ય): 202 લેબર રૂમ અને 141 મેટરનિટી ઓપરેશન થિયેટર્સ રાજ્ય LaQshya (લક્ષ્ય) પ્રમાણિત છે અને 64 લેબર રૂમ અને 47 મેટરનિટી ઓપરેશન થિયેટર રાષ્ટ્રીય LaQshya (લક્ષ્ય) પ્રમાણિત છે.
  • દેશમાં કોલ્ડ ચેઇન તંત્રનું મજબૂતીકરણ કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને, કોલ્ડ ચેઇન સાધનો એટલે કે ILR (મોટા)- 1041, ILR (નાના)- 5185, DF (મોટા)- 1532, કોલ્ડ બૉક્સ (મોટા)- 2674, કોલ્ડ બૉક્સ (નાના)- 3700 , વેક્સિન કેરિયર - 66,584 અને આઇસ પેક - 31,003 પૂરા પાડવામાં આવ્યા હતા.
  • વર્ષ 2020-21 દરમિયાન કુલ 13,066 ASHAની પસંદગી કરવામાં આવી હતી, જેનાથી 31 માર્ચ, 2021 સુધી દેશભરમાં કુલ ASHA સંખ્યાબંધ 10.69 લાખ સુધી પહોંચી ગયું છે.
  • નેશનલ એમ્બ્યુલન્સ સેવાઓ (NAS): માર્ચ 2021 સુધીની સ્થિતિ અનુસાર, 35 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એવી સુવિધા છે કે જ્યાં લોકો એમ્બ્યુલન્સને કૉલ કરવા માટે 108 અથવા 102 નંબર ડાયલ કરી શકે છે. 2020-21માં 735 વધારાના ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસ વાહનો ઉમેરવામાં આવ્યા હતા.
  • વર્ષ 2020-21 દરમિયાન, 30 વધારાના મોબાઇલ મેડિકલ યુનિટ (MMU) ઉમેરવામાં આવ્યા હતા.
  • 24x7 સેવાઓ અને પ્રથમ રેફરલ સુવિધાઓ: વર્ષ 2020-21 દરમિયાન, FRU પરિચાલન તરીકે 1140 સુવિધાઓ ઉમેરવામાં આવી હતી.
  • કાયાકલ્પ: વર્ષ 2020-21 દરમિયાન આ યોજના અંતર્ગત 10,717 જાહેર આરોગ્ય સુવિધાઓને કાયાકલ્પ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
  • મેલેરિયા: 2014 માં નોંધાયેલા 11,02,205 કેસો અને 561 મૃત્યુની સરખામણીએ 2020 માં નોંધાયેલા મેલેરિયાના કેસ અને મૃત્યુની કુલ સંખ્યા અનુક્રમે 1,81,831 અને 63 હતી, જે 2014 ના અનુરૂપ સમયગાળા સાથે તુલનાત્મક રીતે મેલેરિયાના કેસોમાં 83.50% અને મૃત્યુની સંખ્યામાં 88.77% નો ઘટાડો દર્શાવે છે.
  • કાલા-અઝર: કાલા અઝર (KA) બીમારીની તાલુકા મુજબ ટકાવારી, પ્રતિ 10,000 વસ્તી દીઠ < 1 KA કેસ છે જેમાં નાબૂદીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં આવ્યો છે. 2014 માં આ આંકડો 74.2%  હતો તે વધીને 2020-21 માં 97.5% થઇ ગયો છે.
  • લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ: વર્ષ 2020-21માં, 272 LF સ્થાનિક રોગગ્રસ્ત જિલ્લાઓમાંથી, 98 જિલ્લાઓ સફળતાપૂર્વક 1 ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે (TAS-1)માંથી પસાર થઇ ગયા છે અને MDA બંધ કરી દીધું છે અને આ જિલ્લાઓ MDA પછીની દેખરેખ હેઠળ છે.
  • ડેંગ્યૂના સંદર્ભમાં જોવામાં આવે તો, કેસ મૃત્યુ દર (CFR)<1 ટકા ટકાવી રાખવાનું રાષ્ટ્રીય લક્ષ્ય હતું. આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું કારણ કે 2014 માં કેસ મૃત્યુ દર 0.3% હતો અને 2015 થી 2018 દરમિયાન, CFR 0.2% પર ટકી રહ્યો છે. આગળ, 2020માં, તે દર 0.1% પર ટકી રહ્યો છે અને 2019માં પણ આટલો જ દર હતો.
  • નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP): કાર્ટ્રિજ આધારિત ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (CBNAAT) મશીનોની કુલ સંખ્યા 1,285 છે અને કુલ 2,206 ટ્રૂનેટ (Truenat) મશીનો છે જેને સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે કાર્યરત કરવામાં છે. 2020માં 29.85 લાખ મોલેક્યુલર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 2017 દરમિયાન કરવામાં આવેલા 7.48 લાખની સરખામણીમાં આ 4 ગણો વધારો દર્શાવે છે. ટૂંકા MDR-TB રેજિમેન અને બેડાક્વિલિન/ડેલામેનિડ (નવી દવાઓ) આધારિત રેજિમેન તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવ્યા છે. 2020 માં, 30,605 MDR/RR-TB દર્દીઓને ટૂંકા MDR-TB રેજિમેન (આરોગ્ય નિયમ) પર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં 10,489 DR-TB દર્દીઓને નવી દવા (બેડાક્વિલિન-10,140 અને ડેલામેનિડ-349) ધરાવતી દવા પર સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
  • NHM હેઠળ PPP મોડમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડાયાલિસિસ સુવિધાઓને સહકાર આપવાના ઉદ્દેશ સાથે વર્ષ 2016માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) શરૂ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 505 જિલ્લાઓમાં 910 ડાયાલિસિસ કેન્દ્રોમાં 5781 મશીનો ગોઠવીને PMNDP નો અમલ કરવામાં આવ્યો છે. 2020-21 દરમિયાન, કુલ 3.59 લાખ દર્દીઓએ ડાયાલિસિસ સેવાઓનો લાભ લીધો અને 35.82 લાખ હિમો-ડાયાલિસિસ સેશન યોજવામાં આવ્યા હતા.

પૃષ્ઠભૂમિ:

રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન 2005 માં ગ્રામીણ વસ્તીને, જેમાં ખાસ કરીને સંવેદનશીલ સમૂહોને, જિલ્લા હોસ્પિટલો (DH) સ્તર સુધી સુલભ, પરવડે તેવી અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે જાહેર આરોગ્ય પ્રણાલીઓના નિર્માણના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું. 2012માં, રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન (NUHM) ની કલ્પના કરવામાં આવી હતી અને NRHM ને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તરીકે ફરી નામ આપવામાં આવ્યું હતું જેમાં NRHM અને NUHM એમ બે પેટા મિશનો રાખવામાં આવ્યા હતા.

મંત્રીમંડળ દ્વારા 21મી માર્ચ 2018ના રોજ મળેલી તેની બેઠકમાં 1 એપ્રિલ 2017 થી 31 માર્ચ 2020 સુધી રાષ્ટ્રીય આરોગ્ય મિશન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

નાણા મંત્રાલય, ખર્ચ વિભાગે 10 જાન્યુઆરી 2020ના તેના ઓફિસ મેમોરેન્ડમ નંબર 42(02/PF-II.2014) દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને 31મી માર્ચ 2021 સુધી અથવા 15મા નાણાં પંચની ભલામણો અમલમાં આવે તે તારીખ (બંનેમાં જે વહેલું હોય તે)સુધીના સમયગાળા માટે વચગાળાનું વિસ્તરણ પણ આપ્યું છે.

નાણા મંત્રાલય, ખર્ચ વિભાગે તેના OM નંબર 01(01)/PFC-I/2022 કે જે તારીખ 01મી ફેબ્રુઆરી, 2022નો છે તેના દ્વારા 01.04.2021 થી 31.03.2026 સુધી અથવા વધુ સમીક્ષા સુધી (જે વહેલું હોય તે) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે, જે ખર્ચ ફાઇનાન્સ સમિતિ (EFC)ની ભલામણો અને નાણાકીય મર્યાદાઓ વગેરેને આધીન છે.

NHM ફ્રેમવર્ક માટે મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી મંજૂરી વધુમાં જણાવે છે કે, આ સોંપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ નાણાકીય ધોરણોમાં વિચલન, ચાલુ યોજનાઓમાં ફેરફાર અને નવી યોજનાઓની વિગતો વાર્ષિક ધોરણે મંત્રીમંડળ સમક્ષ માહિતી સમક્ષ મૂકવામાં આવે તે સહિત N(R)HM સંબંધિત પ્રગતિ અહેવાલની શરતને આધીન રહેશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863017) Visitor Counter : 275