ચૂંટણી આયોગ
બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા BLO ઇ-પત્રિકા બહાર પાડવામાં આવી
પંચ દ્વારા અનુભવોના આદાનપ્રદાન માટે દેશભરના બૂથ સ્તરના અધિકારીઓ (BLO) સાથે પોતાની રીતે સૌપ્રથમ એવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું
લોકોના ઘર આંગણા સુધી ECIની સેવાઓ પહોંચાડવામાં અને મોટી સંખ્યામાં મતદારો સુધી ECIને જોડાવામાં BLOના મહત્વપૂર્ણ યોગદાન બદલ ECIએ BLOની કામગીરીને બિરદાવી
Posted On:
14 SEP 2022 5:37PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ભારતમાં તમામ રાજ્યોમાં ફેલાયેલા બૂથ સ્તરના અધિકારીઓ (BLO) સાથે યોજવામાં આવેલા સંવાદ સત્રમાં નવા ડિજિટલ પ્રકાશન 'BLO ઇ-પત્રિકા'નું વિમોચન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં ભારતીય હેબિટેટ સેન્ટર ખાતે ભૌતિક રીતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની કચેરીઓમાંથી 350 કરતાં વધારે BLO વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમજ નજીકમાં આવેલા રાજ્યો જેમ કે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી વગેરેમાંથી 50 BLO પ્રત્યક્ષરૂપે જોડાયા હતા. ભારતીય ચૂંટણી પંચ (ECI)ની યુટ્યૂબ ચેનલ (https://www.youtube.com/watch?v=vNI2qtQD5VA) પર આ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું અને 10 લાખથી વધુ BLO સાથે તેમની સહભાગીતા માટે શેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ECIની યુટ્યુબ ચેનલે (https://www.youtube.com/eci) આજે 25,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે અને 2.4 લાખથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કર્યા હતા.
`
ચૂંટણી પંચ સાથેના આ સંવાદમાં BLO એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની ફરજો નિભાવતી વખતે તેમને થયેલા અનુભવો, જે પડકારોનો સામનો કરવો પડ્યો હોય તેની વાતો અને સફળતાની કહાનીઓનું આદાનપ્રદાન કર્યું હતું. આજે યોજવામાં આવેલો કાર્યક્રમ પંચ દ્વારા સમગ્ર દેશમાં BLO સાથે સીધા સંવાદ માટે યોજવામાં આવેલો પોતાની રીતે સૌપ્રથમ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ રાજ્યોના CEO આ કાર્યક્રમમાં (વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા) ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકોને સંબોધન આપતા, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) શ્રી રાજીવ કુમારે સ્વીકાર્યું હતું કે, પંચ સાથે લોકોની સીધી કડી ગણતા BLO એક સૌથી અસરકારક ક્ષેત્ર સ્તરની સંસ્થા તરીકે, ECI તંત્રના મૂળભૂત આધાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને લોકશાહીને મજબૂત બનાવવામાં તેમની સહભાગીતા પૂરી પાડે છે. શ્રી કુમારે તુરંત જ એક કાવ્યાત્મક વર્ણનમાં જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચના સ્વરૂપના રૂપમાં સાકાર છે, પંચનો વ્યવહાર છે, પંચની દૃષ્ટિ અને સ્વર પણ છે, આથી જ આપ સૌનો અત્યંત આભાર છે (निर्वाचन आयोग के स्वरुप के रूप में साकार हैं, आयोग का व्यवहार है, आयोग की दृष्टि और स्वर भी हैं, इसीलिए आप सब का अत्यंत आभार है).” શ્રી કુમારે BLO ને ખાતરી આપી હતી કે પંચ દ્વારા BLO સંસ્થાની શક્તિઓને ઓળખવામાં આવે છે જે તેમની બહુપક્ષીય ઉપસ્થિતિ સાથે મતદારોને ઘરે-ઘરે સેવાઓ પહોંચાડવાનું સુનિશ્ચિત કરે છે. BLO એ સમગ્ર દેશના એક છેડાથી બીજી છેડા સુધી વસતા દરેક મતદાર માટે માહિતીનો પ્રાથમિક સ્રોત છે. CEC એ વધુમાં ઉમેર્યું હતું કે, BLO ઇ-પત્રિકા બહાર પાડવા પાછળનો મૂળ ઉદ્દેશ વધુ સારી રીતે માહિતીસભર અને પ્રેરિત બૂથ સ્તરીય અધિકારી માટે કેસ્કેડીંગ માહિતીનું મોડેલ સુનિશ્ચિત કરવાનો છે.
ચૂંટણી કમિશનર (EC) શ્રી અનુપ ચંદ્ર પાંડેએ આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આ દ્વિ-માસિક ઇ-પત્રિકા રજૂ કરવા પાછળનો વિચાર પંચની નવતર પહેલ છે. શ્રી પાંડેએ જણાવ્યું હતું કે આ પત્રિકા ખરેખર તો, ત્રિ-માર્ગી કમ્યુનિકેશન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે – એક એવું પ્લેટફોર્મ જેમાં ECI પાયાના સ્તર સુધી સૂચનાઓ શેર કરી શકે, પ્રતિસાદ મેળવી શકે અને સફળતાની વાતો શેર કરી શકે તેમજ આંતરરાજ્ય શ્રેષ્ઠ આચરણો શીખવાની સુવિધા પૂરી પાડી શકે. BLO ની સંસ્થાની શરૂઆત અંગે પ્રકાશ પાડતા, તેમણે ભૂતકાળમાં દર પાંચ વર્ષે બનાવવામાં આવતી મતદાર યાદીને કેવી રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ મતદાર ડેટાબેઝમાં અને ત્યારબાદ વાર્ષિક અપડેટ સાથે ફોટો મતદાર યાદીમાં પરિવર્તિત કરવામાં આવી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિરંતર BLO સાથે સંપર્કમાં રહેવા માટે અને તેમની ક્ષમતા નિર્માણ, ડિજિટલ સાક્ષરતા માટે અને કાર્યક્ષમ તેમજ પ્રેરિત ક્ષેત્રીય કાર્ય દળનું નિર્માણ કરવા માટે તેમને જે પડકારોનો સામનો કરવો પડતો હોય તેનો ઉકેલ લાવવાની દિશામાં કામ કરવા માટે અનુરોધ કર્યો હતો.
વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર શ્રી ધર્મેન્દ્ર શર્મા અને સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) વિભાગના ઇન્ચાર્જ શ્રી નિતેશ વ્યાસે તેમના સંબોધનમાં એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, BLO ની સંસ્થા 2006માં કમિશન દ્વારા ઘડી કાઢવામાં આવી હતી, જેથી પ્રાથમિક રૂપે સમાવિષ્ટ, અપડેટ અને ભૂલ-મુક્ત મતદાર યાદી તૈયાર કરવાનું સુનિશ્ચિત થઇ શકે કારણ કે ન્યાયી અને સહભાગી ચૂંટણીઓ યોજવાની દિશામાં તે પ્રથમ પગલું છે. શ્રી વ્યાસે ઉમેર્યું હતું કે વર્ષોથી, BLO એ ECI તંત્રમાં કામ કરવાની ટેકનોલોજીની દૃશ્ટિએ અપગ્રેડ કરેલી પદ્ધતિઓ સાથે પોતાને અનુકૂળ બનાવ્યા છે.
દ્વિમાસિક ઇ-પત્રિકાની થીમ્સમાં EVM-VVPAT તાલીમ, IT એપ્લિકેશન્સ, વિશેષ સારાંશનું પુનરાવર્તન, મતદાન મથકો પર લઘુત્તમ SVEEP પ્રવૃત્તિઓ, પોસ્ટલ મતદાન સુવિધા, સુલભ ચૂંટણીઓ, ચૂંટણી સંબંધિત સાક્ષરતા ક્લબ્સ, અનન્ય મતદાર જાગૃતિ પહેલ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ જેવા વિષયોને સમાવી લેવામાં આવશે. તેમાં BLO સાથેની અનૌપચારિક વાતચીતો, તેમની સફળતાની વાતો અને દેશભરની શ્રેષ્ઠ પદ્ધતિઓ (આચરણો)ને પણ સમાવી લેવામાં આવશે. તેની ભાષા ખૂબ જ સરળ, વાસ્તવિક સંદેશો સહેલાઇથી પહોંચે તેવી અને ચિત્રાત્મક રહેશે. આ પત્રિકા અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. BLO ઇ-પત્રિકાના અંગ્રેજી અને હિન્દી સંસ્કરણો ECIની વેબસાઇટ અથવા ECIના ટ્વીટર હેન્ડલ (@ECISVEEP) પર નીચેની લિંક્સ દ્વારા વાંચી શકાય છે અને ગરુડ એપ્લિકેશન દ્વારા પણ તેને અપલોડ કરવામાં આવે છે.
https://ecisveep.nic.in/ebook/BLO-E-Patrika-en/index.html https://ecisveep.nic.in/ebook/BLO-E-Patrika-hindi/index.html
YP/GP/JG
(Release ID: 1859353)
Visitor Counter : 330