ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ


24 રાજ્યોના 151 જિલ્લાઓએ ફોર્ટિફાઇડ ચોખા ઉઠાવ્યા હતા; 6.83 એલએમટીનું વિતરણ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બીજા તબક્કામાં કરવામાં આવ્યું હતું

બીજા તબક્કામાં આઇસીડીએસ અને પીએમ પોષણ હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ 7.36 એલએમટી જથ્થો ઉપાડ્યો

આદરણીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ પર ભારત સરકારની દરેક યોજનામાં ફોર્ટિફાઇડ ચોખાના પુરવઠાની જાહેરાત કરી હતી

એક જ વર્ષમાં ફોર્ટિફાઇડ ચોખા માટે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ચોખાની મિલોની સંખ્યા 2690થી વધીને 9000 થઈ હતી

Posted On: 11 AUG 2022 6:07PM by PIB Ahmedabad

ચોખાનાં ફોર્ટિફિકેશન કાર્યક્રમના બીજા તબક્કામાં લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (ટીપીડીએસ) હેઠળ કુલ 151 જિલ્લાઓએ (24 રાજ્યોમાં) ફોર્ટિફાઇડ ચોખા ઉઠાવી લીધા છે. 1 એપ્રિલ, 2022થી શરૂ થયેલા આ તબક્કા અંતર્ગત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લગભગ 6.83 એલએમટીનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આઇસીડીએસ અને પ્રધાનમંત્રી પોષણ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આશરે 7.36 એલએમટી જથ્થો ઉઠાવી લેવામાં આવ્યો છે. બીજા તબક્કામાં લગભગ 52 ટકા જિલ્લાઓએ અનાજ ઉપાડી લીધું છે.

માનનીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ (15 ઑગસ્ટ, 2021)ના રોજ તેમનાં સંબોધનમાં તબક્કાવાર રીતે વર્ષ 2024 સુધીમાં ભારત સરકારની દરેક યોજનામાં ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો પૂરો પાડવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ છેલ્લાં એક વર્ષ દરમિયાન આ પહેલે સારી એવી પ્રગતિ કરી છે.

આઇસીડીએસ અને પ્રધાનમંત્રી પોષણને આવરી લેતો પ્રથમ તબક્કો વર્ષ 2021-22 દરમિયાન અમલી કરવામાં આવ્યો હતો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આશરે 17.51 એલએમટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દરમિયાન, 15 મી ઑગસ્ટ, 2021 ના રોજ આશરે 13.67 એલએમટીની સંચિત મિશ્રણ ક્ષમતા સાથે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ચોખાની મિલોની સંખ્યા 2690 હતી, જે હવે વધીને દેશની 9000 થી વધુ ચોખા મિલો થઈ ગઈ છે, જેમણે ફોર્ટિફાઇડ ચોખાનાં ઉત્પાદન માટે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યું છે. હાલની સંચિત માસિક ઉત્પાદન ક્ષમતા આશરે ૬૦ એલએમટી છે એટલે કે ગયા વર્ષથી ૪ ગણાથી વધુનો વધારો છે.

નોંધપાત્ર વાત એ છે કે, બીજા તબક્કામાં પ્રથમ તબક્કો સામેલ છે, ઉપરાંત લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તમામ આકાંક્ષી જિલ્લાઓ અને ઉચ્ચ બોજ ધરાવતા જિલ્લાઓ (કુલ 291 જિલ્લાઓ) તથા માર્ચ, 2023 સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અન્ય કલ્યાણકારી યોજનાઓ સામેલ છે, જેમાં કુલ 175 એલએમટી ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવાનું રહેશે.

સંચિત વાર્ષિક ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ (એફઆરકે) ઉત્પાદન ક્ષમતા, જે ગયા વર્ષે ઑગસ્ટમાં 0.9 એલએમટી (34 એફઆરકે મેન્યુફેક્ચરિંગ) પર હતી, તે વધીને 3.5 એલએમટી (153 એફઆરકે મેન્યુફેક્ચરર) થઈ ગઈ છે, જેમાં ચાર ગણો વધારો થયો છે.

ફોર્ટિફિકન્ટ્સનાં પરીક્ષણ માટે એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત લૅબ્સને ઑગસ્ટ, 2021માં 20 થી વધારીને 30 કરવામાં આવી છે.

ડી.સી.પી. રાજ્યોની એફસીઆઈ અને રાજ્ય એજન્સીઓ કેએમએસ 2020-21થી ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 145.93 એલએમટી ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી કરવામાં આવી છે.

વિભાગે ફોર્ટિફાઇડ ચોખા/એફઆરકેનાં ઉત્પાદન અને વિતરણ પર ક્વોલિટી એશ્યોરન્સ (ક્યુએ) અને ક્વોલિટી કન્ટ્રોલ (ક્યુસી) પ્રોટોકોલનું પાલન કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પણ વિકસાવી છે.

ફૂડ ફોર્ટિફિકેશન માટે નિયમનકારી/લાઇસન્સિંગ ઓથોરિટી એફએસએસએઆઈએ એફઆરકે, પ્રી-મિક્સ માટે માપદંડો તૈયાર કર્યા છે અને તમામ હિતધારકોને તાત્કાલિક અસરથી ડ્રાફ્ટ માપદંડોને કાર્યરત કરવા માટે દિશા પ્રદાન કરી છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ એફઆરકે, પ્રી-મિક્સ (વિટામિન્સ અને ખનીજો), મશીનરી (બ્લેન્ડર્સ, એક્સટ્રુડર્સ અને અન્ય આનુષંગિક મશીનરી વગેરે) માટેનાં ધોરણોને પણ સૂચિત કર્યા છે.

નીતિ આયોગ ચોખાનાં ફોર્ટિફિકેશન પહેલની અસર પર સહવર્તી મૂલ્યાંકન માટે આઈસીએમઆર, એનઆઈએન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને અન્ય હિતધારકો સાથે પણ કામ કરી રહ્યું છે.

એફએસએસએઆઈ, નિષ્ણાતો અને વિકાસ ભાગીદારોને સાંકળતા આઈઈસી અભિયાનો મારફતે ફોર્ટિફાઇડ ચોખાનાં પોષકતત્વોના લાભો વિશે લોકોને શિક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ફોર્ટિફિકેશન એ ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ (એફઆરકે)ને ઉમેરવાની પ્રક્રિયા છે, જેમાં એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત સૂક્ષ્મ પોષકતત્ત્વો (આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી12)ને સામાન્ય ચોખા (કસ્ટમ મિલ્ડ રાઇસ)માં 1:100 (100 કિલો કસ્ટમ મિલ્ડ ચોખા સાથે 1 કિલો એફઆરકેનું મિશ્રણ) સામેલ છે. ફોર્ટિફાઇડ ચોખા લગભગ સુગંધ, સ્વાદ અને પોતમાં પરંપરાગત ચોખા જેવા જ હોય છે. ચોખાની મિલિંગ વખતે ચોખાની મિલોમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે.

ફોર્ટિફાઇડ ચોખાની લક્ષિત જરૂરિયાતને પહોંચી વળવા ફોર્ટિફાઇડ ચોખાનાં ઉત્પાદન અને પુરવઠા માટે રાઇસ મિલર્સ, એફઆરકે ઉત્પાદકો, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સામેલ કરીને ચોખા ફોર્ટિફિકેશન ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દેશમાં 9,000થી વધારે ચોખાની મિલો છે, જેમણે ફોર્ટિફાઇડ ચોખાનાં ઉત્પાદન માટે બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યું છે અને તેમની સંચિત માસિક ઉત્પાદન ક્ષમતા આશરે 60 એલએમટી છે, જેમાં ગયા વર્ષ કરતાં 4 ગણો વધારો થયો છે. ગયાં વર્ષે 15 ઑગસ્ટ, 2021 સુધીમાં બ્લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ચોખાની મિલોની સંખ્યા 2690 હતી, જેમાં સંચિત મિશ્રણ ક્ષમતા આશરે 13.67 એલએમટી હતી.

ચોખાનું ફોર્ટિફિકેશન એ ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ (ટીએટી) સાથે આહારમાં વિટામિન અને ખનીજનું પ્રમાણ વધારવા માટે એક ખર્ચ-અસરકારક અને પૂરક વ્યૂહરચના હોવાનું જણાયું છે અને તે પોષક સુરક્ષા તરફનું એક પગલું છે અને દેશમાં એનિમિયા અને કુપોષણ સામે લડવામાં મદદ કરે છે. આ વ્યૂહરચના વિશ્વના ઘણા ભૌગોલિક વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે.

SD/GP/JD



(Release ID: 1851059) Visitor Counter : 218