યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ફિટ ઈન્ડિયા ક્વિઝ હવે નેશનલ રાઉન્ડમાં આગળ વધી


ભારતભરમાંથી 36 શાળાઓ ટોચના સન્માન અને મેગા રોકડ પુરસ્કાર માટે સ્પર્ધામાં

સુરતની એસ.બી.આર. મહેશ્વરી વિદ્યાપીઠના પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરી, નેશનલ રાઉન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મુંબઈમાં ફિટ ઈન્ડિયા ક્વિઝના રાજ્ય કક્ષાના વિજેતાઓનું સન્માન કર્યું

Posted On: 22 JUL 2022 3:00PM by PIB Ahmedabad

ફિટ ઈન્ડિયા ક્વિઝ 2021નો નેશનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજ્ય કક્ષાના વિજેતાઓ ટોચના સન્માન અને મેગા રોકડ પુરસ્કાર માટે સ્પર્ધા કરી રહ્યા છે.

ફિટ ઈન્ડિયા ક્વિઝ સ્પર્ધાના અંતિમ તબક્કામાં ભાગ લેવા માટે 72 વિદ્યાર્થી સ્પર્ધકો હવે તેમના સંબંધિત શિક્ષકો સાથે મુંબઈમાં છે. નેશનલ રાઉન્ડ સ્ટાર સ્પોર્ટ્સ અને નેશનલ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, યુવા બાબતો અને રમત મંત્રાલયની સોશિયલ મીડિયા ચેનલો પર વેબકાસ્ટ થશે.

ગુજરાતના સુરતની એસ.બી.આર. મહેશ્વરી વિદ્યાપીઠના પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરી, નેશનલ રાઉન્ડમાં ભાગ લેશે. (અન્ય રાજ્યોના સ્પર્ધકોની યાદી જોડવામાં આવી છે)

ફિટ ઈન્ડિયા ક્વિઝ 2021ના નેશનલ રાઉન્ડમાં વિજેતા શાળાને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે અને વિદ્યાર્થીઓની વિજેતા ટીમને 2.5 લાખ રૂપિયા (દરેક રૂપિયા 1.25 લાખ)નું રોકડ ઈનામ આપવામાં આવશે.

પ્રથમ રનર અપને રૂ. 15 લાખ (શાળા માટે) અને રૂ. 1.5 લાખ (દરેક વિદ્યાર્થી માટે રૂ. 75,000) અને બીજા રનરને રૂ. 10 લાખ (શાળા માટે) અને રૂ. 1 લાખ (દરેક વિદ્યાર્થી માટે રૂ. 50,000).

નેશનલ રાઉન્ડમાં નીચે મુજબ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ હશે.

ક્વાર્ટર ફાઈનલ

 

• 36 ટીમોને 3 ટીમોના 12 જૂથોમાં વહેંચવામાં આવશે. 3 ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરશે અને દરેક જૂથમાંથી ટોચની ટીમ (કુલ 12 ટીમો) સેમી ફાઈનલ રાઉન્ડમાં જશે.

 

બાકીની 24 ટીમો માટે, 4 શ્રેષ્ઠ રનર-અપ પણ સેમી ફાઈનલ રાઉન્ડમાં જશે.

 

તેથી કુલ 16 ટીમો સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય થશે.

સેમી ફાઈનલ

16 ટીમો જે સેમિ-ફાઇનલ્સમાં પ્રવેશ કરશે તેમને 4 ટીમોના 4 જૂથોમાં વહેંચવામાં આવશે. દરેક જૂથમાંથી વિજેતા નેશનલ ફાઈનલ રાઉન્ડમાં જશે, જેનું સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારણ કરવામાં આવશે.

ફાઈનલ

4 ટીમો ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભારતની નંબર 1 શાળા બનવાનું ટોચનું સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1333D.png

સ્ટેટ રાઉન્ડ ચેમ્પિયન્સ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે સાંજે મુંબઈમાં રાજ્યકક્ષાના રાઉન્ડમાં વિજેતા 36 શાળાઓના 72 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. રોકડ પુરસ્કારની રકમ રાજ્ય કક્ષાના વિજેતાઓને રૂ. 99 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

360 શાળાઓએ સ્ટેટ રાઉન્ડમાં ભાગ લીધો હતો જે ફેબ્રુઆરી અને માર્ચ, 2022ના મહિના દરમિયાન યોજાયો હતો. રાજ્ય રાઉન્ડની 36 ટીમો (દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ) અને તેમની શાળાના પ્રતિનિધિઓને ઈનામી રકમ આપવામાં આવી હતી, જેમાં શાળાને રૂ. 2,50,000/- અને બે વિદ્યાર્થીઓને રૂ. 12,500/વિદ્યાર્થી આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે "ફિટ ઈન્ડિયા ક્વિઝ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપશે, રમતગમત અને ફિટનેસ વિશે જાગૃતિ કેળવશે, જેનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ સ્વસ્થ અને ફિટ ભારતનું નિર્માણ થશે". તેમણે કહ્યું કે "તમારામાંથી દરેક હવે રમતગમત અને ફિટનેસના એમ્બેસેડર છે" અને વિદ્યાર્થીઓને ફીટ ઈન્ડિયા મોબાઈલ એપ પર પણ વાત ફેલાવવા કહ્યું.

 

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર સુરતની એસ.બી.આર. મહેશ્વરી વિદ્યાપીઠ, સુરતના પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરીનું સન્માન કરી રહ્યાં છે.

ફિટ ઈન્ડિયા ક્વિઝ વિશે

ભારતના સમૃદ્ધ રમતગમતના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ, ફિટ ઈન્ડિયા ક્વિઝમાં પ્રારંભિક રાઉન્ડમાં 36,299 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા પ્લેટફોર્મ પર 13,500 શાળાઓએ ઑનલાઇન સ્પર્ધા કરી હતી.

તેમાંથી 360 પસંદગીની શાળાઓએ રાજ્ય રાઉન્ડમાં ભાગ લીધો હતો. રાજ્ય સ્તરના ક્વાર્ટર-ફાઇનલ અને સેમિ-ફાઇનલ રાઉન્ડની શ્રેણી પછી, 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ફાઇનલિસ્ટને રાષ્ટ્રીય ફાઇનલમાં ભાગ લેવા માટે ઓળખવામાં આવ્યા છે.

ફાઇનલિસ્ટની સંપૂર્ણ સૂચિ અહીં મળી શકે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1843877) Visitor Counter : 232