સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કો (એઆરડીબી)નાં રાષ્ટ્રીય સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી


Posted On: 16 JUL 2022 6:30PM by PIB Ahmedabad

દાયકા પહેલા જ્યારે કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કોની શરૂઆત થઇ ત્યારે દેશની ખેતી પ્રકૃતિ અને ભાગ્ય પર આધારિત હતીકૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કોએ તેને નસીબમાંથી પરિશ્રમના આધારે પરિવર્તિત કરવાનું કામ કર્યું

સહકારી ક્ષેત્ર પાસે કોઇ યુનિફાઇડ ડેટાબેઝ નથીઅને જ્યાં સુધી ડેટાબેઝ  હોય ત્યાં સુધી તમે  ક્ષેત્રને વિસ્તૃત કરવાનું વિચારી શકતા નથી અને વિસ્તરણ પણ ત્યારે થઈ શકે છે જ્યારે તમે જાણો છો કે ક્યાં વિસ્તૃત કરવુંમોદીજીનાં માર્ગદર્શન હેઠળસહકારિતા મંત્રાલયે સહકારી ક્ષેત્રનો ડેટાબેઝ બનાવવાનું કામ શરૂ કર્યું છે

મોદીજીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલય પીએસીએસને બહુઆયામી બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છેઅને અમે આ માટે રાજ્યોને મૉડેલ પેટાકાયદા બનાવીને ચર્ચા માટે પણ મોકલ્યા છે

સહકારિતાનાં તત્વને વધારતાંઅમે 70-80 વર્ષ જૂના કાયદાઓમાં ફેરફાર કરીને પીએસીએસમાં નવી નવી પ્રવૃત્તિઓ ઉમેરવા માટે કામ કરી રહ્યા છીએ

જો કોઈ પણ ક્ષેત્ર દેશના 70 કરોડ ગરીબ લોકોને સમાન વિકાસસમાવેશી વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવી શકે છેતો તે આપણું સહકારી ક્ષેત્ર જ બનાવી શકે છે

ઘણી બૅન્કોએ નવા નવા સુધારા કર્યા છે પરંતુ તે સુધારા બૅન્કો સુધી  સીમિત રહ્યા છેતેનો લાભ સમગ્ર ક્ષેત્રને મળ્યો નથીબૅન્ક-વિશિષ્ટ સુધારા  ક્ષેત્રને બદલી શકતા નથીજો  ક્ષેત્રમાં સુધારા આવશે તો સહકારી ક્ષેત્ર આપોઆપ મજબૂત બનશે

કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કોએ માત્ર બૅન્કિંગની દ્રષ્ટિએ  કામ  કરવું જોઈએપરંતુ જે ઉદ્દેશો સાથે આ બૅન્કોની રચના કરવામાં આવી હતી તે પરિપૂર્ણ કરવાની દિશામાં કામ કરવું  આપણું લક્ષ્ય હોવું જોઈએ

આજે  સંમેલનમાં આવેલા તમામ બૅન્કોના સભ્યો પણ  ક્ષેત્રની શ્રેષ્ઠ રીતો પર ચર્ચા કરેજો બિઝનેસમાં બૅન્કિંગની અંદર નવી વિવિધતા લાવવા માટે કોઈ સુધારા અથવા પરિવર્તનની જરૂર હોયતો સહકારિતા મંત્રાલયના દરવાજા તમારા માટે 24x7 ખુલ્લા છે

આપ માત્ર બેન્કિંગ સુધી સીમિત  રહો... એઆરડીબીની  પણ જવાબદારી છે કે તેઓ ખેડૂતો સાથે ગામડે-ગામડે સંવાદ કરેજેથી તેઓ ખેતીને વિસ્તારવાઉપજમાં વધારો કરવાકૃષિને સરળ બનાવવા અને ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે જાગૃત થાય

નાબાર્ડના ઉદ્દેશો ત્યારે  પૂર્ણ થઈ શકે છે જ્યારે ઉપલબ્ધ એક એક પાઇ ગ્રામીણ વિકાસ અને કૃષિનાં ક્ષેત્રમાં જ ફાયનાન્સ અને રિફાયનાન્સ થાય અને જ્યાં સુધી આપણે કૃષિ ક્ષેત્રની અંદર લાંબા ગાળાનું ફાયનાન્સમાળખાગત સુવિધા અને સૂક્ષ્મ-સિંચાઈને પ્રોત્સાહન  આપીએ ત્યાં સુધી  શક્ય બની શકે નહીં

આઝાદી પછી 70 વર્ષમાં 64 લાખ હેક્ટર જમીન ખેતીલાયક બનીપરંતુ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ છેલ્લાં વર્ષમાં 64 લાખ હેક્ટર ખેતીની જમીન વધીકૃષિ નિકાસ પહેલીવાર 50 અબજ ડૉલરને પાર પહોંચી ગઈ છે મોદી સરકારની ખેડૂતોનાં કલ્યાણ પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે

39.4 કરોડ એકર જમીન સાથે કૃષિ પ્રવૃત્તિઓમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને જો આપણે  આખી જમીનને સિંચાઈ વ્યવસ્થા સાથે જોડીએ તો ભારતનો ખેડૂત દેશની સાથે સાથે સમગ્ર વિશ્વનો અન્ન પુરવઠો પૂરો પાડી શકે છે

જો આપણે સહકારની ભાવનાને પુનર્જીવિત કરીશુંઆપણા લક્ષ્યોને પુનર્જીવિત કરીશું અને લક્ષ્યો પ્રત્યે સમર્પિત રહીશુંલક્ષ્ય પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરીશુંતો ચોક્કસપણે આગામી દિવસોમાં મોદીજીના ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્રનાં સ્વપ્નને પૂર્ણ કરવામાં કો-ઓપરેટિવની બહુ મોટી ભૂમિકા હશે

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કો (એઆરડીબી)નાં રાષ્ટ્રીય સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. પ્રસંગે કેન્દ્રીય સહકારિતા અને ઉત્તર પૂર્વ બાબતોના રાજ્યમંત્રી શ્રી બી.એલ. વર્મા, સહકારિતા મંત્રાલયના સચિવ, એનસીયુઆઈના અધ્યક્ષ અને ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ- એશિયા-પેસિફિક રિજનના અધ્યક્ષ અને કૃભકોના ચેરમેન ડો. ચંદ્રપાલ સિંહ યાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OEUM.jpg

પ્રસંગે દેશના પ્રથમ કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિના વિકાસ માટે સહકારિતાનું પરિમાણ ખૂબ મહત્વપૂર્ણ છે અને તેના વિના, આપણે ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પરિકલ્પનાને પૂર્ણ કરી શકતા નથી. કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કોનો ઇતિહાસ ભારતમાં લગભગ દાયકા જૂનો છે. કૃષિ ધિરાણના બે સ્તંભ છે, ટૂંકા ગાળા અને લાંબા ગાળાના. ૧૯૨૦ના દાયકા પહેલાં દેશનું કૃષિ ક્ષેત્ર સંપૂર્ણપણે આકાશી ખેતી પર આધારિત હતું, જ્યારે વરસાદ પડ્યો ત્યારે સારો પાક થતો હતો. ૧૯૨૦ના દાયકાથી ખેડૂતને લાંબા ગાળાનું ધિરાણ આપવાનું શરૂ થયું, જેના કારણે ખેડૂતનું પોતાના ખેતરમાં ખેતી માટેનું માળખું ઊભું કરવાનું સ્વપ્ન સાકાર થવાની શરૂઆત થઈ. દેશની ખેતીને નસીબમાંથી પરિશ્રમના આધારે પરિવર્તિત કરવાની કામગીરી માત્ર ને માત્ર કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કો દ્વારા જ કરાઇ. એ વખતે સહકારી ક્ષેત્રના આ પરિમાણે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં બહુ મોટી શરૂઆત કરી હતી. "જો તમે છેલ્લાં 90 વર્ષની યાત્રા પર નજર નાખો, તો આપણે જોઈશું કે કૃષિ અને કૃષિ વ્યવસ્થાને અનુરૂપ, આપણે તેને નીચે સુધી પહોંચાડી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે, તેમાં ઘણી અડચણો છે પરંતુ જ્યાં સુધી તેઓ તેને પાર નહીં કરે અને લાંબા ગાળાના નાણાંમાં વધારો નહીં કરે ત્યાં સુધી દેશના પ્રધાનમંત્રીજીની કલ્પના મુજબ કૃષિ વિકાસ અશક્ય છે. એવા ઘણા મોટા રાજ્યો છે જ્યાં બૅન્કો પડી ભાંગી છે અને આના પર પણ વિચાર કરવાની જરૂર છે. વધારાના ભંડોળને બિન-કૃષિ ઉપયોગો તરફ વાળવાથી હેતુઓ પૂરા થતા નથી. નાબાર્ડના ઉદ્દેશો ત્યારે જ પૂરા થાય છે જ્યારે ઉપલબ્ધ તમામ નાણાં ગ્રામીણ વિકાસ અને કૃષિનાં ક્ષેત્રોમાં જ લાગે. પરંતુ જ્યાં સુધી કૃષિનાં ક્ષેત્રમાં આપણે લાંબા ગાળાનાં નાણાં, માળખાગત સુવિધાઓ અને સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન ન આપીએ ત્યાં સુધી તે શક્ય નથી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કોનું કામ માત્ર નાણાં આપવાનું નથી પરંતુ પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવાનું છે. કાર્યનાં વિસ્તરણમાં આપણે જે પણ અવરોધો છે, આપણે તેમનો માર્ગ શોધવો પડશે અને ત્યારે જ, આપણે કૃષિ વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. તેમણે કહ્યું કે આપણે માત્ર બૅન્ક ચલાવીએ, પરંતુ બૅન્ક બનાવવાના ઉદ્દેશોને પૂર્ણ કરવાની દિશામાં પણ કામ કરવાનો પ્રયાસ કરીએ. સહકારનાં ક્ષેત્રની સ્થાપના લાંબા ગાળાના નાણાંના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી. નવી સહકારી મંડળીઓ બનાવીને આપણે ખેડૂતને મધ્યમ અને લાંબા ગાળાની લોન આપવી પડશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YSY6.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આપણે ઋણ વસૂલાતની દિશાને પણ વેગ આપવો પડશે. સેવાઓનો પણ વિસ્તાર કરવો પડશે, પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં કાર્યશાળાઓ, સંવાદ કરીને ખેડૂતોમાં ઇરિગ્રેટેડ લેન્ડની ટકાવારી, ઉપજ, ઉત્પાદનમાં વધારો, ખેડૂતને સમૃદ્ધ બનાવવવા અને જાગૃતિ લાવવા માટે પરિસંવાદ કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, સહકારિતા ક્ષેત્રમાં કોઇ સંસ્થાનું પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ ૧૯૨૪થી આ સેવાઓ જે હેતુ માટે શરૂ થઈ છે તે હેતુ સિદ્ધ કરવા માટે હું મારા કાર્યકાળ દરમિયાન શું કરી શકું તેની ચિંતા કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે આ બૅન્કો દ્વારા ત્રણ લાખથી વધુ ટ્રૅક્ટરોને નાણાં આપવામાં આવ્યા છે, પરંતુ દેશમાં 8 કરોડથી વધુ ટ્રૅક્ટર છે. 13 કરોડ ખેડૂતોમાંથી અમે લગભગ 5.2 લાખ ખેડૂતોને મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપણે આપ્યું છે. બૅન્કો દ્વારા ઘણા નવા સુધારા કરવામાં આવ્યા છે જે આવકાર્ય છે, પરંતુ સુધારણા બૅન્ક ચોક્કસ ન રહે, તે સમગ્ર ક્ષેત્ર માટે હોવા જોઈએ. જો કોઈ બૅન્ક સારું કામ કરે છે, તો તે ફેડરેશનનું કામ છે કે તે તમામ બૅન્કોને જાણ કરે અને તેને આગળ વધારવાનું કામ કરે. બેન્ક ચોક્કસ સુધારા ક્ષેત્રને બદલી શકે તેમ નથી, પરંતુ જો આ ક્ષેત્રમાં સુધારા થશે તો ક્ષેત્ર આપોઆપ બદલાઈ જશે અને જો સેક્ટર બદલાશે તો સહકારિતા ખૂબ જ મજબૂત બનશે. કુવા, પંપ સેટ, ટ્રેક્ટર, જમીન વિકાસ, બાગાયત, પોલ્ટ્રી, મત્સ્યપાલન જેવાં અનેક ક્ષેત્રો તમારા કામની અંદર સમાવિષ્ટ છે, પરંતુ તેનો વિસ્તાર કરવો એ આપણી જવાબદારી છે અને આપણે તેને આગળ વધારવા પડશે, ત્યારે જ આ સહકારી એકમ જે ઉદ્દેશ્ય સાથે શરૂ થયું છે તે હેતુઓ પૂર્ણ થશે. આજે જે પણ બૅન્કોના સભ્યો આ સંમેલનમાં આવ્યા છે, તેઓ આ ક્ષેત્રની શ્રેષ્ઠ રીતો પર પણ કરે, જો બિઝનેસમાં બૅન્કિંગની અંદર નવી વિવિધતા લાવવા માટે કોઈ સુધારા અથવા પરિવર્તનની જરૂર છે, તો સહકારિતા મંત્રાલયના દરવાજા તમારા માટે 24x7 ખુલ્લા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ખાસ કરીને કૃષિ ધિરાણમાં, પછી તે ટૂંકા ગાળાનું હોય કે લાંબા ગાળાનું, એક અર્થમાં દેશ લકવાગ્રસ્ત થઈ ગયો છે. ઘણી જગ્યાએ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને ઘણા રાજ્યોમાં તે ખૂબ વેરવિખેર થઈ ગઈ છે. આપણે તેને પુનર્જીવિત કરવા પડશે અને જે ખેડૂત લાચારીથી અપૂરતાનો ભોગ બન્યો છે તેણે સહકારી ક્ષેત્રને પોતાની આંગળી પકડાવીને આર્થિક વિકાસના માર્ગે ચલાવવાનું કામ કરવું કરવાનું છે. મૂડીની કોઈ કમી નથી, આપણી નાણાસહાયની વ્યવસ્થા અને આપણું આંતરમાળખું ભાંગી પડ્યું છે, તેને પુનર્જીવિત કરવું પડશે અને દરેક રાજ્યની બૅન્કે તેનાં રાજ્યનાં આવા ક્ષેત્રોને ઓળખવાં પડશે. તેમણે કહ્યું કે "હું ઇચ્છું છું કે નાબાર્ડ આ દિશામાં એક્સ્ટેન્શન અને એક્સપાન્સનની એક પાંખ બનાવે જેથી દેશના જે ખેડૂતો મધ્યમ-ગાળાના અને લાંબા ગાળાના નાણાં ઇચ્છે છે તેઓ તે મેળવી શકે. સંસ્થાગત કવરેજને પર્યાપ્ત બનાવવું એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે લાંબા ગાળાનું ફાઇનાન્સ હંમેશાં ટૂંકા ગાળાનાં ફાઇનાન્સ કરતા વધારે હોવું જોઈએ, તો જ આ ક્ષેત્રનો વિકાસ થાય છે. લાંબા ગાળાનું ફાઇનાન્સ જેટલું વધારે હશે, તેટલી જ વધારે વ્યવસ્થા દુરસ્ત થશે અને ટૂંકા ગાળાનાં ફાઇનાન્સમાં આપોઆપ વધારો થશે. 25 વર્ષ પહેલાં આપણે ત્યાં  લોંગ ટર્મ ફાઇનાન્સનો એગ્રિકલ્ચર ફાઇનાન્સમાં 50 ટકા હિસ્સો હતો અને 25 વર્ષ પછી હિસ્સો ઘટીને 25 ટકા થયો છે, આપણે તેના વિશે ચિંતા કરવી જોઈએ. આસામ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશામાં આપણું આખું માળખું ધરાશાયી થયું છે. હાલમાં માત્ર 13 રાજ્યોમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કો અપેક્ષાકૃત દ્રષ્ટિએ કાર્યરત છે અને તે સરકારની અપેક્ષા મુજબ ચાલી રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003V334.jpg

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે આપણો દેશ ખેતીની જમીનની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા સ્થાને છે અને કૃષિ પ્રવૃત્તિની દ્રષ્ટિએ, આપણે 39.4 કરોડ એકર જમીન સાથે અમેરિકા પછી બીજા સ્થાને છીએ. આટલો મોટો વિસ્તાર વિકાસ કરવા માટે આપણી સમક્ષ છે અને તેથી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જો આપણે આ 39.4 કરોડ એકર જમીન પૂરી રીતે સિંચાઈયુક્ત કરી દઈએ તો ભારતના ખેડૂતો માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની ભૂખને ઠારવા માટે પૂરતા છે. પરંતુ તેમાં સિંચાઈ કરવી હોય અને પાણીની તંગી હોય તો માઈક્રો ઇરિગેશન સિસ્ટમમાં જવું પડે અને જોતવાનું પણ નાનું થયું હોય તો સહકારી મંડળીમાંથી પણ આપણે તેને ઇરિગેટ કરવાની છે. તેમણે કહ્યું કે મારો આગ્રહ છે કે આ બધી બૅન્કો પુનર્જીવિત થાય અને સરકાર, નાબાર્ડ અને ફેડરેશનો આ માટે કામ કરે. આગામી દિવસોમાં હું નાબાર્ડ, ફેડરેશન અને સહકારિતા વિભાગની એક સંયુક્ત બેઠક પણ બોલાવવા જઈ રહ્યો છું, જેમાં દરેક રાજ્યમાં લાંબા ગાળાનાં નાણાંની મજબૂત વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય. આ માટે ફેડરેશને પણ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં સહકારિતા વિભાગે અનેક પગલાં લીધાં છે. હમણાં-હમણાં એક ખૂબ મોટું પગલું લેવામાં આવ્યું છે કે ૨૫૦૦ કરોડના ખર્ચે તમામ પેકસને કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવશે. પેક્સ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બૅન્ક, સ્ટેટ કોઓપરેટિવ બૅન્ક અને નાબાર્ડ તમામ એકાઉન્ટિંગની દ્રષ્ટિએ ઓનલાઇન થશે અને એનાથી પારદર્શિતા સાથે પીએસીએસ ચલાવવામાં મોટો ફાયદો થશે. અમે હવે તાલીમની દ્રષ્ટિએ સહકારિતા યુનિવર્સિટી બનાવવાનો પણ સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જીઇએમ પ્લેટફોર્મ પર 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા તમામ એકમો પ્રાયોગિક સ્તરે ખરીદી શકશે. તેનાથી આપણી ખરીદી પણ સસ્તી થશે, પારદર્શિતા પણ આવશે અને ભ્રષ્ટાચાર પણ બંધ થશે. દેશમાં કોઈ સહકારી ડેટાબેઝ જ નથી અને જ્યાં સુધી ડેટાબેઝ હોય ત્યાં સુધી તમે વિસ્તરણ વિશે વિચારી શકતા જ નથી. દેશના કેટલા દરિયાકાંઠાના રાજ્યોમાં માછીમારોની સહકારી મંડળીઓ નથી, તેનો કોઈ ડેટાબેઝ આપણી પાસે નથી. દેશમાં કેટલા સિંચાઈમાં કામ કરે છે એવી કેટલી કો-ઓપરેટિવ છે, આપણી પાસે કોઈ ડેટાબેઝ નથી. કેટલા ગામો પેક્સના લાભથી વંચિત છે તેનો પણ ડેટાબેઝ નથી. અમે ડેટા બેઝ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે અને તેનો બહુ મોટો ફાયદો થવાનો છે. વિસ્તરણ ફક્ત ત્યારે થઈ શકે છે જો તમે જાણતા હોવ કે વિસ્તરણ ક્યાં કરવાનું છે. પાયાનું કામ પણ ભારત સરકારનાં સહકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પી..સી.એસ.ના મૉડેલ પેટા કાયદા સરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે અને હું તમામ સહકારી ચળવળ સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે તમે તમારા સૂચનો અને વ્યવહારિક અનુભવનો સાર અમને પીએસીએસના મૉડેલ પેટાકાયદા માટે જરૂરથી મોકલે. અમે પેક્સ બહુઆયામી બનાવવા માગીએ છીએ. તે ગેસ વિતરણ, સ્ટોરેજનું કામ કરશે, સસ્તા અનાજની દુકાન પણ આપણે લઈ શકીએ, પેટ્રોલ પંપ પણ લઈ શકીએ, એફપીઓ પણ બનાવી શકીએ, કોમ્યુનિકેશન સેન્ટર પણ બનાવી શકીએ, નળમાંથી પાણી વિતરણનું કામ પણ પૈક્સ કરી શકે. જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ થઈ જશે, ત્યારે તમામ પરિમાણોને સમાવિષ્ટ કરવા માટે એક વ્યવસ્થા પણ બનાવવામાં આવશે. પરંતુ જો તેને બહુઆયામી, બહુહેતુક બનાવવું હોય તો 70-80 વર્ષ પહેલા જે મૉડેલ પેટાકાયદાઓ બનાવવામાં આવ્યા હતા તેને બદલવા પડશે. તેમાં સહકારિતાનું તત્વ ઘટાડવાનું નથી, પરંતુ આજને અનુરૂપ પેક્સમાં કઈ કઈ નવી પ્રવૃત્તિઓ જોડી શકાય છે, એ જોડવાનું કામ અમે કર્યું છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં માર્કેટિંગ માટે પણ પ્રાથમિક કામગીરી કરી રહ્યું છે. અમે હસ્તકળાના માર્કેટિંગ માટે પણ મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ બનાવવાનું વિચાર્યું છે. ઇફ્કો અને કૃભકોને બિયારણ સુધારણાની જવાબદારી સોંપવામાં આવી છે, નિકાસ માટે પણ એક મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ્સનું એક્સપોર્ટ હાઉસ બનશે અને માટે પણ ભારત સરકાર પહેલ કરી રહી છે અને 15 ઑગસ્ટ પહેલાં અમે તેને જમીન પર ઉતારવાનું કામ કરીશું. શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારિતા વિભાગ માટે અંદાજપત્રીય ફાળવણીમાં પણ ખાસ્સો એવો વધારો કર્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Y4X2.jpg

શ્રી શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે કૃષિ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. આમાંથી મારે એમએસપી વિશે જરૂર કહેવું જોઈએ, જે તમારી સાથે જોડાયેલી છે. ડાંગરની ખરીદીમાં આશરે 88 ટકાનો વધારો થયો છે, અગાઉ 2013-14માં 475 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી, આજે 896 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવે છે અને લાભાર્થી ખેડૂતો 76 લાખથી વધીને 1 કરોડ 31 લાખ થયા છે. ઘઉંની ખરીદીમાં 72 ટકાનો વધારો થયો છે, અગાઉ 251 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી હતી અને આજે 433 લાખ મેટ્રિક ટનની ખરીદીએ છે. તે બતાવે છે કે સરકાર સંપૂર્ણપણે આપણી સાથે છે. કિસાન ક્રેડિટ કાર્ડ, સજીવ ખેતીને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, કૃષિ નિકાસ પ્રથમ વખત 50 અબજ ડૉલરને પાર થઈ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ માત્ર 8 વર્ષમાં 64 લાખ હેક્ટર ભૂમિને વધારાઈ છે, અગાઉનાં 70 વર્ષમાં 64 લાખ હેક્ટર અને છેલ્લાં 8 વર્ષમાં 64 લાખ હૅક્ટર. કૃષિ આંતરમાળખામાં સરકારનું રોકાણ જેટલું વધારે વધે છે, તેટલી જ આપણા સહકારી એકમોની, ખાસ કરીને કૃષિ ધિરાણની સહકારી મંડળીની સંભાવનાઓ વધતી જાય છે. કૃષિનું યાંત્રિકરણ પણ શરૂ થઈ ગયું છે, 10,000 એફપીઓ પર આશરે 6800 કરોડ રૂપિયાનું બજેટ ખર્ચ કરવામાં આવ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં મંડીઓમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે, કોઈ પણ સરકાર સહકારી ક્ષેત્રને વધારી શકે નહીં, પરંતુ માત્ર કોઓપરેટિવ આ ક્ષેત્રમાં વધારો કરી શકે છે. સરકાર તો તમને સુવિધા આપી શકે છે, પરંતુ ક્ષેત્રમાં સહકારિતાની ભાવનાને પુનર્જીવિત કરવી અને વર્ષોવર્ષ સુધી સતત વધતું રહે, પ્રકારનું સહકારી ક્ષેત્ર શરૂ કરવું આપણી જવાબદારી છે. સરકાર ગમે તેટલા પૈસા મૂકે તો પણ કોઓપરેટિવ વધશે નહીં, પરંતુ જો આપણે સહકારની ભાવનાને, આપણાં લક્ષ્યોને પુનર્જીવિત કરીશું અને લક્ષ્યો પ્રત્યે સમર્પિત રહીશું, લક્ષ્યની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરીશું, તો ચોક્કસપણે આગામી દિવસોમાં મોદીજીનાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનાં સ્વપ્નને પૂર્ણ કરવામાં સહકારિતાની બહુ મોટી ભૂમિકા રહેશે. તેમણે કહ્યું હતું કે, જો દેશના 70 કરોડ ગરીબ લોકોને કોઈ પણ ક્ષેત્ર સમાન વિકાસ, સર્વસમાવેશક વૃદ્ધિની પ્રક્રિયામાં ભાગીદાર બનાવી શકે છે, તો તે આપણું સહકારિતા ક્ષેત્ર કરી શકે છે.

 

SD/GP/JD



(Release ID: 1842037) Visitor Counter : 278