ગૃહ મંત્રાલય
જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેના નિધન પર આદરભાવ તરીકે આવતીકાલે એક દિવસીય રાષ્ટ્રીય શોક
Posted On:
08 JUL 2022 4:27PM by PIB Ahmedabad
જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેનું 08મી જુલાઈ 2022ના રોજ અવસાન થયું. દિવંગત મહાનુભાવ પ્રત્યે આદરભાવ તરીકે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે આવતીકાલે સમગ્ર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવાશે.
સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય તે તમામ ઈમારતો પર શોકના દિવસે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.
SD/GP/JD
(Release ID: 1840135)
Visitor Counter : 278