સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 11 જુલાઈના રોજ અગ્નિપથ પર સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિને બ્રીફ કરશે

Posted On: 07 JUL 2022 3:50PM by PIB Ahmedabad

સંરક્ષણ અંગેની સંસદીય સલાહકાર સમિતિની બેઠક 11 જુલાઈ, 2022 ના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ સમિતિના સભ્યોને તાજેતરમાં શરૂ કરાયેલ અગ્નિપથ યોજનાના વિવિધ પાસાઓ વિશે માહિતી આપવાના છે, જેના દ્વારા સૈનિકોની ભરતી ત્રણેય સેવાઓમાં હવેથી થશે.

સંરક્ષણ સચિવ, ત્રણ સર્વિસ ચીફ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા છે.

SD/GP/JD



(Release ID: 1839857) Visitor Counter : 208