ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે ગુજરાતના કેવડિયા ખાતે “ફોરેન્સિક સાયન્સ ક્ષમતાઓ: સમયબદ્ધ અને વૈજ્ઞાનિક તપાસ માટે મજબૂતીકરણ” વિષય પર ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
26 JUN 2022 6:33PM by PIB Ahmedabad
આ બેઠકમાં ખાસ કરીને ફોરેન્સિક તપાસ પર ફોજદારી ન્યાય પ્રણાલીની વધતી નિર્ભરતાને ધ્યાનમાં રાખીને દેશમાં ઉપલબ્ધ ફોરેન્સિક વિજ્ઞાન ક્ષમતાઓની સમીક્ષા કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપે છે અને ગુનાની શોધ અને નિવારણ અને અસરકારક કાયદાનાં અમલીકરણ માટે પ્રણાલીને મજબૂત કરીને લોક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય 90% સુધી દોષિત ઠરવાનો દર હાંસલ કરવા અને દેશમાં એક નાગરિક અનુકૂળ અને અસરકારક ફોજદારી ન્યાય વ્યવસ્થા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ અપરાધીઓ દ્વારા ટેકનોલોજીના ઉપયોગને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓને ગુનેગારોથી એક ડગલું આગળ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
કેન્દ્રની મોદી સરકાર પોલીસ તપાસ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક ક્ષેત્રે સુધારા માટે ત્રિ-પાંખીય અભિગમ પર રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે
ગૃહમંત્રીએ કહ્યું કે લક્ષ્યાંકિત દોષિત ઠરાવવાનો દર હાંસલ કરવા માટે ટેકનોલોજી આધારિત અને પુરાવા આધારિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે
અદ્યતન તપાસ તકનીકોના ઉપયોગ માટે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ સ્તરના પોલીસ કર્મચારીઓની ક્ષમતા નિર્માણ પર ભાર મૂકવો જોઈએ
ગૃહમંત્રીએ ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહીની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સૂચિત વ્યાપક સુધારાઓ દ્વારા દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સ્વતંત્ર પ્રોસિક્યુશન ડિરેક્ટોરેટ અને ફોરેન્સિક સાયન્સના એક સ્વતંત્ર નિર્દેશાલયની સ્થાપના થઈ રહી હોવાની વાત કરી
મોદી સરકાર 6 વર્ષથી વધુ કેદની સજાને પાત્ર અપરાધોના તમામ કેસોમાં ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે
કેન્દ્રીય ગૃહમંત્રી સૂચિત સુધારાને અમલમાં મૂકવા માટે જરૂરી ક્ષમતા નિર્માણ તરફ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની રૂપરેખા વિશે માહિતી આપી
રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટીની સ્થાપના કાયદા અમલીકરણ એજન્સીઓના માનવબળને તાલીમ આપવા માટે કરવામાં આવી છે જેથી તેમને ગુનાઓ, ખાસ કરીને સાયબર ક્રાઈમ, ડાર્ક-નેટ વગેરેનો સામનો કરવા માટે નવી ટેકનોલોજીના ઉપયોગમાં તાલીમ આપી શકાય
યુવાનોની નવી ટેક્નોલોજીમાં કુશળતા અને નવીનતાને આકર્ષવા માટે હેકાથોનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે
ફોરેન્સિક ક્ષેત્ર માટે પ્રશિક્ષિત માનવબળ પ્રદાન કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે
કેન્દ્ર સરકારે રાજ્યોને અનુરોધ કર્યો છે કે તેઓ દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક કૉલેજને NFSU સાથે સંલગ્ન કરે
ગુના નિવારણ માટે ગુનાની પેટર્નને ઓળખવા માટે એક મોડસ ઓપરેન્ડી બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે
દરેક જિલ્લામાં મોબાઈલ ફોરેન્સિક સાયન્સ યુનિટ સ્થાપવા સહિત સમગ્ર દેશમાં ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ એકમો એક જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ તાલુકાઓમાં સેવા આપશે
ઉચ્ચ ગુણવત્તાવાળા ફોરેન્સિક પરિણામો માટે દેશના તમામ FSLsમાં ફોરેન્સિક સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOPs) ને પ્રમાણિત કરવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે
ગૃહ મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સલાહકાર સમિતિની એક બેઠક આજે ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં “કોર્ટિક્યુલર સાયન્સ કેપેબિલિટીઝ: સ્ટ્રેન્થનિંગ ફોર ટાઈમ બાઉન્ડ એન્ડ સાયન્ટિફિક ઈન્વેસ્ટિગેશન” વિષય પર યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના બંને ગૃહોના સભ્યો, ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, શ્રી અજય કુમાર મિશ્રા, શ્રી નિશિથ પ્રામાણિક અને કેન્દ્રીય ગૃહ સચિવ તેમજ ગૃહ મંત્રાલય, NCRB અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને ફોરેન્સિક તપાસ પર ફોજદારી ન્યાય પ્રણાલીની વધતી નિર્ભરતાને ધ્યાનમાં રાખીને દેશમાં ઉપલબ્ધ ફોરેન્સિક વિજ્ઞાન ક્ષમતાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપે છે અને ગુનાઓની શોધ અને નિવારણ માટે પ્રણાલીઓને મજબૂત કરીને અને કાયદાનાં અસરકારક અમલીકરણ દ્વારા લોક કલ્યાણ માટે કટિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 90% સુધી દોષિત ઠરવાનો દર હાંસલ કરવા અને દેશમાં નાગરિક મૈત્રીપૂર્ણ અને અસરકારક ફોજદારી ન્યાય વ્યવસ્થા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી અમિત શાહે ગુનેગારો દ્વારા ટેક્નોલોજીના ઉપયોગને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓને તેમનાથી એક ડગલું આગળ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર પોલીસ તપાસ, પ્રોસિક્યુસન અને ફોરેન્સિક ક્ષેત્રે સુધારા માટે ત્રિ-પાંખિયા દૃષ્ટિકોણ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે લક્ષ્યાંકિત દોષિત ઠરાવ દર હાંસલ કરવા માટે ટેકનોલોજી આધારિત અને પુરાવા આધારિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે.
શ્રી શાહે અદ્યતન પરીક્ષણ તકનીકોના ઉપયોગમાં કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ સ્તરના પોલીસ કર્મચારીઓની ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયાની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સૂચિત વ્યાપક સુધારાઓ દ્વારા દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્વતંત્ર પ્રોસિક્યુશન ડિરેક્ટોરેટ અને ફોરેન્સિક સાયન્સનું સ્વતંત્ર ડિરેક્ટોરેટ સ્થાપિત કરાઇ રહ્યાની વાત કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર 6 વર્ષથી વધુ કેદની સજાને પાત્ર અપરાધોના તમામ કેસોમાં ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ સમિતિના સભ્યોને સૂચિત સુધારાને અમલમાં મૂકવા માટે જરૂરી ક્ષમતા નિર્માણ તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીની સ્થાપના કાયદા અમલીકરણ એજન્સીઓના માનવબળની તાલીમ માટે થઈ છે જેથી તેમને ગુનાઓ, ખાસ કરીને સાયબર ક્રાઈમ, ડાર્ક-નેટ વગેરેનો સામનો કરવા માટે નવી ટેકનોલોજીના ઉપયોગની તાલીમ આપી શકાય. આ ઉપરાંત નવી ટેકનોલોજીમાં યુવાનોની કુશળતા અને નવીનતાને આકર્ષવા માટે હેકાથોનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક ક્ષેત્ર માટે પ્રશિક્ષિત માનવશક્તિ પ્રદાન કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે રાજ્યોને અનુરોધ કર્યો છે કે તેઓ દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક કૉલેજને NFSU સાથે સંલગ્ન કરે. શ્રી શાહે જણાવ્યું હતું કે ગુનાખોરી અટકાવવા માટે ગુનાની પેટર્નને ઓળખવા માટે મોડસ ઓપરેન્ડી બ્યુરોની સ્થાપના પણ કરવામાં આવી છે.
સમિતિના સભ્યોએ કન્સલ્ટેટિવ કમિટીની બેઠકમાં 'ફોરેન્સિક સાયન્સ' જેવો મહત્વનો વિષય ઉઠાવવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો હતો અને તેમના સૂચનો આપ્યા હતા. સમિતિની બેઠકમાં શ્રી એન કે પ્રેમચંદ્રન, શ્રી કુંવર દાનિશ અલી, પ્રોફેસર (ડૉ.) રામ શંકર કથેરિયા, શ્રી સી એમ રમેશ, શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, શ્રીમતી લોકેટ ચેટર્જી, શ્રી વિજય કુમાર હંસદક, શ્રી નીરજ શેખર, શ્રી પી.પી. ચૌધરી, . શ્રી કે.સી. રામામૂર્તિ, શ્રી નબા (હીરા) કુમાર સરનિયા, શ્રી કે રવિન્દ્ર કુમાર અને શ્રી કે જી માધવે ભાગ લીધો હતો.
SD/GP/JD
(Release ID: 1837150)
Visitor Counter : 385