ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજનામાં 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી 'અગ્નિપથ યોજના' દ્વારા પ્રશિક્ષિત યુવાનો આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપી શકશે, આ નિર્ણય પર તેની વિસ્તૃત યોજના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Posted On: 15 JUN 2022 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ દ્વારા કહ્યું કે "'અગ્નિપથ યોજના' એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી નરેન્દ્ર મોદીજીનો એક સ્વપ્નદ્રષ્ટા અને આવકારદાયક નિર્ણય છે. આ સંદર્ભમાં, આજે ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી, 'અગ્નિપથ યોજના' દ્વારા પ્રશિક્ષિત યુવાનો આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપી શકશે. આ નિર્ણય અંગે વિગતવાર આયોજનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1834206) Visitor Counter : 240