સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તેમની ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (IRMA)ના 41મા વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો
Posted On:
12 JUN 2022 5:26PM by PIB Ahmedabad
શ્રી અમિત શાહે દીક્ષિત વિદ્યાર્થીઓને ડિગ્રીઓનું વિતરણ કરીને તેમનાં ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે મને ખાતરી છે કે અહીંથી વિદાય લીધા પછી તમે ભલે ગમે તે ક્ષેત્રમાં કામ કરો, પરંતુ તમે ગ્રામીણ વિકાસના વિચાર અને સંકલ્પને હંમેશા સમર્પિત રહેશો
શ્રી નરેન્દ્ર મોદીજીએ ગ્રામીણ વિકાસનો એક નવો ખ્યાલ દેશ અને વિશ્વ સમક્ષ મૂક્યો કે વ્યક્તિ, ગામ અને વિસ્તારના સમાનાંતર વિકાસ દ્વારા જ સર્વાંગી ગ્રામીણ વિકાસ શક્ય છે
નરેન્દ્ર મોદી સરકારે 8 વર્ષમાં વ્યક્તિ, ગામ અને વિસ્તાર, આ ત્રણેયના વિકાસ માટે ઘણું કામ કર્યું છે
આ દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવો અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડામાં રહેતા દરેક વ્યક્તિને સમૃદ્ધિ તરફ લઈ જવા, આમ કર્યા વિના દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકે નહીં
ગ્રામીણ વિકાસ તાર્કિક નથી હોતો, તે ત્યારે જ થાય છે જ્યારે તેને સમર્પિત લોકો ચંદનની જેમ પોતે ઘસાઇને તેની સુગંધ ગામડે ગામડે પહોંચાડે છે
જો આધુનિક સમયમાં ગ્રામીણ વિકાસ કરવો હોય તો તે માટે અભ્યાસક્રમ બનાવવો પડશે, તેને ઔપચારિક કરવો પડશે અને આજના સમયની જરૂરિયાતોને અનુરૂપ ગ્રામીણ વિકાસને પરિવર્તીત કરીને જમીન પર અમલમાં મૂકવો પડશે
જે વ્યક્તિ 'સ્વ'માંથી 'પર' તરફ જાય છે અને પોતાનાને બદલે બીજાનો વિચાર કરે છે, તે જ જ્ઞાની છે
આજે તમે લોકો અહીંથી શિક્ષિત થઈને જઈ રહ્યા છો, પરંતુ તમારી સાથે સાથે એમનો પણ વિચાર કરજો જેમના માટે સારું જીવન, શિક્ષણ અને બે ટાઈમની રોટી સપનું છે
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ડો. વર્ગીસ કુરિયનને યાદ કરતા કહ્યું હતું કે તેમણે ગ્રામીણ લોકોમાં ટકાઉ, પરિસ્થિતિને અનુરૂપ, અનુકૂળ અને ન્યાયસંગત અ સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી અને આ ઉદ્દેશ્ય હંમેશા તમારી નજર સમક્ષ રહેવો જોઈએ
જો આ દેશને સમૃદ્ધ, સુવિધાપૂર્ણ અને આત્મનિર્ભર બનાવવો હોય તો ગામડાંને સમૃદ્ધ, સુવિધાયુક્ત અને આત્મનિર્ભર બનાવવાં પડશે અને તેની શરૂઆત 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી થઈ છે
પ્રધાનમંત્રીજીએ બજેટની બહુ મોટી રકમને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ડાઇવર્ટ કરીને ગામોને કનેક્ટિવિટી આપી જેનાથી ગામમાં આર્થિક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ
ગામડાંઓમાં વીજળી નહોતી અને તેના કારણે ગામડાંના લોકો શહેરો તરફ જતા હતા, પરંતુ આજે નરેન્દ્ર મોદી સરકારે દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે અને તેનાં કારણે ગામડાંઓ પણ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે
પ્રધાનમંત્રીજીની પ્રાથમિકતાના કારણે ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે
કૃષિને આત્મનિર્ભર કર્યા વિના ગામનો સંપૂર્ણ વિકાસ ન થઈ શકે અને મોદીજીએ એ પ્રકારની વ્યવસ્થા કરી કે ખેડૂતોએ ઋણ લેવું જ ન પડે
આઝાદી પછી સૌ પ્રથમવાર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપનાનું કામ કર્યું છે
મોદીજીની કલ્પના અને સહકારિતા વિભાગ પાસેથી અપેક્ષા કરતાય આગળ વધીને દેશના ગ્રામીણ વિકાસમાં સહકારિતા વિભાગ તેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવશે અને ગ્રામીણ વિકાસ ઝડપી ગતિએ થશે
આજે પણ 70 ટકા ભારત ગામડાંમાં વસે છે અને સુવિધાઓના અભાવને કારણે તે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાથી વંચિત રહી જાય છે, જો આ જ 70% પ્રતિભાને આપણે દેશનાં અર્થતંત્રને ગતિ આપવાનાં કામ સાથે જોડી દઈએ તો 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું મોદીજીનું સપનું 5 વર્ષમાં પૂરું થતાં જોઇશું
સહકારિતાને વધુ સમાવિષ્ટ, પારદર્શક, આધુનિક અને ટેકનોલોજીયુક્ત બનાવવાનું છે તેમજ સહકારિતા દ્વારા વ્યક્તિ અને ગામડાંને આત્મનિર્ભર પણ બનાવવાં છે
નરેન્દ્ર મોદીજીએ આત્મનિર્ભર ભારતની કલ્પના આપણી સામે મૂકી છે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આત્મનિર્ભર ગામડાંઓની સંખ્યા વધશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તેમની ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (IRMA)ના 41મા વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. શ્રી અમિત શાહે દીક્ષિત વિદ્યાર્થીઓને ડિગ્રીઓનું વિતરણ કર્યું હતું અને તેમનાં ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે મને ખાતરી છે કે અહીંથી વિદાય લીધા પછી તમે ભલે ગમે તે ક્ષેત્રમાં કામ કરો, પરંતુ તમે ગ્રામીણ વિકાસના વિચાર અને સંકલ્પને હંમેશા સમર્પિત રહેશો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમનાં સંબોધનમાં કહ્યું કે, આજે અહીંથી ડિગ્રી લઈ રહેલા આ વિદ્યાર્થીઓ ગાંધીજીનાં સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવા જઈ રહ્યા છે. આ દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવા અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડાંમાં રહેતા દરેક વ્યક્તિને સમૃદ્ધિ તરફ લઈ જવા, આમ કર્યા વિના દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી. આજે, અહીંથી દીક્ષા લેનારા તમામ લોકોને મારી વિનંતી છે કે તમે જીવનભર આ દેશના ગ્રામીણ વિકાસ માટે કંઈક ને કંઇક કરતા રહો કારણ કે યોગદાન આપતા આપણને કોઈ રોકી શકશે નહીં. આજે ઇરમાને આપ ગુરુ દક્ષિણા આપીને પ્રતિજ્ઞા લઈને જાવ કે જીવનભર મારી દ્રષ્ટિ ગ્રામ વિકાસ સાથે જોડાયેલી રહેશે અને ગામના ગરીબોને સમૃદ્ધ કરવામાં લાગેલી રહેશે. શ્રી અમિત શાહે કહ્યું કે ગ્રામીણ વિકાસ તાર્કિક નથી હોતો, તે ત્યારે જ થાય છે જ્યારે તેને સમર્પિત લોકો ચંદનની જેમ જાતે ઘસાઇને સુવાસ ગામેગામ ફેલાવે છે. તેમણે કહ્યું કે જો આધુનિક સમયમાં ગ્રામીણ વિકાસ કરવો હોય તો તેના માટે અભ્યાસક્રમ બનાવવો પડશે, તેને ઔપચારિક બનાવવો પડશે અને આજના સમયની જરૂરિયાતો અનુસાર ગ્રામીણ વિકાસને રૂપાંતરિત કરીને જમીન પર અમલમાં મૂકવો પડશે. હું માનું છું કે સરદાર પટેલ, ત્રિભુવનભાઈની આ પવિત્ર ભૂમિ પર તેને ઉતારવાનું કામ ઈરમાએ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે અહીંથી 251 યુવાનો ડિગ્રી લઇને જશે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ 'સ્વ'માંથી 'પર' તરફ જાય છે અને પોતાની જગ્યાએ બીજાનો વિચાર કરે છે તે જ જ્ઞાની છે. આજે તમે લોકો અહીંથી શિક્ષિત થઈને જઈ રહ્યા છો, પરંતુ તમારી સાથે સાથે એમનો પણ વિચાર કરજો જેમના માટે સારું જીવન, શિક્ષણ, બે ટાઈમ રોટી એક સપનું છે. શ્રી શાહે કહ્યું કે જ્યારે તમે આવું વિચારશો ત્યારે તમને આત્મસંતોષનો અનુભવ થશે. કરોડો રૂપિયા કમાઈને પણ તમને સંતોષ નહીં મળે, પરંતુ તમારાં જીવનમાં કોઈ એક વ્યક્તિને આત્મનિર્ભર બનાવ્યા પછી તમને આત્મસંતોષ મળશે. જીવનમાં સંતોષ હોય ત્યારે જ મુક્તિ મળે છે અને બીજા માટે કામ કરવાથી જ સંતોષ મળે છે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ડૉ. વર્ગીઝ કુરિયનને યાદ કરતા કહ્યું કે તેમણે ગ્રામીણ લોકોમાં ટકાઉ, પરિસ્થિતિને અનુરૂપ, અનુકૂળ અને ન્યાયસંગત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપના માટે આ સંસ્થાનની સ્થાપના કરી અને આ ઉદ્દેશ્ય હંમેશા આપની નજર સમક્ષ રહેવો જોઇએ. જીવનમાં જ્યાંથી કંઇક પ્રાપ્ત કરો છો, એ પરત કરવાનું પણ જીવનમાં લક્ષ્ય રાખવું જોઇએ.
શ્રી શાહે કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે આ દેશનો આત્મા ગામડાંમાં વસે છે. આ દેશને જો સમૃદ્ધ, સુવિધાપૂર્ણ અને આત્મનિર્ભર બનાવવો હોય તો ગામને સમૃદ્ધ, સુવિધાપૂર્ણ અને આત્મનિર્ભર બનાવવાં પડશે અને એની શરૂઆત 2014માં શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ થઈ છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ ગ્રામીણ વિકાસની નવી કલ્પના દેશ અને દુનિયાની સામે મૂકી. જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ ન થાય ત્યાં સુધી ગામનો વિકાસ થતો નથી. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિનો વિકાસ કરવો, એનાં જીવનને સુવિધાપૂર્ણ બનાવવું, ગામ અને ક્ષેત્રનો વિકાસ કરવો, ત્યારે જઈને ગ્રામીણ વિકાસની આ કલ્પના પૂરી થાય છે. વ્યક્તિ, ગામ અને વિસ્તાર, આ ત્રણેયના વિકાસ માટે નરેન્દ્ર મોદી સરકારે આઠ વર્ષોમાં ઘણું બધું કર્યું છે. દેશના સાઠ કરોડ લોકો એવા હતા જેમની પાસે બૅન્ક ખાતાં જ ન હતાં અને એમને દેશનાં અર્થતંત્ર સાથે કોઇ નિસબત જ ન હતી. દેશમાં 8 વર્ષમાં એવો કોઈ પરિવાર નથી કે જ્યાં બૅન્ક ખાતું ન પહોંચ્યું હોય. તેમણે કહ્યું કે પૂર્વાંચલમાં ઘણા એવા પરિવારો છે જ્યાં આઝાદીનાં 70 વર્ષ પછી પણ વીજળી પહોંચી ન હતી. દેશનાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. દેશનાં દરેક ઘરમાં શૌચાલય જેવી લઘુત્તમ જરૂરિયાત પણ પૂરી ન થઈ હતી અને શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી અને આજે દેશનાં દરેક ઘરમાં શૌચાલય છે. દરેક ઘરમાં નળથી ફ્લોરાઇડવિહિન શુદ્ધ જળ પહોંચે એની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ગરીબનાં ઘરમાં ગેસ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. એની સાથે જ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય કાર્ડ આપીને પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સેવાઓ નરેન્દ્ર મોદી સરકારે દેશના સાંઠ કરોડ ગરીબોને આપી છે. વ્યક્તિનાં જીવનને સુવિધાયુક્ત બનાવવાં અને એનાં જીવનસ્તરને ઊંચું લાવવા માટે અઢળક કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યાં છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિકાસનું બીજું પાસું ગામડાંને સુવિધાજનક બનાવવાનું હતું અને આ માટે સૌથી મોટી બાબત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હતી, પરંતુ જો તાલુકા સાથે જોડાણ ન હોય તો ગામનો વિકાસ થઈ શકે નહીં. આજે પ્રધાનમંત્રીએ બજેટની મોટી રકમ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ડાયવર્ટ કરીને ગામડાંઓને કનેક્ટિવિટી આપી છે, જેના કારણે ગામમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. ગામડાંઓમાં વીજળી નહોતી અને તેનાં કારણે ગામડાંના લોકો શહેરો તરફ જતા હતા, પરંતુ આજે નરેન્દ્ર મોદી સરકારે દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે અને તેના કારણે ગામડાંઓ પણ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યાં છે.
શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજી પછી ખાદી વિસરાવી દેવાઇ હતી, પરંતુ પ્રધાનમંત્રીની પ્રાથમિકતાના કારણે ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ખેતીને આત્મનિર્ભર બનાવ્યા વિના ગામનો સંપૂર્ણ વિકાસ થઈ શકે નહીં અને મોદીજીએ એવી વ્યવસ્થા કરી કે ખેડૂતોને લોન લેવી જ ન પડે. આ દેશના 75 ટકા ખેડૂત 2 એકર કરતા ઓછી જમીન ધરાવે છે અને 2 એક્ર જમીન પર ખેડૂતનો ખર્ચ લગભગ છથી સાત હજાર રૂપિયા આવે છે. મોદીજીએ દરેક ખેડૂતને વર્ષે 6000 રૂપિયા આપીને એવી વ્યવસ્થા કરી છે જેથી ખેડૂતને લોન લેવાની જરૂર જ ન પડે. ખેતીને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂત પોતાનું ઉત્પાદન વધારી પણ લે, પરંતુ માર્કેટિંગ ક્યાં થશે તેનો સૌથી સહેલો રસ્તો સહકારી છે. આઝાદી પછી સૌ પ્રથમવાર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપનાનું કામ કર્યું છે. મોદીજીની કલ્પના અને સહકારિતા વિભાગ પાસે જે અપેક્ષા છે એનાથી પણ આગળ વધીને સહકારિતા વિભાગ દેશના ગ્રામીણ વિકાસમાં પોતાની ભૂમિકા બહુ સારી રીતે નિભાવશે અને ગ્રામીણ વિકાસ તેજ ગતિએ થશે.
શ્રી શાહે કહ્યું કે પ્રાદેશિક વિકાસ માટે પણ દેશના 100 એવા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા. તેમના માપદંડો બનાવાયાં જેમ કે સૌથી વધુ નિરક્ષર લોકો ક્યાં છે, ક્યાં ડ્રોપઆઉટ રેશિયો સૌથી વધુ છે, કુપોષણની સમસ્યા ક્યાં છે, ક્યાં લોકોને રહેવા માટે ઘર ઓછા લોકોને મળ્યું છે. આવાં માપદંડોના આધારે, આકાંક્ષી જિલ્લાઓની સૂચિ બનાવવામાં આવી હતી અને ભારત સરકાર અને રાજ્ય સરકારે તે જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. હું તમને આનંદ સાથે જણાવવા માગું છું કે મોદીજીની અઢી વર્ષની મહેનતને કારણે આજે ઘણા આકાંક્ષી જિલ્લાઓ વિકસિત જિલ્લાઓમાં સામેલ થઈ ગયા છે અને વિકાસની દોડમાં પોતાને આગળ જોઈ રહ્યા છે. અગાઉ વિકાસ શહેરોની આસપાસ થયો હતો અને દરિયા કિનારે, ટેકરીઓ પર, જંગલની અંદર વસેલા આદિવાસી જિલ્લાઓના વિકાસ વિશે કોઈ વિચારતું ન હતું. આજે શ્રી નરેન્દ્ર મોદીજીએ તમામ જિલ્લાઓના વિકાસની સમાન તક પૂરી પાડી છે અને તેમને પ્રાથમિકતાનાં ક્ષેત્રમાં પણ મૂક્યા છે અને આજે તે જિલ્લાઓ વિકાસ કરીને આગળ વધી રહ્યા છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લા ખનિજ ભંડોળ બનાવવામાં આવ્યું હતું, જેનાથી ખાણકામવાળા જિલ્લાના વિકાસ માટે બહુ મોટી રકમ મળે છે. CAMPA ફંડની યોજના શરૂ કરી, જે જિલ્લાઓને હરિયાળા બનાવશે. ગ્રામીણ વિકાસનું સમગ્ર વિઝન - વ્યક્તિ, ગામ અને વિસ્તારનો વિકાસ – શ્રી નરેન્દ્ર મોદી સરકારે જમીન પર ઉતારવાનું કામ કર્યું છે. આજે પણ 70 ટકા ભારત ગામડાંમાં રહે છે અને આજે પણ એવા લોકો ગામડાંઓમાં જ રહે છે જેમને વિકાસની સૌથી વધુ જરૂર છે. જે ભાઈ-બહેનોને વિકાસની તક મળી નથી તેમનાં જીવનના અંધકારને દૂર કરીને ઉજાસ તરફ લઈ જવાની જવાબદારી આપણી છે. ગ્રામીણ વિકાસ વિના ગામ દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર બની શકે નહીં અને જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી દેશની 70 ટકા પ્રતિભાઓ દેશના અર્થતંત્રના વિકાસથી વંચિત રહી જાય છે. દેશના 30 ટકા લોકો દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપી શકે નહીં કારણ કે બાકીના 70 ટકા લોકોનો બોજ જ તે ગતિને રોકી દેશે. એટલા માટે જો આપણે દેશની અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવાના કામ સાથે 70 ટકા ગ્રામીણ વસ્તીને જોડીશું તો 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન 5 વર્ષમાં જ સાકાર થતું જોઇશું. પરંતુ આ માટે ગ્રામીણ વિકાસને તળિયે સુધી પહોંચાડવાની જરૂર છે. મોદીજીએ આત્મનિર્ભર ભારતની કલ્પના આપણી સામે મૂકી છે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આત્મનિર્ભર ગામડાંની સંખ્યા વધશે. જો ગામને આત્મનિર્ભર બનાવવું હશે તો ગ્રામીણ વિકાસ વિના શક્ય જ નથી.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે IRMAએ પણ વધુ યોગદાન આપવાની જરૂર છે કારણ કે સહકારિતા સમાવેશી છે. સહકારિતાને વધુ સમાવિષ્ટ, પારદર્શક, આધુનિક અને ટેકનોલોજીયુક્ત બનાવવાની છે અને સહકારિતા દ્વારા વ્યક્તિ અને ગામને આત્મનિર્ભર પણ બનાવવાના છે. આ બધું ત્યારે જ બની શકે જ્યારે IRMA જેવી સંસ્થાઓ પોતાનું યોગદાન વધારશે. તેમણે કહ્યું કે શિક્ષણ એક એવી સુંદર વસ્તુ છે જે તમારાથી કોઈ છીનવી શકતું નથી, પરંતુ જો આપણે શિક્ષણના હેતુથી ભટકી જઈશું તો તમે તમારું પોતાનું શિક્ષણ તમારી પાસેથી જ છીનવી લેશો. જો આપણે તેના ઉદ્દેશ્ય તરફ મક્કમ રહીએ તો આપણે પોતાનો તો વિકાસ કરવાનો જ છે, પરંતુ તે પછી જે સમય બચે છે તે બીજાના વિકાસ માટે ખર્ચવો જોઈએ. આ પછી જે સમય બચે છે તે દેશના વિકાસ માટે લગાવવામાં આવશે તો મને લાગે છે કે શિક્ષણની સુંદરતા વધુ વધશે.
શ્રી અમિત શાહે કહ્યું કે અબ્દુલ કલામજીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિમાં એક એવી ઉપયોગીતા છે કે આ દેશને સૌથી સારું મગજ આપને વર્ગની છેલ્લી બૅન્ચ પર જ મળી શકે છે. તેથી જ કોઈને ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતાગ્રંથિ રાખવાની જરૂર નથી કારણ કે જન્મથી કોઈ પણ વ્યક્તિ મોટી નથી હોતી પણ વિચાર મોટો હોય છે.
SD/GP/JD
(Release ID: 1833326)
Visitor Counter : 295