વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

વિશ્વ આગામી વર્ષોમાં PM ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશેઃ શ્રી પીયૂષ ગોયલ

Posted On: 07 JUN 2022 11:38AM by PIB Ahmedabad

શ્રી પિયૂષ ગોયલે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ આગામી વર્ષોમાં પીએમ ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશે. પીએમ ગતિ શક્તિ ગેમ ચેન્જર બની રહેશે એમ ઉમેરતાં મંત્રીએ સૂચન કર્યું કે જે લોકો ઔદ્યોગિક એકમો સ્થાપવા માગે છે તેઓ પહેલનો ઉપયોગ કરે. તેઓ આજે કોચી ખાતે NICDC (નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) દ્વારા આયોજિત રોકાણકારોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ રોકાણકારોને ઉદ્યોગોની સ્થાપના માટે કેરળ રાજ્યના કુદરતી ફાયદાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય વ્યાપારને સીમલેસ અને લોકો માટે પરવડે તેવા બનાવવાનો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન આ વિઝન પર એકદમ સ્પષ્ટ છે. શ્રી પીયૂષ ગોયલે ઉમેર્યું હતું કે, મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર સુશાસનનો સંદેશ ફેલાવી રહી છે.

કેરળ સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી પી. રાજીવે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષમાં એક લાખ સાહસો સ્થાપવાનું લક્ષ્ય હતું. તેમણે કેન્દ્રીય મંત્રીને બેંગલુરુ-કોચી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને તિરુવનંતપુરમ સુધી લંબાવવાની પણ વિનંતી કરી. શ્રી રાજેન્દ્ર રત્નૂ, જોઈન્ટ સેક્રેટરી, DPIIT, સંતોષ કોષી થોમસ, MD, KINFRA, સુમન બિલ્લા, અગ્ર સચિવ, કેરળ સરકાર, અભિષેક ચૌધરી, વાઇસ પ્રેસિડેન્ટ, NICDCએ પણ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1831817) Visitor Counter : 198