માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

'મુજીબ- ધ મેકિંગ ઑફ અ નેશન'નું ટ્રેલર ફેસ્ટિવલ ડી કાન્સમાં રિલીઝ થયું


સારા પડોશી સંબંધોનું ઉદાહરણ છે આ મૂવીઃ શ્રી અનુરાગ ઠાકુર

ભારતીય સૈનિકોનાં બલિદાનને હંમેશા યાદ રાખીશુંઃ ડૉ. મહેમૂદ

Posted On: 19 MAY 2022 10:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી ડૉ. હસન મહમુદે આજે સંયુક્ત રીતે શ્રી શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત, ભારત-બાંગ્લાદેશ સહ-નિર્માણ ફીચર ફિલ્મ 'બંગબંધુ,' મુજીબ - ધ મેકિંગ ઑફ એ નેશનનું 90 સેકન્ડનું રસિક ટ્રેલર રિલીઝ કર્યું હતું.

આ પ્રસંગે પ્રેક્ષકોને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ ફિલ્મ, ભારત અને બાંગ્લાદેશનું સહ-નિર્માણ છે ત્યારે તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પહેલ હતી. "આ ફિલ્મ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનજીની જન્મ શતાબ્દી પર ભેટ છે", એમ મંત્રીએ ટિપ્પણી કરી. ફિલ્મનાં નિર્માણમાં થયેલા સંઘર્ષ અંગે ટિપ્પણી કરતા શ્રી ઠાકુરે કહ્યું કે જ્યારે વિશ્વ કોવિડ મહામારી દરમિયાન પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ફિલ્મ પર કામ ચાલુ હતું. જ્યારે વિશ્વ વિવિધ પડોશી દેશો વચ્ચે ઝઘડો જોઈ રહ્યું છે, ત્યારે શ્રી ઠાકુરે સારા પડોશી સંબંધોનાં ઉદાહરણ તરીકે આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મ દ્વારા બંને દેશો એકબીજાના કામને પૂરક બનાવે છે. મંત્રીએ આ પહેલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના બંનેનો આભાર માન્યો હતો.

શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ વર્ષે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ હોવાથી અને માર્ચે ડુ ફિલ્મમાં ભારત કન્ટ્રી ઑફ ઑનર છે, ત્યારે ટ્રેલર રિલીઝ કરવા અને ભારત અને બાંગ્લાદેશની મિત્રતાને પ્રદર્શિત કરવા માટે આનાથી વધુ સારી તક બીજી કોઈ હોઈ શકે નહીં. તેમણે સમારોહમાં હાજરી આપવા બદલ સમગ્ર બાંગ્લાદેશ પ્રતિનિધિમંડળનો આભાર માન્યો હતો.

ડો હસન મહમુદે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનનાં સંઘર્ષ, વેદના અને રાષ્ટ્ર નિર્માણ પર આધારિત છે. બંને દેશો વચ્ચેના સંબંધોને પૂરક બનાવતા તેમણે કહ્યું હતું કે બે પ્રધાનમંત્રીઓ શેખ હસીના અને શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બાંગ્લાદેશ અને ભારતના સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શ્યા છે. "આ ફિલ્મ બંને દેશો વચ્ચેના સંબંધોની મજબૂતાઈ અને ઊંડાણનું પ્રદર્શન છે", ડૉ. મહમુદે ઉમેર્યું. મંત્રીએ 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં સમર્થન આપવા બદલ ભારતની જનતાનો આભાર માન્યો હતો. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશીઓ ભારતીય સૈનિકોનાં બલિદાનને હંમેશા યાદ રાખશે.

ફિલ્મ વિશે બોલતા, ડૉ. મહમુદે કહ્યું કે આ ફિલ્મ રાષ્ટ્રને આઝાદ કરાવવા માટે શેખ મુજીબનાં સંઘર્ષ, પીડા અને વેદના વિશે છે. "વિશ્વના લોકો જાણશે કે કેવી રીતે તેઓ ફાંસી સામે અડીખમ રહ્યા અને તેમણે કેવી રીતે એક નિઃશસ્ત્ર રાષ્ટ્રને સશસ્ત્રમાં પરિવર્તિત કર્યું અને મુક્તિ યુદ્ધનું નેતૃત્વ કર્યું. આવા મહાન લોકોનાં આખાં જીવનને 3 કલાકમાં કેપ્ચર કરવું સહેલું નથી પણ ફિલ્મ બનાવનારી ટીમે ઘણું સારું કામ કર્યું છે.”, એમ તેમણે વધુમાં ઉમેર્યું.

રેકોર્ડેડ મેસેજમાં પોતાનો સંદેશ આપતાં, શ્રી શ્યામ બેનેગલે કહ્યું કે, “ટ્રેલર બહાર પડી ગયું છે અને મને આશા છે કે દર્શકો તેની પ્રશંસા કરશે. આ ફિલ્મ માટે કામ કરવું એ એકદમ શાનદાર સફર હતી કારણ કે મને બેઉ દેશોના કલાકારો અને ટેકનિશિયનો સાથે કામ કરવાની તક મળી હતી અને ભારત અને બાંગ્લાદેશના પ્રધાનોનો તેમના ઉમળકાભેર સમર્થન માટે આભારી છું.”

શ્રી અપૂર્વ ચંદ્ર, પ્રસારણ અને માહિતી સચિવ, ભારત, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત જાવેદ અશરફ, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં બાંગ્લાદેશના રાજદૂત શ્રી ખોંડકર મોહમ્મદ તલ્હા ફિલ્મના કલાકારો સાથે આ પ્રસંગે હાજર હતા.

 

 

ફિલ્મ વિશે

મુજીબ - ધ મેકિંગ ઓફ અ નેશન શ્રી શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મ “બંગબંધુ” માટેના સહ-નિર્માણ કરાર પર 14મી જાન્યુઆરી, 2020ના રોજ બે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ - NFDC અને ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (FDC), બાંગ્લાદેશ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માહિતી પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને માહિતી પ્રસારણ મંત્રાલય, બાંગ્લાદેશ સરકાર આ ફિલ્મના નિર્માતા છે.

ફિલ્મનું કુલ બજેટ 10 મિલિયન અમેરિકી ડૉલર (ભારતીય રૂપિયા 75 કરોડ)થી વધુનું છે જે અનુક્રમે ભારત અને બાંગ્લાદેશ દ્વારા 40:60 ના ગુણોત્તરમાં વહેંચાયેલું છે. આ ફિલ્મ મહાન નેતાને તેમની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશની રચનાનાં 50 વર્ષ પૂરાં થવા પર શ્રદ્ધાંજલિ છે. COVID-19 મહામારીને કારણે રિલીઝમાં વિલંબ થયો છે. ફિલ્મ “બંગબંધુ”નું ભારત અને બાંગ્લાદેશમાં ચાર શેડ્યુલમાં ફેલાયેલ સમગ્ર શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ ફિલ્મ 2022ના અંત સુધીમાં તૈયાર થવાની આશા છે.

રાષ્ટ્રના પ્રેમ અને મુજીબ નામની લાગણી માટે મુખ્ય ભૂમિકામાં રહેલા કલાકારો આરિફિન શૂવો અને  નુસરત ઇમરોઝ તિશાએ મફતમાં કામ કર્યું છે અને ટોકન રકમ તરીકે માત્ર 1 બાંગ્લાદેશી ટકા (0.011 USD) લીધા છે. શ્રી અરિફિન શુવોએ શેખ મુજીબુર રહેમાનની ભૂમિકા ભજવી છે અને તેમનાં જીવનની શરૂઆતના દિવસોથી લઈને મેકિંગ ઑફ અ નેશન સુધીની સફર ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સુશ્રી નુસરત ઇમરોઝ તિશા, મુજીબનાં જીવન સંગિની શેખ ફઝિલા તુન્નેસા (રેણુ)ની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ તેમના પરિવાર, સંઘર્ષ, શક્તિ અને વિશ્વના મહાન નેતાઓમાંના એક તરીકે મુજીબની સફળતામાં તેમની ભૂમિકા દર્શાવે છે.

 

 

નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) વિશે –

વર્ષ 1975 માં સ્થાપિત નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ભારતમાં સારા સિનેમા ચળવળને પ્રોત્સાહન આપવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. NFDC વિવિધ ભારતીય ભાષાઓમાં દેશભરમાં સ્વતંત્ર ફિલ્મોનાં નાણાંવ્યવસ્થા, વિતરણ અને વિકાસને સમર્થન આપવા માટે એક ઇકોસિસ્ટમ બનાવવા માટે નિમિત્ત છે.

બાંગ્લાદેશ ફિલ્મ વિકાસ નિગમ (BFDC) વિશે –

સંસ્થાની સ્થાપના 1959માં પૂર્વ પાકિસ્તાન ફિલ્મ વિકાસ નિગમ તરીકે કરવામાં આવી હતી જે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા પછી બાંગ્લાદેશ ફિલ્મ વિકાસ નિગમમાં બદલાઈ ગઈ હતી. દર વર્ષે 3 એપ્રિલે બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ફિલ્મ દિવસ મનાવવામાં આવે છે, તે દિવસનું આયોજન અને ઉજવણી કરવામાં આવે છે. કોર્પોરેશન આ દિવસ એ પ્રસંગને ચિહ્નિત કરે છે જ્યારે પૂર્વ પાકિસ્તાનના તત્કાલીન ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શેખ મુજીબુર રહેમાને પૂર્વ પાકિસ્તાન ફિલ્મ વિકાસ નિગમની રચના માટે બિલ રજૂ કર્યું હતું.

 

ફિલ્મનું ટ્રેલર

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1826783) Visitor Counter : 315