ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહના નિર્દેશો હેઠળ ગૃહ મંત્રાલયે કલ્યાણ અને પુનર્વસન બૉર્ડ (WARB) દ્વારા 'CAPF પુનર્વાસ' શરૂ કર્યું છે


આ પોર્ટલ નિવૃત્ત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઇફલ્સના કર્મચારીઓને ખાનગી સુરક્ષા એજન્સીઓ સાથે પુનઃરોજગાર મેળવવા માટે તેમની કુશળતાનાં ક્ષેત્ર અને પસંદગીનાં રોજગાર સ્થાન સાથે WARB વેબસાઇટ પર વ્યક્તિગત વિગતો અપલોડ કરીને યોગ્ય જોડ શોધવામાં મદદ કરશે

CAPF કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ એ શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે

આ પહેલ CAPF ના કર્મચારીઓનાં કલ્યાણ તરફનું એક પગલું છે અને તેમની પુનઃસ્થાપન જરૂરિયાતોને પહોંચી વળવામાં ઘણું આગળ વધશે

Posted On: 07 MAY 2022 3:50PM by PIB Ahmedabad

નિવૃત્ત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલના કર્મચારીઓને ખાનગી સુરક્ષા એજન્સીઓ સાથે રોજગાર મેળવવાની સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે, કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહના નિર્દેશો હેઠળ ગૃહ મંત્રાલયે વેલ્ફેર એન્ડ રિહેબિલિટેશન બોર્ડ (WARB) મારફત 'CAPF પુનર્વાસ' શરૂ કર્યું છે. આ પોર્ટલ પુનઃરોજગાર મેળવવા માગતા નિવૃત્ત કર્મચારીઓને તેમની નિપુણતાનાં ક્ષેત્ર અને પસંદગીનાં રોજગાર સ્થાન સાથે તેમની વ્યક્તિગત વિગતો WARB વેબસાઇટ પર અપલોડ કરીને યોગ્ય જોડ શોધવામાં મદદ કરશે. ગૃહ મંત્રાલય ખાનગી સુરક્ષા એજન્સીઓ (પીએસએ)ની નોંધણી માટે ખાનગી સુરક્ષા એજન્સી નિયમન અધિનિયમ (પીએસએઆરએ) હેઠળ એક પોર્ટલ પણ ચલાવે છે. CAPF કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ એ શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

બંને વૅબસાઇટ હવે એકબીજા સાથે જોડાયેલી છે જેના દ્વારા નિવૃત્ત CAPF કર્મચારીઓનો ડેટાબેઝ કે જેમણે 'CAPF પુનર્વાસ' પર અરજી કરી છે તે PSAs દ્વારા PSARA વૅબસાઇટ મારફત એક્સેસ કરી શકાય છે જેના પરિણામે કામ ઇચ્છતા-જૉબ સીકર્સ અને કામ આપનારા-જૉબ પ્રોવાઈડર બંને માટે એક જ પ્લેટફોર્મ છે. ગૃહ મંત્રાલયની આ નવી પહેલ PSAને 'CAPFs Punarvaas' હેઠળના ડેટા બેઝની ડિજિટલ રીતે ઍક્સેસ પ્રદાન કરે છે.

સુરક્ષા સેવાઓની આવશ્યકતા ધરાવતા વ્યવસાયિક સંસ્થાનોની સંખ્યામાં વધારો થવા સાથે, PSAની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે જેનાથી સુરક્ષા કર્મચારીઓની જરૂરિયાતમાં વધારો થયો છે. એક તરફ, PSAs ને CAPF ના નિવૃત્ત અને ઈચ્છુક કર્મચારીઓના ડેટાબેઝને ઍક્સેસ કરીને ફાયદો થશે જેઓ સુરક્ષા અને અન્ય સુરક્ષા સંબંધિત સેવાઓ પ્રદાન કરવામાં સારી રીતે પ્રશિક્ષિત છે; બીજી તરફ આ પહેલ નિવૃત્ત CAPF કર્મચારીઓને PSAમાં રોજગાર મેળવવા માટે એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ પહેલ CAPFના કર્મચારીઓનાં કલ્યાણ તરફનું એક પગલું છે અને તેમની પુનઃસ્થાપન જરૂરિયાતોને પહોંચી વળવામાં ઘણું આગળ વધશે.

*****

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823540) Visitor Counter : 188