પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીની નોર્વેના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

પોસ્ટેડ ઓન: 04 MAY 2022 2:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન જોનાસ ગહર સ્ટોર સાથે 2જી ઈન્ડિયા નોર્ડિક સમિટની સાથે સાથે કોપનહેગનમાં મુલાકાત કરી હતી.  ઓક્ટોબર 2021માં પ્રધાનમંત્રી સ્ટોર દ્વારા કાર્યભાર સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.

બંને પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોમાં ચાલી રહેલી ગતિવિધિઓની સમીક્ષા કરી અને ભવિષ્યના સહયોગના ક્ષેત્રો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નોર્વેની કુશળતા અને ભારતના કાર્યક્ષેત્રે કુદરતી પૂરકતા પ્રદાન કરી છે. બંને નેતાઓએ બ્લુ ઈકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સ્પેસ કોઓપરેશન, લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ, હેલ્થ અને કલ્ચર જેવા ક્ષેત્રોમાં જોડાણને વધુ ગાઢ બનાવવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી.

પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા થઈ. યુએનએસસીના સભ્યો તરીકે, ભારત અને નોર્વે પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર યુએનમાં એકબીજા સાથે સંકળાયેલા છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1822592) મુલાકાતી સંખ્યા : 262