ગૃહ મંત્રાલય
કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના 13મા સ્થાપના દિન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા
Posted On:
21 APR 2022 6:17PM by PIB Ahmedabad
આજનો દિવસ રાષ્ટ્રીય તપાસ એજન્સીની સાથે સાથે ગૃહ મંત્રાલય માટે પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનઆઈએ આંતરિક સુરક્ષા માટેના એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રને ખૂબ જ ખુમારી અને નિપુણતા સાથે સંભાળી રહી છે અને તેને આગળ ધપાવી રહી છે
હું સમગ્ર એનઆઈએ પરિવારને વિશ્વાસ અપાવવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને આગળ ધપી રહી છે એમાં, એનઆઈએને જો કોઈપણ સહાયની જરૂર પડશે તે પૂરી પાડવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે
NIA એ 90 ટકા કરતાં વધુ આરોપ પુરવાર કરવાનો દર જાળવીને ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સેટ કર્યું છે અને પ્રધાનમંત્રી મોદીની આતંકમુક્ત ભારત અને આતંકવાદ વિરૂધ્ધ 100 ટકા ઝીરો ટોલરન્સનું જે લક્ષ્ય છે તેને સિધ્ધ કરવામાં NIAની ખૂબ મોટી ભૂમિકા છે
NIA એ એવા અપરાધોની તપાસ કરવાની હોય છે કે જેમાં સાક્ષીઓ અને પુરાવા મળવામાં તકલીફ પડતી હોય છે, તો પણ NIAએ આરોપો પુરવાર કરવા માટેની સિધ્ધિ હાંસલ કરી છે તે સમગ્ર દેશની પોલીસ તેમજ આતંકવાદી વિરોધી તમામ એજન્સીઓ માટે પ્રેરણાનો સ્રોત છે અને હું તેના માટે સંપૂર્ણ એનઆઈએ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે
માનવ અધિકારોનું આતંકવાદ કરતાં મોટું કોઈ ઉલ્લંઘન હોઈ શકે નહીં. એટલા માટે આતંકવાદનો સમૂળગો નાશ માનવ અધિકારોની રક્ષા માટે ખૂબ જ જરૂરી છે. એનઆઈએએ દ્રઢ નિશ્ચય સાથે આતંકવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ
જમ્મુ-કાશ્મીરમા આતંકવાદીઓ સાથે લડવું તે એક વાત છે, પણ આતંકવાદને મૂળ સાથે ઉખાડી નાખવો તે બીજી બાબત છે. તેને જો ઉખાડીને ફેંકી દેવાનો હોય તો આપણે તેમની ટેરર ફંડીંગની તમામ વ્યવસ્થાઓને ધ્વસ્ત કરવી પડશે
મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી એનઆઈએએ ટેરર ફંડીંગના જે કેસ નોંધ્યા છે, તે અંગે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તેમણે જમ્મુ- કાશ્મીરમાંથી આતંકવાદને મૂળ સાથે ઉખેડી નાખવાની દિશામાં ખૂબ મોટી સહાય કરી છે
એનઆઈએની સતર્કતાના કારણે આજે આતંકવાદીઓને નાણાં પૂરા પાડનાર લોકોના રસ્તાઓ નિયંત્રિત કરી દેવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં જે ઓવરગ્રાઉન્ડ કામદારો હતા તેમના પર એનઆઈએએ ઘણાં બધા કેસ રજિસ્ટર કર્યા છે અને તેમના સ્લીપરસેલને ધ્વસ્ત કરી દેવાનું ઘણું મોટું કામ કર્યું છે
ટેરર ફંડીંગ બાબતે 105 કેસ રજિસ્ટર થયા, 876 આરોપીઓ વિરૂધ્ધ 94 ચાર્જશીટ દાખલ કરવામાં આવી, 796 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી અને તેમાંથી 100 આરોપીઓને દોષિત પુરવાર કરવામાં આવ્યા છે તે ઘણી મોટી સિધ્ધિ છે
આતંકવાદ કોઈપણ સભ્ય સમાજ માટે એક અભિશાપ છે. દુનિયામાં આ અભિશાપને કારણે જો કોઈએ સૌથી વધુ દર્દ સહન કર્યું હોય તો તે આપણાં દેશે કર્યું છે
તપાસ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન થવું જોઈએ. તપાસ હવે થર્ડ ડીગ્રીથી નહીં, પણ ટેકનિક, ડેટા અને માહિતીના પ્રમાણ ઉપર આધારિત હોવી જોઈએ
પરંતુ, આ પરિવર્તન લાવવા માટે ડેટાબેઝ હોવો જોઈએ. એનઆઈએને માદક પદાર્થ, હવાલા કારોબાર, હથિયારોની હેરાફેરી, નકલી ચલણ, બોમ્બ વિસ્ફોટ, ટેરર ફંડીંગ અને આતંકવાદ સહિત 7 ક્ષેત્રોમાં એક રાષ્ટ્રીય ડેટા બેઝ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને તેની ખૂબ સારી રીતે શરૂઆત પણ થઈ ગઈ છે
સરકારનો હવે એ પ્રયાસ રહ્યો છે કે તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓ સાથે આતંકવાદ સંબંધિત તમામ માહિતીઓનું આદાન- પ્રદાન કરવાનો સમન્વય સ્થાપિત કરવામાં આવે. આતંકવાદ વિરોધી કાયદાઓને મજબૂત અને નક્કર બનાવવામાં આવે. આતંકવાદી વિરોધી સંસ્થાઓને તાકાત પૂરી પાડવામાં આવે અને આતંકવાદી બાબતોમાં આપણે 100 ટકા આરોપ પુરવાર કરવાની સિધ્ધિ હાંસલ કરીને આગળ ધપીએ
આ ચાર સ્તંભોને આધારે આતંકવાદ વિરોધી અભિયાન આગળ ધપી શકે છે અને મને આનંદ છે કે આ ચાર સ્તંભો બાબતે એનઆઈએએ ઘણી સારી પ્રગતિ કરી છે
દેશમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર રચાઈ તે પછી વર્ષ 2014માં એનઆઈએના સશક્તીકરણ માટે અનેક કામ કરવામાં આવ્યા છે, અમે ઈચ્છીએ છીએ કે એનઆઈએ સશક્ત અને મજબૂત બને તથા દુનિયાભરમાં એનઆઈએને આતંકવાદ વિરોધી એજન્સી તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થાય
અમે NIA એક્ટ અને UAPA એક્ટને મજબૂત કરવાનું કામ કર્યું છે. ભારતની બહાર કોઈપણ આતંકવાદી હુમલામાં જ્યાં ભારતીયોને નુકસાન થયું હોય તેવા કિસ્સાઓમાં તપાસ કરવાનો અધિકાર એનઆઈએને આપવામાં આવ્યો છે અને એનઆઈએને હવે આંતરરાષ્ટ્રીય એજન્સી તરીકે સ્વિકૃતિ આપવાનું લક્ષ્ય નક્કી કરીને પણ તે સિધ્ધ કરવું જોઈએ
અગાઉ એનઆઈએને આતંકવાદી સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો અધિકાર હતો, હવે ભારતમાં પ્રથમ વખત અમે સંગઠનોની સાથે સાથે વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર એનઆઈએને આપ્યો છે અને અત્યાર સુધીમાં 36 વ્યક્તિઓને આતંકવાદી જાહેર પણ કરવામાં આવ્યા છે. આ એક નવા પ્રકારની શરૂઆત છે
પ્રધાનમંત્રી મોદીજીએ દેશની સામે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તેને હાંસલ કરવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે
દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવમાં એનઆઈએએ પણ આવતા વર્ષે 25 વર્ષના લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ અને તે સિધ્ધ કરવા માટે રોડમેપ બનાવવો જોઈએ
કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના 13મા સ્થાપના દિન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ એનઆઈએના અધિકારીઓને ઉત્કૃષ્ઠ સેવા બદલ પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી અજયકુમાર મિશ્રા અને શ્રી નિશિથ પ્રામાણિક, રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિદેશક, દિલ્હીના પોલીસ કમિશ્નર અને એનઆઈએના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.
પોતાના સંબોધનમાં કેન્દ્રના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રીય તપાસ એજન્સીની સાથે સાથે ગૃહ મંત્રાલય માટે પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનઆઈએ આંતરિક સુરક્ષા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્રને ખૂબ જ ખુમારી અને નિપુણતા સાથે સંભાળી રહી છે અને તેને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે એનઆઈએએ એવા અપરાધોની તપાસ કરવાની હોય છે કે જ્યાં સાક્ષીઓ અને પૂરાવા મળવામાં તકલીફ પડતી હોય છે. આવું હોવા છતાં પણ એનઆઈએ એ આરોપો પુરવાર કરવાની સિધ્ધિ હાંસલ કરી છે અને તે સમગ્ર દેશની પોલીસ અને આતંકવાદ વિરોધી તમામ એજન્સીઓ માટે પ્રેરણારૂપ છે અને હું તે માટે સમગ્ર એનઆઈએ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
શ્રી અમિત શાહે જણાવ્યું કે કોઈપણ સંસ્થા માટે 13 વર્ષનો સમય વિતાવવો તે શિશુ અવસ્થા સમાન હોય છે, પણ દેશના ગૃહમંત્રી હોવાના નાતે હું ચોક્કસપણે કહી શકું તેમ છું કે એનઆઈએએ ખૂબ જ ટૂંકાગાળામાં 90 ટકા કરતાં વધુ આરોપો પુરવાર કરવાની સાથે સાથે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સ્થાપિત કર્યું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આતંકમુક્ત ભારત અને આતંકવાદ સામે 100 ટકા ઝીરો ટોલરન્સનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવામાં એનઆઈએની ઘણી મોટી ભૂમિકા છે. ગૃહમંત્રીએ કહ્યું કે સમગ્ર એનઆઈએ પરિવારને હું આશ્વસ્થ કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને આગળ ધપી રહી છે. તેમાં એનઆઈએને જે પણ સહાય જોઈએ તે પૂરી પાડવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું કે આજે આપણો દેશ વિકાસના માર્ગે આગળ ધપી ચૂક્યો છે અને આજે સમગ્ર દુનિયાના દરેક ક્ષેત્રમાં એ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે કે ભારત વગર વિશ્વના લક્ષ્ય પૂરાં થઈ શકતા નથી. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે ભારતની આંતરિક સુરક્ષાને સુદ્રઢ અને સુનિશ્ચિત બનાવવામાં આવે.
કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ જણાવ્યું કે આતંકવાદ કોઈપણ સભ્ય સમાજ માટે અભિશાપ છે. દુનિયામાં જો કોઈએ આ અભિશાપનું સૌથી મોટું દર્દ સહન કર્યું હોય તો તે આપણાં દેશે સહન કર્યું છે. આતંકવાદ કરતાં મોટું માનવ અધિકારોનું કોઈ ઉલ્લંઘન હોઈ શકે નહીં. એટલા માટે આતંકવાદનો મૂળ સહિત નાશ થાય તે માનવ અધિકારોના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. એનઆઈએએ દ્રઢ નિશ્ચય સાથે આતંકવાદને સમાપ્ત કરવાની દિશામાં આગળ ધપવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે એનઆઈએ એ વિતેલા 7 વર્ષમાં અનેક કઠીન ક્ષેત્રોમાં ખૂબ સારૂં કામ કર્યું છે અને હું જમ્મુ- કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડવું તે એક બાબત છે, પણ આતંકવાદને મૂળ સમેટ ઉખાડી દેવા તે બીજી બાબત છે. જો તેને ઉખાડીને ફેંકી દેવા હોય તો આપણે ટેરર ફંડીંગની તેમની તમામ વ્યવસ્થાઓને ધ્વસ્ત કરી દેવી પડશે. મોદીજી પ્રધાનમંત્રી બન્યા તે પછી એનઆઈએ દ્વારા ટેરર ફંડીંગના જે કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે, હું વિશ્વાસ સાથે કહી શકું તેમ છું કે તેનાથી જમ્મુ- કાશ્મીરમાંથી આતંકવાદને મૂળમાંથી ઉખેડી નાંખવાની દિશામાં ખૂબ મોટી સહાયતા થઈ છે. એનઆઈએની સતર્કતાને કારણે આજે આતંકવાદીઓને પૈસા પૂરા પાડનારા લોકો પર નિયંત્રણ લાગી ગયા છે. જમ્મુ- કાશ્મીરમાં જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ હતા તેમના પર એનઆઈએએ ઘણાં બધા કેસ રજિસ્ટર કર્યા છે અને તેમના સ્લીપર સેલને ધ્વસ્ત કરી દેવાનું ઘણું મોટુ કામ કર્યું છે. ટેરર ફંડીંગ અંગે આજ સુધીમાં અમારી એજન્સીઓએ તેમની અલગ અલગ પધ્ધતિઓ ઉપર ક્યારેય પણ હુમલો કર્યો નથી. એનઆઈએ વર્ષ 2018 અને વર્ષ 2019માં જે કેસ રજિસ્ટર કર્યા છે તેના કારણે આજે આતંકવાદીઓને નાણાં પૂરા પાડનારા લોકો માટે સરળ રસ્તાઓ બચ્યા નથી. તેમના માટે લોજિસ્ટીક્સ અને હથિયારો પૂરાં પાડવાની પ્રવૃત્તિ બંને ઉપર કઠોર હુમલો કર્યો છે અને જે લોકો આતંકવાદને મદદ કરતા હતા તથા સમાજમાં સન્માન સાથે જીવતા હતા તેવા તમામ લોકોને એનઆઈએએ આજે તેમની ઓળખ ખુલ્લી પાડવા માટે મજબૂર કર્યા છે અને તેમને કાયદાની અદાલતમાં લઈ જઈને ઉભા કરી દીધા છે. એનઆઈએએ ડાબેરી ઉગ્રવાદ અને દારૂગોળો તથા અન્ય શસ્ત્રો પૂરાં પાડવાના કેસમાં પણ શરૂઆત કરી છે અને ખાસ કરીને ટેરર ફંડીંગ સાથે સાથે ડાબેરી ઉગ્રવાદી સંગઠનોના ફંડીંગના મૂળ સુધી પહોંચવાના કેટલાક કેસ એનઆઈએને આપવામાં આવ્યા છે. અને આશા છે કે તેમાં જમ્મુ- કાશ્મીરની જેમ જ તેમને મોટી સફળતા હાંસલ થશે. ટેરર ફંડીંગ બાબતે 105 કેસ રજિસ્ટર થયા છે, 876 આરોપીઓ વિરૂધ્ધ 94 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 796 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમાંથી 100 આરોપીઓને દોષિત પુરવાર કરવામાં આવ્યા છે, જે એક ખૂબ મોટી સિધ્ધિ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે સરકારનો એવો પ્રયાસ રહ્યો છે કે તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓ સાથે આતંકવાદ અંગેની તમામ માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં સમન્વય સ્થાપિત કરવામાં આવે. આતંકવાદ વિરોધી કાયદાઓને મજબૂત અને નક્કર બનાવવામાં આવે. આતંકવાદ વિરોધી સંસ્થાઓને તાકાત પૂરી પાડવામાં આવે અને આતંકવાદી બાબતોમાં આપણે 100 ટકા આરોપો પુરવાર કરવાના ધ્યેય સાથે આગળ ધપીએ. આ ચારેય સ્તંભ ઉપર આતંકવાદી વિરોધી અભિયાન આગળ વધી શકે છે અને આ ચારેય સ્તંભ પર એનઆઈએએ ખૂબ સારી પ્રગતિ કરી છે. તેમણે કહ્યું કે વર્ષ 2000થી 2022 સુધી દેશમાં આતંકવાદી કેસનું જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણી બધી ઘટનાઓ નજરે પડે છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે વ્યવસ્થામાં સુધારો કરવાનું કામ ઝડપી બનાવે છે. મુંબઈનો આતંકવાદી હુમલો એ એક એવી જ ઘટના હતી કે જેના પછી રાષ્ટ્રીય એન્ટી ટેરર એજન્સીની રચના કરવામાં આવી, કોસ્ટલ સિક્યોરિટી માટે પણ એક આયોજન તૈયાર કરવામાં આવ્યું. ટેરર ફાયનાન્સને નિયંત્રિત કરવા માટે તમામ એજન્સીઓ સતર્ક થઈ. આતંકવાદની તપાસમાં પણ ગુણાત્મક સુધારા થયા છે અને ઈન્ટેલિજન્સ વ્યવસ્થાઓ અને ઈન્ટેલિજન્સનો યોગ્ય સમયે વાજબી ઉપયોગ થઈ શકે તે માટે ઘણાં સમયબધ્ધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશની પોલીસ અને તમામ એજન્સીઓએ આ ક્રૂર હુમલામાંથી પાઠ શિખીને આજે આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત કર્યું છે.
કેન્દ્રિય ગૃહ મંત્રીએ જણાવ્યું કે એનઆઈએની રચના થયે 13 વર્ષ થયા છે. આ ગાળા દરમ્યાન 400 કરતાં વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. 349 કરતાં વધુ કેસચલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આશરે 2,494 અપરાધીઓને પકડી લેવામાં આવ્યા છે. 391ને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને 93.25 ટકા આરોપ પુરવાર કરવાનો ગુણોત્તર હાંસલ થયો છે. આ સિધ્ધિ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું કે દેશમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર બની તે પછી 2014થી એનઆઈએનું સશક્તીકરણ કરવાના ઘણાં બધા કામ કરવામાં આવ્યા છે. આપણે ઈચ્છીએ છીએ કે એનઆઈએ સશક્ત અને મજબૂત બને તથા સમગ્ર દુનિયામાં એનઆઈએન આતંકવાદ વિરોધી એજન્સી તરીકે સ્વિકૃતિ પ્રાપ્ત થાય. તેમણે કહ્યું કે અમે NIA એક્ટ અને UAPA એક્ટને મજબૂત કરવાનું કામ કર્યું છે. શ્રી શાહે જણાવ્યું કે તેમણે એક ખૂબ જ મહત્વનું સંશોધન બિલ આગળ ધપાવ્યું હતું તે પછી એનઆઈએને અનેક પ્રકારના અધિકારો પ્રાપ્ત થયા છે. ભારતની બહાર કોઈપણ આતંકવાદી હુમલામાં જ્યાં ભારતીય લોકોને અસર થઈ હોય તેવા કેસમાં તપાસ કરવાના અધિકાર પણ એનઆઈએને આપવામાં આવ્યા છે અને એનઆઈએને હવે આંતરરાષ્ટ્રીય એજન્સી તરીકે સ્વિકૃતિ મળે તેવું ધ્યેય સિધ્ધ થવું જોઈએ. નવા સુધારા પછી અમે એનઆઈએને ઘૂસણખોરી, સ્ફોટક પદાર્થો અને સાયબર અપરાધોની તપાસ માટેના અધિકારો પણ આપ્યા છે. અગાઉ એનઆઈએને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો અધિકાર હતો, હવે ભારતમાં પ્રથમ વખત અમે સંગઠનોની સાથે સાથે વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર એનઆઈએને આપ્યો છે અને અત્યાર સુધીમાં 36 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ એક નવા પ્રકારની શરૂઆત છે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે દેશની પોલીસ તપાસ પધ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવવું જોઈએ. હવે તપાસ થર્ડ ડીગ્રીને આધારે નહીં, પણ ડેટા અને માહિતીના પ્રમાણ ઉપર આધારિત હોવી જોઈએ. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, પણ આ પરિવર્તન લાવવું હોય તો ડેટાબેઝ બનાવવો પડશે અને ડિજિટલ ફોરેન્સિકમાં પણ નિપુણતા હાંસલ કરવી પડશે. એનઆઈએને માદક પદાર્થો, હવાલા કારોબાર, હથિયારોની હેરાફેરી, નકલી ચલણ, બોમ્બ ધડાકા, ટેરર ફંડીંગ અને આતંકવાદ સહિત 7 ક્ષેત્રોમાં એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને તેની ખૂબ સારી રીતે શરૂઆત પણ થઈ ચૂકી છે. જ્યારે આ રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર થશે તો તેનાથી માત્ર રાષ્ટ્રીય એજન્સીઓ જ નહીં, પણ દેશની પોલીસ એજન્સીઓને પણ ઘણી મદદ પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ લોકસભામાં એક બિલ લઈને તે ગયા હતા, જેમાં જેલોને પણ તેની સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું કે એક મોડસ ઓપરેન્ડી બ્યૂરો (ModusOperandiBureau) બનાવવામાં આવી રહ્યું છે. તેમાં પણ નવા છોકરાઓને આતંકવાદ સાથે જોડવાની જે મોડસ ઓપરેન્ડી (પધ્ધતિ) છે તેનો અભ્યાસ કરવા માટે બીપીઆરએન્ડડીને મદદ કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર સીઆરપીસી, આઈપીસી અને એવિડન્સ એક્ટમાં પણ આમૂલ પરિવર્તન કરવા માંગે છે. અમે માનીએ છીએ કે આ ખૂબ જ જૂના કાયદા છે અને તેમાં સમય મુજબ પરિવર્તન લાવવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે હું એનઆઈએની તાલિમ ઉપર ખૂબ જ ભાર મૂકતો રહ્યો છું અને મને આનંદ છે કે જુલાઈ 2021માં એનઆઈએની તાલિમ અને ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય પોલીસ એકેડેમી, હૈદ્રાબાદ સાથે એક કરાર કરવામાં આવ્યો છે અને આ કામ આગળ ધપી રહ્યું છે. એનઆઈએને વિશ્વની અન્ય શક્તિશાળી એજન્સીઓના સમાન પ્રકારે વિકસિત કરવા માટે અને તેના પ્રોફેશનલ કૌશલ્યમાં વધારો કરવા માટે બે નિષ્ણાંતોના એક સેલની પણ રચના કરવામાં આવી છે.
કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ દેશની સામે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મૂક્યું છે અને તે હાંસલ કરવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી બની છે. શ્રી શાહે જણાવ્યું કે દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં એનઆઈએએ પણ હવે પછીના 25 વર્ષ માટે પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને આ સિધ્ધિઓ માટે રોડમેપ પણ તૈયાર કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે જો સફળતાથી સંતોષ માનીને બેસી રહીએ તો આળસ પેદા થાય છે, પણ જો સફળતાથી આગળ ધપવાની ભૂખ જાગે તો સંસ્થાઓ આગળ ધપતી હોય છે. એટલા માટે એનઆઈએએ પોતાની આ સફળતાને મજબૂત બનાવવા માટે અને તેને ઈન્સ્ટીટ્યુશનાલાઈઝ કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે એનઆઈએ એક રાષ્ટ્રીય એજન્સી છે અને જ્યાં સુધી તેનું ઈન્સ્ટીટ્યુશનલાઈઝેશન નહીં થાય, વ્યવસ્થાઓ, માહિતી અને માહિતીના ઉપયોગની પધ્ધતિઓ સંસ્થાગત બની શકશે નહીં ત્યાં સુધી પ્રગતિ શક્ય નથી. તેમણે કહ્યું કે સફળતાને કેસ અંગે વિચારવામાં ના આવે, પણ સફળતાનું પધ્ધતિમાં રૂપાંતર કરવામાં આવે, સફળતા વ્યક્તિઓની સફળતા નહીં, પરંતુ સંસ્થાગત સફળતા હોવી જોઈએ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1818795)
Visitor Counter : 362