આયુષ
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કરશે


મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી અને WHOના મહાનિદેશક આ સમારોહમાં સામેલ થશે

આયુષ મંત્રી કહે છે, 'ભારત માટે આપણા પરંપરાગત જ્ઞાનનો લાભ ઉઠાવવાનો અને વિશ્વની સેવામાં તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે'

प्रविष्टि तिथि: 18 APR 2022 4:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થતી તેમની ત્રિદિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે અને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (GAIIS)નું ઉદ્ઘાટન કરશે સાથે મોરેશિયસના માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી.

શ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, બંને ઈવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે એક સીમાચિન્હરૂપ બનશે. ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઉભું કરવાની તક રજૂ કરે છે. અમે સુવર્ણ યુગના દરવાજા પર ઉભા છીએ. જ્યાં અમે અમારા પરંપરાગત જ્ઞાનનો લાભ ઉઠાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ વિશ્વની સેવા કરવા માટે કરી શકીએ છીએ.”

WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું 19 એપ્રિલ, 2022ના રોજ જામનગરમાં શિલાન્યાસ કરવામાં આવશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાને તકનીકી પ્રગતિ અને પુરાવા આધારિત સંશોધન સાથે સંકલિત કરીને તેની સંભવિતતાને પ્રદર્શિત કરવાનો છે.

પત્રકારોને સંબોધતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિલ મેડિસિન વૈશ્વિક સ્વાસ્થ્ય માટે WHO અને ભારતની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી સોનોવાલે વધુમાં જણાવ્યું કે, GCTM પરંપરાગત દવા ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો નક્કી કરવા અને દેશોને વ્યાપક, સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય પ્રણાલી બનાવવામાં મદદ કરવા માંગે છે. ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ અને પરંપરાગત ઉત્પાદનો, પ્રથાઓ અને સંબંધિત સેવાઓનું વૈશ્વિક હબ બનવાના ભારતના પ્રયાસોને વ્યૂહરચના બનાવવાની પહેલ છે.

ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 20 એપ્રિલથી 22 એપ્રિલ, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. સમિટનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓ પ્રદર્શિત કરવાનો છે. લાંબા ગાળાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નિકાસને વેગ આપવા અને ટકાઉ ઈકોસિસ્ટમને પોષવાનો આ એક અનોખો પ્રયાસ છે.

કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાએ WHO ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન અને ગ્લોબલ આયુષ ઈનોવેશન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટ (GAIIS) અંગે વધુ માહિતી આપી હતી. તેઓએ આયુષ મંત્રાલય અને WHO વચ્ચેની ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી અને કોવિડ પછીની દુનિયામાં પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાઓના મહત્વ પર ભાર મૂક્યો.

આ પ્રેસ કોન્ફરન્સમાં આયુષ મંત્રાલયના સચિવ શ્રી શ્રી વૈદ્ય રાજેશ કોટેચા અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, શ્રી મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP

 


(रिलीज़ आईडी: 1817826) आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Tamil , Kannada