પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
11 APR 2022 10:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, દાર્શનિક અને લેખક મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ફુલેને સામાજિક ન્યાયના ચેમ્પિયન અને અસંખ્ય લોકો માટે આશાના સ્ત્રોત તરીકે વ્યાપકપણે માન આપવામાં આવે છે અને તેમણે સામાજિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને વેગ આપવા માટે અથાક મહેનત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા મહાન ચિંતક, જ્યોતિબા ફુલે વિશેના તેમના વિચારો પણ શેર કર્યા હતા જ્યાં શ્રી મોદીએ કહ્યું હતું કે મહાત્મા ફુલેએ કન્યાઓ માટે શાળાઓ શરૂ કરી હતી અને સ્ત્રી ભ્રૂણ હત્યા સામે અવાજ ઉઠાવ્યો હતો અને જળ સંકટને ઉકેલવા માટે ઝુંબેશ પણ ચલાવી હતી.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "મહાત્મા ફુલેને સામાજિક ન્યાયના ચેમ્પિયન અને અસંખ્ય લોકો માટે આશાના સ્ત્રોત તરીકે વ્યાપકપણે આદર આપવામાં આવે છે. તેઓ એક બહુપક્ષીય વ્યક્તિત્વ હતા જેમણે સામાજિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અથાક કામ કર્યું હતું. તેમની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ."
"આજે મહાત્મા ફુલેની જયંતિ છે અને થોડા દિવસોમાં, 14મીએ આપણે આંબેડકર જયંતી મનાવીએ છીએ. ગયા મહિને #MannKiBaat દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત હંમેશા મહાત્મા ફૂલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો તેમના સ્મારક યોગદાન માટે આભારી રહેશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1815536)
Visitor Counter : 258
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam