અંતરિક્ષ વિભાગ

કેન્દ્રનું કહેવું છે કે, ચંદીગઢ યુનિવર્સિટીમાં જાન્યુઆરી, 2022માં કલ્પના ચાવલા સેન્ટર ફોર રિસર્ચ ઇન સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, સેટેલાઇટ ડેવલપમેન્ટમાં તાલીમ આપવા અને અવકાશ સંશોધનમાં ભવિષ્યના પડકારોને પહોંચી વળવાનો છે

Posted On: 06 APR 2022 2:11PM by PIB Ahmedabad

સરકારે આજે માહિતી આપી હતી કે કલ્પના ચાવલા સેન્ટર ફોર રિસર્ચ ઇન સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (KCCRSST)નું ઉદ્ઘાટન 3 જાન્યુઆરી, 2022ના રોજ ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહ વિકાસમાં તાલીમ આપવા, અવકાશ સંશોધનમાં ભવિષ્યના પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યો સાથે કરવામાં આવ્યું હતું કે જેથી ભાવિ તકનીકોમાં ભારતનું અગ્રણી સ્થાન સુનિશ્ચિત કરી શકાય.

આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; પીએમઓ, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઇસરોએ ઓળખેલી અવકાશ તકનીકો ટેક્નોલોજી ટ્રાન્સફર મિકેનિઝમ દ્વારા રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉદ્યોગોને ટ્રાન્સફર કરવા માટે ઉપલબ્ધ છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કર્યા મુજબ, માંગના આધારે તકનીકી સુવિધાઓની વહેંચણી સહિત બિન-સરકારી ખાનગી સંસ્થાઓ માટે અવકાશ ક્ષેત્રને અનલોક કરવામાં આવ્યું છે.

મંત્રીએ જણાવ્યું હતું કે દેશના અવકાશ ક્ષેત્રને મજબૂત કરવા માટે, અવકાશ વિભાગે દેશભરની કેટલીક અગ્રણી સંસ્થાઓમાં અવકાશ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશન્સમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ક્યુબેશન સેલ અને સ્પેસ ટેક્નોલોજી સેલની સ્થાપના કરી છે. અવકાશ વિભાગ સમગ્ર દેશમાં રસ ધરાવતા શિક્ષણવિદોને અવકાશના કેન્દ્રિત વિસ્તારોમાં R&D પ્રોજેક્ટને પ્રાયોજિત કરે છે. અવકાશ વિભાગે અવકાશ પ્રવૃત્તિઓમાં NGEને જોડવા માટે ભારતીય અવકાશ નીતિ, 2022 ઘડી છે.

SD/GP/JD



(Release ID: 1814085) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Punjabi , Tamil