રેલવે મંત્રાલય
ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ
Posted On:
06 APR 2022 2:18PM by PIB Ahmedabad
રેલ કાર્ગોનું સંચાલન કરવા માટે વધારાના ટર્મિનલના વિકાસમાં ઉદ્યોગમાંથી રોકાણને વેગ આપવા માટે, નવી ‘ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ (GCT)’ નીતિ 15.12.2021ના રોજ શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગોની માગ અને કાર્ગો ટ્રાફિકની સંભાવનાના આધારે GCT માટેના સ્થાનો ઓળખવામાં/આખરી કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 6 GCT પહેલેથી જ કાર્યરત કરવામાં આવ્યા છે અને GCT ના વિકાસ માટે લગભગ 74 વધુ સ્થાનો કામચલાઉ રીતે ઓળખવામાં આવ્યા છે. દેશમાં કામચલાઉ રીતે ઓળખાયેલા સ્થાનોની રાજ્યવાર વિગતો નીચે મુજબ છે:
ક્રમ
|
રાજ્યનું નામ
|
GCT માટે સ્થાનો ઓળખવામાં આવ્યા
|
1
|
આંધ્ર પ્રદેશ
|
4
|
2
|
આસામ
|
2
|
3
|
બિહાર
|
8
|
4
|
છત્તીસગઢ
|
1
|
5
|
દિલ્હી
|
1
|
6
|
ગુજરાત
|
3
|
7
|
હરિયાણા
|
2
|
8
|
ઝારખંડ
|
4
|
9
|
કર્ણાટક
|
3
|
10
|
કેરળ
|
1
|
11
|
મધ્યપ્રદેશ
|
1
|
12
|
મહારાષ્ટ્ર
|
11
|
13
|
ઓડિશા
|
4
|
14
|
પંજાબ
|
6
|
15
|
તમિલનાડુ
|
3
|
16
|
તેલંગાણા
|
5
|
17
|
ઉત્તર પ્રદેશ
|
10
|
18
|
ઉત્તરાખંડ
|
1
|
19
|
પશ્ચિમ બંગાળ
|
4
|
ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ (GCTs) ના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે -
- ઝડપી અને મુશ્કેલી-મુક્ત મંજૂરીઓ માટે સરળ એપ્લિકેશન અને મંજૂરી પ્રક્રિયા.
- અરજદાર પર કોઈ વિભાગીય શુલ્ક લેવામાં આવશે નહીં.
- કનેક્ટિવિટી માટે ઉપયોગમાં લેવાતી રેલવેની જમીન માટે કોઈ લેન્ડ લાયસન્સ ફી વસૂલવામાં આવશે નહીં.
- કોમર્શિયલ સ્ટાફનો કોઈ ખર્ચ લેવામાં આવશે નહીં
- સર્વિંગ સ્ટેશન પર તમામ સામાન્ય-ઉપયોગકર્તા ટ્રાફિક સુવિધાઓ રેલવે દ્વારા બાંધવામાં આવશે અને તેની જાળવણી કરવામાં આવશે
- 1 MT અથવા વધુ જાવક ટ્રાફિક આપતા ટર્મિનલ માટે, મધ્ય-વિભાગના બ્લોક હટ/બ્લોક સ્ટેશનની કિંમત 10% નૂર રિબેટ તરીકે ભરપાઈ કરવામાં આવશે.
- યાર્ડ અને લોડિંગ/અનલોડિંગ લાઇનને બાદ કરતાં રેલવે દ્વારા તેના પોતાના ખર્ચે તમામ અસ્કયામતોની જાળવણી (ટ્રેક, સિગ્નલિંગ, OHE)
- રેલ્વે દ્વારા જાળવણી કરવામાં આવતા ટ્રેકના આવા ભાગોમાંથી બીજા ટર્મિનલને કનેક્ટિવિટી આપવાનો અધિકાર રેલ્વે અનામત રાખશે
આગામી ત્રણ નાણાકીય વર્ષમાં એટલે કે 2022-23, 2023-24 અને 2024-25ની અંદર 100 GCT સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ માહિતી રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1814058)
Visitor Counter : 229