ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ 'ઉગાદી, ગુડી પડવો, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ'ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Posted On: 01 APR 2022 1:18PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના પર્વ પર રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી છે.

સંપૂર્ણ સંદેશ નીચે મુજબ છે -

'ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ'ના આનંદ અને શુભ અવસર પર હું આપણા દેશના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.

આ તહેવારો પરંપરાગત નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે અને આપણા જીવનમાં નવી આશા અને આનંદ લાવે છે.

આપણા દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ પરંપરાગત રીતે ઉજવાતા આ તહેવારો આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને તેમાં રહેલી એકતા દર્શાવે છે.

હું ઈચ્છું છું કે આ તહેવાર આપણા દેશમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે અને દેશના લોકો વચ્ચે ભાઈચારાના સંબંધોને વધુ મજબૂત બનાવે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1812254) Visitor Counter : 215