યુવા બાબતો અને રમત મંત્રાલય
પેરા-શટલર માનસી જોશીએ દિલ્હીનાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ગલવાન ખીણના શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું કે "જ્યારે પણ હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ ત્યારે ભારતીય સશસ્ત્ર દળોનાં બલિદાનને યાદ રાખીશ"
Posted On:
23 MAR 2022 4:52PM by PIB Ahmedabad
ભારતની અગ્રણી પેરા શટલર અને 2019ની વર્લ્ડ પેરા-બેડમિન્ટન ચેમ્પિયન માનસી જોશીએ તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાનીની તેમની ટૂંકી મુલાકાત દરમિયાન દિલ્હીનાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. તાજેતરમાં મહિલા સિંગલ્સ SL3 કેટેગરીમાં BWF પેરા-બેડમિન્ટન રેન્કિંગમાં વિશ્વ નંબર 1 બન્યાં છે એવાં માનસી, 2019માં ઉદ્ઘાટન થયું ત્યારથી રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લેવા અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માગતાં હતાં.

“2019થી હું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા અને આપણા દેશની સુરક્ષામાં પોતાનો જીવ ગુમાવનાર અને સર્વોચ્ચ બલિદાન આપનારાં લોકોને મારો આદર આપવા માગતી હતી. આજે આખરે મને તક મળી અને આ સ્થળની મુલાકાત લેવાનું મને ખરેખર સન્માન મળ્યું” એમ માનસીએ કહ્યું હતું.
આ મુલાકાત દરમિયાન, માનસીએ 2020ની ગલવાન ખીણ હિંસા દરમિયાન જીવ ગુમાવનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી, જેમાં સ્વ. કર્નલ સંતોષ બાબુનો સમાવેશ થાય છે, જેમને તેમની બહાદુરી માટે ભારતના બીજા-સૌથી ઉચ્ચ લશ્કરી સન્માન, મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

માનસીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનાં વીરતા ચક્રની પણ મુલાકાત લીધી હતી, જેમાં ભારતીય સેના, વાયુ સેના અને નૌકા દળ દ્વારા લડવામાં આવેલી પ્રખ્યાત લડાઈઓ- લોંગેવાલાનું યુદ્ધ, ગંગાસાગરનું યુદ્ધ, તિથવાલનું યુદ્ધ, રેઝાંગલા, ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન ટ્રાઇડેન્ટને દર્શાવતાં છ કાંસ્ય ભીંતચિત્રોનો સમાવેશ થાય છે.

આ 6 ભીષણ લડાઈઓ વિશેની વાર્તાઓએ માનસીને ભાવુક બનાવી દીધાં હતાં અને તેમણે કહ્યું કે હવે જ્યારે પણ તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે તે તેને પોતાની સાથે લઈ જશે.
“હું ઈચ્છું છું કે એક બાળક બાળક તરીકે વધુ જાણતી હોત અને વધુ માહિતી (આ લડાઈઓ વિશે) હોત. જો મારી પાસે મારાં બાળપણમાં જ આ બધી માહિતી હોત, તો મને લાગે છે કે મેં આપણા સશસ્ત્ર દળો પ્રત્યે વધુ સમજણ અને આદર કેળવ્યો હોત. પરંતુ તે ક્યારેય મોડું હોતું નથી.”

તેમણે એ પછી ઉમેર્યું હતું કે "અમે જ્યારે દેશની બહાર જઈએ છીએ ત્યારે અમે ત્રિરંગો ધારણ કરીએ છીએ, પરંતુ આપણામાંથી કોઈ આ કરી શકતું નથી (દેશ માટે આપણું જીવન આપીએ). હવેથી હું જ્યારે હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ, ત્યારે હું આ તમામ સૈનિકોનાં બલિદાનોને મારા મનની પાછળ મારી સાથે રાખીશ અને આ હંમેશા યાદ રાખીશ.”
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1808877)
Visitor Counter : 236