વહાણવટા મંત્રાલય

દેશમાં વોટર-એરોડ્રોમ્સ

Posted On: 15 MAR 2022 3:10PM by PIB Ahmedabad

દેશમાં બે હયાત વોટર-એરોડ્રોમ છે- સરદાર સરોવર ડેમ (સ્ટેચ્યુ ઓફ યુનિટી) અને સાબરમતી રિવરફ્રન્ટ, ગુજરાતમાં અમદાવાદ. અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે 31મી ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ સી-પ્લેન ઑપરેશન શરૂ થયું હતું. બાદમાં, સિલેક્ટેડ એરલાઈન ઓપરેટર (SAO) દ્વારા 11મી એપ્રિલ, 2021થી કોવિડ-19 રોગચાળા અને ઓપરેશનલ કારણોસર તેને બંધ કરવામાં આવ્યું હતું.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) એ સી-પ્લેન સેવાઓના વિકાસ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરોક્ત ઉલ્લેખિત બે હયાત વોટર-એરોડ્રોમ ઉપરાંત, ગુજરાત, આસામ, તેલંગણા, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટર એરોડ્રોમ માટેની અન્ય ઘણી જગ્યાઓની ઓળખ કરવામાં આવી છે. આગળ MoCA સી-પ્લેન કામગીરીને સક્ષમ બનાવવા માટે સંબંધિત હિતધારકો સાથે સતત સંલગ્ન છે.

આ માહિતી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1806135) Visitor Counter : 226


Read this release in: English , Urdu , Bengali , Manipuri