વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાણિજ્ય સચિવ સ્તરની બેઠકનું નવી દિલ્હીમાં આયોજન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મલ્ટીમોડલ સંપર્ક પર ઉલ્લેખનીય પ્રગતિ
ભારત-બાંગ્લાદેશ સીઈપીએ પર સંયુક્ત અધ્યયનને ટૂંકમાં જ અંતિમ ઓપ આપવામાં આવશે
Posted On:
05 MAR 2022 10:04AM by PIB Ahmedabad
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં વાણિજ્ય સચિવ સ્તરની બેઠક યોજાઈ. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ શ્રી બી. વી. આર. સુબ્રહ્મણ્યમે અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વરિષ્ઠ સચિવ, વાણિજ્ય મંત્રાલય શ્રી તપન કાંતિ ઘોષે કર્યુ હતું.
બંને પક્ષોએ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સમગ્ર આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સંયુક્ત અધ્યયન, બોર્ડર હાટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પ્રાદેશિક સંપર્ક, માપદંડોનું સરળીકરણ, પરસ્પર માન્ય સમજૂતી સહિત પારસ્પરિક હિતના વિવિધ મુદ્દાઓ પર વ્યાપર વિચાર-વિમર્શ કર્યો.
અનેક મુદ્દાઓ પર ચર્ચાની સાથે, બંને દેશોનાં પ્રતિનિધિમંડળે એજન્ડામાં સામેલ નિમ્નલિખિત મુદ્દાઓ પર પ્રગતિની પ્રશંસા કરીઃ-
- હાલના વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારમાં ઘણો વધારો જોવા મળ્યો છે-બાંગ્લાદેશ, ભારતનું છઠ્ઠું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે.
- રેલવેના માધ્યમથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે વ્યાપારને સુવિધાજનક બનાવવા માટે
- સિરાજગંજ બજારમાં એક કન્ટેનર હેન્ડલિંગ ફેસિલિટીના વિકાસ માટે એક વિસ્તૃત પરિયોજના પ્રસ્તાવ (ડીપીપી)ને સ્વીકૃતિ અપાઈ.
- ભારત-બાંગ્લાદેશ વચ્ચે માલગાડીઓના સંચાલન માટે, બેનાપોલમાં 900 મીટરની નવી સાઈડિંગ લાઈનનું નિર્માણ કરાયું છે.
- દર્સાના થઈને રેલવે દ્વારા ભારતને તમામ કોમોડિટીઝને આયાત કરવાની અનુમતિ આપવા માટે, દર્સાનામાં લોડિંગ અને અનલોડિંગ પ્લેટફોર્મના નિર્માણને પૂર્ણ કરવામાં આવ્યું છે.
- ઈશ્વરદીમાં આઈસીડી આધારિત રેલવે અને સડકના વિકાસ માટે, ડીપીપીને સ્વીકૃતિ આપવામાં આવી છે.
- બાંગ્લાદેશ દ્વારા ખાલી પરત આવનારા રેલવે વેગન/કન્ટેનરોના ઉપયોગ પર સહમતિ આપવામાં આવી-આનાથી ભારતમાં બાંગ્લાદેશને થનારી નિકાસના કુલ પરિવહન ખર્ચમાં ઘટાડો થશે.
- બોર્ડર હાટ્સ-આ કોવિડ પ્રતિબંધોના કારણે બંધ થઈ છે, જેને હવે ટૂંક સમયમાં જ ફરી શરૂ કરી દેવાશે.
- પેત્રપોલ-બેનાપોલ ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીબી)ના 24x7 પરિચાલનને ટૂંક સમયમાં લાગુ કરી દેવાશે.
- આઈસીપી/લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનો પર ઘણી પ્રગતિ થઈ છે.
- બંને દેશો વચ્ચે મલ્ટી-મોડલ પરિવહનના માધ્યમથી પ્રાદેશિક સંપર્કને મજબૂત કરાયો છે.
- સીઈપીએ અધ્યયને ટૂંક સમયમાં અંતિમ ઓપ આપવામાં આવશે.
- સીઈઓ ફોરમની પ્રથમ બેઠક ટૂંક સમયમાં.
આ બેઠક અગાઉ નવી દિલ્હીમાં 2-3 માર્ચના રોજ વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર અને વાણિજ્ય મંત્રાલય, બાંગ્લાદેશ સરકારના સંયુક્ત/અપર સચિવ સ્તરની વ્યાપાર પર સંયુક્ત કાર્યકારી સમૂહ (જેડબલ્યુજી)ની 14મી બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પરસ્પરના હિતના વિવિધ ક્ષેત્રો પર વ્યાપક વિચાર-વિમર્શ થયો હતો.
તેમાં જેડબલ્યુજી અને વાણિજ્ય સચિવોની આગામી બેઠક નિશ્ચિત તારીખો પર બાંગ્લાદેશમાં કરવા અંગે પારસ્પરિક સહમતિ સધાઈ હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964
(Release ID: 1803173)
Visitor Counter : 278