સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર ગુજરાતના કેવડિયાના ટેન્ટ સિટી ખાતે બે દિવસીય (4થી માર્ચ - 5મી માર્ચ, 2022) સંવેદના વર્કશોપનું ઉદ્ઘાટન કરશે


વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવાનો છે

વર્કશોપના ભાગ રૂપે એક પ્રદર્શન, રાષ્ટ્રીય ટ્રસ્ટના સ્વ-સહાય જૂથો અને ALIMCOના સહાય અને સહાયક ઉપકરણો દ્વારા ઉત્પાદનોનું પ્રદર્શન કરશે

વર્કશોપ દરમિયાન CCPDની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવશે

Posted On: 03 MAR 2022 1:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી, ડૉ. વીરેન્દ્ર કુમાર ટેન્ટ સિટી, કેવડિયા, ગુજરાત ખાતે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય (4થી માર્ચ - 5મી માર્ચ, 2022) સંવેદના વર્કશોપનું ઉદ્ઘાટન કરશે.

 

વર્કશોપનો ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો જેમ કે RPwD Act, 2016ના અમલીકરણ, વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરની કામગીરી અને રાજ્ય સરકારો દ્વારા સુલભતા પર શ્રેષ્ઠ પ્રેક્ટિસ વિશે જાગૃતિ લાવવાનો હેતુ છે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત એ પણ વર્કશોપનો એક ભાગ છે કારણ કે તે દિવ્યાંગજનો માટે સુલભતા દર્શાવવા માટેનું એક મોડેલ છે.

 

એક પ્રદર્શન પણ ઇવેન્ટનો ભાગ હશે જ્યાં નેશનલ ટ્રસ્ટના સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદનો અને ALIMCOના સહાય અને સહાયક ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવશે.

 

સુલભતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિભાગ હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ રજૂ કરવામાં આવશે અને ઈવેન્ટ દરમિયાન CCPDની સત્તાવાર વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવશે.

 

આ કાર્યક્રમમમાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના સેક્રેટરી, શ્રીમતી અંજલી ભાવરા અને મહાનિર્દેશક શ્રી કિશોર બી. સુરવડે અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1802620) Visitor Counter : 302