સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે પાંચ વર્ષ માટે રૂ. 1,600 કરોડનાં બજેટ સાથે આયુષ્માન ભારત ડિજિટલ મિશનનાં અમલીકરણને મંજૂરી આપી
એબીડીએમ ટેલિ-મેડિસિન જેવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરીને અને આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય પોર્ટેબિલિટીને સક્ષમ કરીને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની સમાન પહોંચમાં સુધારો કરશે.
નાગરિકો તેમના ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) નંબર બનાવી શકશે, જેનાથી તેમના ડિજિટલ હેલ્થ રેકોર્ડને લિંક કરી શકાશે
Posted On:
26 FEB 2022 2:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ)ને પાંચ વર્ષ માટે રૂ. 1,600 કરોડનાં બજેટ સાથે દેશભરમાં શરૂ કરવાને મંજૂરી આપી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ) ની અમલીકરણ એજન્સી હશે. સમગ્ર આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમમાં ડિજિટલ આરોગ્ય ઉપાયો વર્ષોથી ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે, જેમાં CoWIN, આરોગ્ય સેતુ અને ઈ-સંજીવની વધુમાં દર્શાવે છે કે ટેક્નોલોજી આરોગ્યસંભાળની પહોંચને સક્ષમ કરવામાં સમર્થ ભૂમિકા ભજવી શકે છે. જો કે, સતત સંભાળ અને સંસાધનોના અસરકારક ઉપયોગ માટે આવા ઉકેલોને એકીકૃત કરવાની જરૂર છે.
જન ધન, આધાર અને મોબાઈલ (JAM) ત્રિપુટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલનાં રૂપમાં નિયત કરાયેલા પાયાના આધારે, આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ) ડેટા, માહિતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની વ્યાપક શ્રેણીની જોગવાઈ દ્વારા એક અસ્ખલિત ઓનલાઈન પ્લેટફોર્મ બનાવી રહ્યું છે અને ખુલ્લી, આંતરસંચાલિત, ધોરણો-આધારિત ડિજિટલ સિસ્ટમોનો યોગ્ય રીતે લાભ લઇને સાથે સાથે આરોગ્ય સંબંધિત વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ગોપનીયતા અને પ્રાઇવસીને સુનિશ્ચિત કરે છે.
એબીડીએમ હેઠળ, નાગરિકો તેમના ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) નંબરો બનાવી શકશે, જેનાથી તેમના ડિજિટલ હેલ્થ રેકોર્ડને લિંક કરી શકાશે. આનાથી વિવિધ આરોગ્યસંભાળ પ્રદાતાઓ વ્યક્તિઓ માટે વિસ્તૃત આરોગ્ય રેકોર્ડ્સનું સર્જન કરવામાં સક્ષમ બનશે અને આરોગ્યસંભાળ પ્રદાતાઓ દ્વારા તબીબી નિર્ણય લેવામાં સુધારો થશે. આ મિશન ટેલિમેડિસિન જેવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરીને અને આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સુવાહ્યતા સક્ષમ કરીને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની સમાન પહોંચમાં સુધારો કરશે.
NHA દ્વારા વિકસિત ટેક્નોલોજી પ્લેટફોર્મનાં સફળ નિદર્શન સાથે લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ એમ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એબીડીએમનો પાયલોટ પૂર્ણ થયો હતો. પાયલોટ દરમિયાન, ડિજિટલ સેન્ડબોક્સ બનાવવામાં આવ્યું હતું જેમાં 774 કરતાં વધુ ભાગીદાર ઉકેલો એકીકરણ હેઠળ છે. 24મી ફેબ્રુઆરી 2022 સુધીમાં, 17,33,69,087 આયુષ્માન ભારત આરોગ્ય ખાતાઓ બનાવવામાં આવ્યા છે અને 10,114 ડોકટરો અને 17,319 આરોગ્ય સુવિધાઓ એબીડીએમમાં નોંધવામાં આવી છે. એબીડીએમ અસરકારક જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓ માટે પુરાવા-આધારિત નિર્ણય લેવાની સુવિધા આપશે એટલું જ નહીં, પરંતુ તે નવીનતાને ઉત્પ્રેરિત કરશે અને સમગ્ર હેલ્થકેર ઇકોસિસ્ટમમાં રોજગારીનું સર્જન કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1801505)
Visitor Counter : 249