ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

એફપીઆઈ સેક્ટરમાં એફડીઆઈ

Posted On: 11 FEB 2022 12:38PM by PIB Ahmedabad

સીધા વિદેશી મૂડી રોકાણ (FDI) નીતિ અને ડેટા અંગે પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ વિભાગ (ડીપીઆઈઆઈટી) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. એપ્રિલ 2000થી નવેમ્બર 2021 સુધીમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પ્રાપ્ત એફડીઆઈ 10.88 બિલિયન અમેરિકન ડોલર છે.

ડીપીઆઈઆઈટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલીક વિશાળ કંપનીઓ કે જેમણે ભારતીય ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણ કર્યુ તેમાં બી.એસ.એ. ઈન્ટરનેશનલ, બેલ્જિયમ, કેડબરી શ્યુપ્સ મોરિશિયસ લિ., યુનિલિવર પીએલસી, યુનાઈટેડ કિંગડમ, ઓર્કલા એશિયા પેસિફિક પીટીઈ લિ., સિંગાપોર, ડેનોને એશિયા પેસિફિક હોલ્ડિંગ્સ લિ., સિંગાપોર, રોક્વેટ ફ્રેરસ, ફ્રાન્સ, રિલે બી. વી., નેધરલેન્ડ, પેપ્સિકો પેનિમેક્સ ઈન્ક., મોરિશિયસ વગેરે સામેલ છે.

ક્રેડિટ સંબંધિત ડેટા ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવ્યો છે. એ મુજબ, ઈન્ડસ્ટ્રીમાં કુલ ક્રેડિટમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ક્રેડિટનો હિસ્સો 1990થી માર્ચ 2021 સુધી અંદાજે 5.37% રહ્યો હતો.

આ માહિતી રાજ્યસભામાં આજે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના રાજ્યમંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1797585) Visitor Counter : 173