રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રની મુલાકાતે; રાજભવન, મુંબઈ ખાતે નવા દરબાર હોલનું ઉદ્ઘાટન

Posted On: 11 FEB 2022 1:54PM by PIB Ahmedabad

સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ નવા દરબાર હોલના ઉદ્ઘાટન બદલ મહારાષ્ટ્રના લોકો અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો અને ભૂમિમાં ચોક્કસપણે કંઈક ખાસ છે જે તેમને વારંવાર અહીં ખેંચે છે. આ મુલાકાત સહિત છેલ્લા સાડા ચાર વર્ષમાં તેઓ લગભગ 12 વખત મહારાષ્ટ્ર આવ્યા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મહારાષ્ટ્ર આધ્યાત્મિકતાની ભૂમિ છે તેમજ અન્યાય સામેના બહાદુર સંઘર્ષની ભૂમિ છે. આ દેશભક્તોની ભૂમિ છે તેમ ભગવાનના ભક્તોની પણ ભૂમિ છે. મહારાષ્ટ્ર એ ભારતનું મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ રાજ્ય પ્રતિભા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. મહારાષ્ટ્રના લોકો તેમના આતિથ્ય માટે જાણીતા છે. આવી અનેક વિશેષતાઓને લીધે, માત્ર તે જ નહીં, પરંતુ દેશ-વિદેશના અસંખ્ય લોકો મહારાષ્ટ્રની મુલાકાતે વારંવાર આકર્ષાય છે. પરંતુ આ મુલાકાતમાં તે એક ખાલીપો અનુભવી રહ્યા છે. એક અઠવાડિયા પહેલા અમે અમારા પ્રિય લતા દીદીને ગુમાવ્યા. તેના જેવી મહાન પ્રતિભા સદીમાં માત્ર એક જ વાર જન્મે છે. લતાજીનું સંગીત અમર છે જે હંમેશા તમામ સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. તેમની સાદગી અને સૌમ્ય સ્વભાવની યાદ પણ લોકોના મનમાં અંકિત રહેશે.

દરબાર હોલનું બાંધકામ હેરિટેજ ઈમારતની વિશેષતા અકબંધ રાખીને કરવામાં આવ્યું છે તેની નોંધ લેતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પરંપરાને જીવંત રાખીને સમયની માંગ પ્રમાણે આધુનિકતા પસંદ કરવામાં સમજદારી છે. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને રાજ્ય સરકારને નવીનતમ સુવિધાઓ સાથે દરબાર હોલના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં પારદર્શિતા એ સુશાસનનું સૌથી મહત્વનું પાસું છે. દરબારનો આધુનિક ખ્યાલ પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. જાહેર સત્તાવાળાઓ દ્વારા જનતા દરબાર દ્વારા લોકો સાથે જોડાણ કરવાની પદ્ધતિ લોકપ્રિય બની રહી છે. આમ, આ દરબાર હોલ, એક નવા સંદર્ભમાં, આપણા નવા ભારત, નવા મહારાષ્ટ્ર અને આપણી જીવંત લોકશાહીનું પ્રતીક છે.

 

રાષ્ટ્રપતિના હિન્દી પ્રચવન માટે અહીં ક્લિક કરો.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797566) Visitor Counter : 246