નાણા મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે નિર્દિષ્ટ લોન ખાતાઓમાં ઉધાર લેનારાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની અનુગ્રહ રાશી ચુકવણી માટેની યોજનાને મંજૂરી આપી
Posted On:
19 JAN 2022 3:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 973.74 કરોડની અનુગ્રહ રાશીની ચૂકવણીને મંજૂરી આપી દીધી છે, જે ચોક્કસ લોન ખાતાઓમાં (1.3.2020 થી 31.8.2020 સુધી) ધિરાણકર્તાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની અનુગ્રહ ચુકવણીની યોજના અંતર્ગત ધિરાણ સંસ્થાઓ (LIs) દ્વારા સબમિટ કરવામાં આવેલા બાકીના દાવાઓ સાથે સંબંધિત છે.
લાભ:
આ યોજના પીડિત/નબળી કેટેગરીના ઋણ લેનારાઓને છ મહિનાના મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની અનુગ્રહ ચુકવણી આપીને, નાના ઋણ લેનારાઓને રોગચાળાને કારણે ઉદ્ભવતી કટોકટીનો સામનો કરવામાં અને તેમના પગ પર ઉભા થવામાં સમાનરૂપથી મદદ કરશે, પછી ભલે ઉધાર લેનારાએ મોરેટોરિયમનો લાભ લીધો હોય કે ન લીધો હોય તેને ધ્યાનમાં લેવામાં આવશે નહિં
કેબિનેટની મંજૂરી સાથે યોજનાના સંચાલન માટે, માર્ગદર્શિકા પહેલાથી જ જારી કરવામાં આવી છે. ઉપરોક્ત ઓપરેશનલ માર્ગદર્શિકા અનુસાર, ઉપરોક્ત રૂ.973.74 કરોડની રકમનું વિતરણ કરવામાં આવશે.
ક્રમ
|
SBI દ્વારા દાવો સબમિટ કરવાની તારીખ
|
ધિરાણ સંસ્થાઓની સંખ્યા
|
લાભાર્થીઓની સંખ્યા
|
દાવાની રકમ પ્રાપ્ત થઈ
|
ચૂકવેલ રકમ
|
બાકી રકમ
|
1
|
23.3.2021
|
1,019
|
1406,63,979
|
4,626.93
|
4,626.93
|
-
|
2
|
23.7.2021 & 22.9.2021
|
492
|
499,02,138
|
1,316.49
|
873.07
|
443.42
|
3
|
30.11.2021
|
379
|
400,00,000
|
216.32
|
0
|
216.32
|
4
|
SBI દ્વારા ફરીથી સબમિટ કરવામાં આવ્યું
|
101
|
83,63,963
|
314.00
|
-
|
314.00
|
કુલ
|
|
1,612
|
2389,30,080
|
6,473.74
|
5,500.00
|
973.74
|
પૃષ્ઠભૂમિ:
"કોવિડ-19 મહામારીના સંદર્ભમાં કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ, “નિર્દિષ્ટ લોન ખાતાઓમાં (1-3-2020 થી 31-8-2020) ઉધાર લેનારાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણી માટેની યોજના" ઓક્ટોબર, 2020 જેના માટે રૂ. 5,500 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ઋણ લેનારાઓની નીચેની શ્રેણીઓ આ યોજના હેઠળ એક્સ-ગ્રેશિયા ચુકવણી માટે પાત્ર હતી:
(i) રૂ. 2 કરોડ સુધીની MSME લોન.
(ii) રૂ. 2 કરોડ સુધીની શૈક્ષણિક લોન.
(iii) રૂ. 2 કરોડ સુધીની હાઉસિંગ લોન.
(iv) કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન રૂ. 2 કરોડ સુધી.
(v) ક્રેડિટ કાર્ડના લેણાં રૂ. 2 કરોડ સુધી.
(vi) રૂ. 2 કરોડ સુધીની ઓટો લોન.
(vii) વ્યાવસાયિકોને રૂ. 2 કરોડ સુધીની વ્યક્તિગત લોન.
(viii) રૂ. 2 કરોડ સુધીના વપરાશ માટે લોન.
નાણાકીય વર્ષ 2020-2021માં આ યોજના માટે 5,500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી રૂ. 5,500 કરોડની સંપૂર્ણ રકમ, ધિરાણ સંસ્થાઓને પરિણામે વળતર માટે, યોજના હેઠળ નોડલ એજન્સી SBIને ચૂકવવામાં આવી હતી.
ઉપરોક્ત કેટેગરીની લોન માટે SBI અને અનુસૂચિત વ્યાપારી બેંકોના હિસ્સાનો અંદાજ લગાવીને રૂ. 5,500 કરોડની અંદાજિત રકમનું કામ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળને એ હકીકતથી પણ માહિતગાર કરવામાં આવ્યું હતું કે ધિરાણ આપતી સંસ્થાઓ તેમના પ્રી-ઓડિટ એકાઉન્ટ મુજબના દાવા સબમિટ કર્યા પછી જ વાસ્તવિક રકમ નક્કી કરી શકાશે.
હવે, SBIએ માહિતી આપી છે કે તેને ધિરાણ આપતી સંસ્થાઓ પાસેથી લગભગ રૂ. 6,473.74 કરોડના એકીકૃત દાવા મળ્યા છે. એસબીઆઈને રૂ. 5,500 કરોડ પહેલેથી જ આપવામાં આવ્યા હોવાથી, હવે બાકીની રૂ. 973.74 કરોડની રકમ માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મેળવવામાં આવી રહી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1790976)
Visitor Counter : 209