ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા સુશાસન દિવસ, 25 ડિસેમ્બર 2021ના રોજ સુશાસન સૂચકાંક 2021નો આરંભ કરાયો


20 રાજ્યોએ એમના સંયુક્ત સુશાસન ઇન્ડેક્સ સ્કોર્સને 2021માં સુધાર્યો છે

58 સૂચકોના ઇન્ડેક્સમાં કમ્પોઝિટ રૅન્કિંગમાં ગુજરાત ટોચ પર છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગોવાનો ક્રમ

સુશાસન ઇન્ડેક્સ (જીજીઆઇ)ના સૂચકોમાં 2019થી 2021ના ગાળામાં ઉત્તર પ્રદેશે 8.9%નો સુધારો નોંધાવ્યો

2019થી 2021ના ગાળામાં જમ્મુ અને કાશ્મીરે જીજીઆઇ સૂચકોમાં 3.7%નો સુધારો નોંધાવ્યો

ક્મ્પૉઝિટ રૅન્કિંગની કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં દિલ્હી ટોચ પર

Posted On: 25 DEC 2021 6:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સુશાસન દિવસ પર ડીએઆરપીજી દ્વારા તૈયાર કરવામાં આવેલ સુશાસન ઇન્ડેક્સ 2021 (ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ-જીજીઆઈ) પ્રસિદ્ધ કર્યો હતો.

સુશાસન દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા સમારોહને સંબોધિત કરતા શ્રી અમિત શાહે કહ્યું કે લોકો લાંબા સમયથી સુશાસન માટેની રાહ જોઇ રહ્યા હતા જે શ્રી નરેન્દ્ર મોદી સરકારે છેલ્લાં સાત વર્ષોમાં આપ્યું છે. તેમણે કહ્યું કે 2014થી લોકશાહીમાં લોકોની શ્રદ્ધા વધી છે કારણ કે મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસના લાભો લોકોને મળવા માંડ્યા છે.

સુશાસનનું ઉદાહરણ ટાંકતા શ્રી શાહે કહ્યું કે છેલ્લાં સાત વર્ષોમાં મોદી સરકાર સામે ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ નથી કેમ કે તે સ્વચ્છ અને પારદર્શી વહીવટીતંત્ર છે.

આ અવસરે કેન્દ્રીય પર્સોનેલ, પીજી અને પેન્શન્સ માટેના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે મોદી સરકારના શાસન મોડેલનું હાર્દ નાગરિક કેન્દ્રી વહીવટીતંત્ર છે. તેમણે કહ્યું કે સુશાસન ઇન્ડેક્સ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શાસનની સ્થિતિને મૂલવવામાં મદદ કરશે.

ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ, જીજીઆઇ 2021ના માળખામાં 10 ક્ષેત્રો અને 58 સૂચકોને આવરી લેવાયા હતા. જીજીઆઇ 2020-21ના ક્ષેત્રો છે 1) કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, 2) વાણિજ્ય અને ઉદ્યોગ, 3) માનવ સંસાધન વિકાસ, 4) જાહેર આરોગ્ય, 5) જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ, 6) આર્થિક શાસન, 7) સામાજિક કલ્યાણ અને વિકાસ, 8)ન્યાયતંત્ર અને જાહેર સલામતી, 9) પર્યાવરણ અને 10) નાગરિક કેન્દ્રી શાસન. જીજીઆઇ 2020-21માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, જેમ કે, (i) અન્ય રાજ્યો -ગ્રૂપ એ; (ii) અન્ય રાજ્યો -ગ્રૂપ બી; (iii) ઉત્તર-પૂર્વી અને પર્વતીય રાજ્યો; અને (iv) કેન્દ્ર શાસિત પ્રદેશો.

10 ક્ષેત્રોને આવરી લેતા કમ્પૉઝિટ રેંક સ્કૉરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા ટોચ પર છે. જીજીઆઇ 2021 કહે છે કે જીજીઆઇ 2019 સૂચકો કરતા ગુજરાતે 12.3 ટકા અને ગોવાએ 24.7 ટકા વધારો નોંધાવ્યો હતો. આર્થિક સુશાસન, માનવ સંસાધન વિકાસ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયત6ત્ર અને જાહેર સલામતી સહિત 10 ક્ષેત્રોમાંથી 5મા ગુજરાતે મજબૂત દેખાવ કર્યો છે. મહારાષ્ટ્રએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, માનવ સંસાધન વિકાસ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ, સામાજિક કલ્યાણ અને વિકાસમાં મજબૂત દેખાવ કર્યો છે. ગોવાએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ, આર્થિક શાસન, સામાજિક કલ્યાણ અને પર્યાવરણ ક્ષેત્રમાં મજબૂત દેખાવ કર્યો છે.

જીજીઆઇ 2021 કહે છે કે ઉત્તર પ્રદેશે જીજીઆઇ 2019ના દેખાવ કરતાં 8.9 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ક્ષેત્રોમાં, ઉત્તર પ્રદેશે વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને સામાજિક કલ્યાણ અને વિકાસ અને ન્યાયતંત્ર અને જાહેર સલામતીમાં પણ વધારો નોંધાવ્યો છે. ઉત્તર પ્રદેશે લોક ફરિયાદ નિવારણ સહિત નાગરિક કેન્દ્રી શાસનમાં પણ દેખાવ કર્યો છે.  

જીજીઆઇ 2021 કહે છે કે ઝારખંડે જીજીઆઇ 2019ના દેખાવ કરતાં 12.6 ટકાની વાર્ધિક વૃદ્ધિ નોંધાવી છે. 10 ક્ષેત્રોમાંથી 7 ક્ષેત્રોમાં ઝારખંડે મજબૂત દેખાવ કર્યો છે. રાજસ્થાને જીજીઆઇ 2019ના દેખાવ કરતાં 1.7%ની વાર્ધિક વૃદ્ધિ નોંધાવી છે. રાજસ્થાન ન્યાયતંત્ર અને જાહેર સલામતી, પર્યાવરણ અને નાગરિક કેન્દ્રી શાસનમાં અન્ય રાજ્યો (ગ્રૂપ બી) શ્રેણીમાં ટોચ પર આવ્યું છે.

જીજીઆઇ 2021 કહે છે કે ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોની શ્રેણીમાં, મિઝોરમ અને જમ્મુ અને કાશ્મીરે જીજીઆઇ 2019 કરતા એકંદરે અનુક્રમે 10.4% અને 3.7%ની વાર્ધિક વૃદ્ધિ નોંધાવી છે. મિઝોરમે વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન વિકાસ, જાહેર આરોગ્ય અને આર્થિક શાસનમાં મજબૂત દેખાવ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરે વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે મજબૂત દેખાવ કર્યો છે અને કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ અને ન્યાયતંત્ર અને જાહેર સલામતીના ક્ષેત્રોમાં પોતાનો સ્કૉર સુધાર્યો છે.

જીજીઆઇ 2021 કહે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં, જીજીઆઇ 2019ના સૂચકો કરતા 14 ટકાની વાર્ધિક વૃદ્ધિ સાથે દિલ્હી કમ્પૉઝિટ રેન્કમાં ટોચ પર છે. દિલ્હીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, વાણિજ્ય અને ઉદ્યોગ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ અને સામાજિક કલ્યાણ અને વિકાસમાં મજબૂત દેખાવ કર્યો છે.

જીજીઆઇ 2021 કહે છે કે 20 રાજ્યોએ જીજીઆઇ 2019ના ઇન્ડેક્સના સ્કૉર્સ કરતા પોતાનો કમ્પૉઝિટ જીજીઆઇ સ્કૉર્સ સુધાર્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મેળવાયેલ ક્ષેત્રવાર સ્કૉર્સ સૂચવે છે કે એક કે અન્ય ક્ષેત્રમાં મજબૂત દેખાવ થયો છે. સ્કૉરિંગનું વિશ્લેષણ એમ પણ સૂચવે છે કે કમ્પૉઝિટ ગવર્નન્સ સ્કૉર્સમાં રાજ્યો વચ્ચે નજીવો તફાવત છે. આ એ સૂચવે છે કે ભારતના રાજ્યોમાં એકંદર શાસન સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે.

ક્ષેત્રોમાં અને કમ્પૉઝિટ રેન્ક્સમાં ટોચના ક્રમાંકિત રાજ્યો નીચે મુજબ છે:

 

ક્ષેત્રો

ગ્રૂપ એ

ગ્રૂપ બી

ઉત્તર-પૂર્વી અને પર્વતી રાજ્યો

કેન્દ્ર શાસિત પ્રદેશો

કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર

આંધ્ર પ્રદેશ

મધ્ય પ્રદેશ

મિઝોરમ

દાદરા અને નગર હવેલી

વાણિજ્ય અને ઉદ્યોગ

તેલંગાણા

ઉત્તર પ્રદેશ

જમ્મુ અને કાશ્મીર

દમણ અને દીવ

માનવ સંસાધન વિકાસ

પંજાબ

ઓડિશા

હિમાચલ પ્રદેશ

ચંદીગઢ

જાહેર આરોગ્ય

કેરળ

પશ્ચિમ બંગાળ

મિઝોરમ

આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ

જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ

ગોવા

બિહાર

હિમાચલ પ્રદેશ

આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ

આર્થિક શાસન

ગુજરાત

ઓડિશા

ત્રિપુરા

દિલ્હી

સામાજિક કલ્યાણ અને વિકાસ

તેલંગાણા

છત્તીસગઢ

સિક્કિમ

દાદરા અને નગર હવેલી

ન્યાયતંત્ર અને જાહેર સલામતી

તમિલનાડુ

રાજસ્થાન

નાગાલેન્ડ

ચંદીગઢ

પર્યાવરણ

કેરળ

રાજસ્થાન

મણિપુર

દમણ અને દીવ

નાગરિક કેન્દ્રી શાસન

હરિયાણા

રાજસ્થાન

ઉત્તરાખંડ

દિલ્હી

કમ્પૉઝિટ

ગુજરાત

મધ્ય પ્રદેશ

હિમાચલ પ્રદેશ

દિલ્હી

હાલના પરિણામવાચક સૂચકો ઉપરાંત, જીજીઆઇ-2020-21ના માળખામાં વધારાની પ્રક્રિયા અને ઇનપુટ આધારિત સૂચકોને પણ સામેલ કરાયા હતા. વધારાના પરિમાણોને સામેલ કરવાનો ઉદ્દેશ જીજીઆઇને શાસનને માપવા માટેના વધુ સાકલ્યવાદી સાધન બનાવવાનો છે. જીજીઆઇ 2020-21ના હેવાલમાં ગુણાત્મક પાસાંઓના સમાવેશનો રોડમેપ, નવા સૂચકોના સમાવેશ માટેનો અભિગમ અને ઇન્ડેક્સ ગણતરી માટેનો જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021 હેવાલ અહીં મેળવી શકાય છે: www.darpg.gov.in

SD/GP/JD



(Release ID: 1785173) Visitor Counter : 311