આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
2022ની મોસમ માટે કોપરા માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
એમએસપી નફાના ગાળા તરીકે લઘુતમ 50 ટકા સુનિશ્ચિત કરે છે
Posted On:
22 DEC 2021 5:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિની બેઠકમાં 2022ની સિઝન માટે કોપરા માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ને મંજૂરી આપવામાં આવી છે.
મિલિંગ કોપરાની ફેર એવરેજ ક્વોલિટી (એફએક્યુ) માટે એમએસપી 2021માં ક્વિન્ટલ દીઠ રૂ. 10,335 હતી એ 2022 સિઝન માટે ક્વિન્ટલ દીઠ રૂ. 10590 કરવામાં આવી છે અને બોલ કોપરા માટે 2021ના ક્વિન્ટલ દીઠ રૂ. 10,600થી વધારીને 2022 સિઝન માટે એમએસપી ક્વિન્ટલ દીઠ રૂ. 11,000 કરવામાં આવી છે. આ મિલિંગ કોપરા માટે ઉત્પાદનના અખિલ ભારત સરેરાશ ખર્ચ કરતા 51.85 ટકા અને બૉલ કોપરા માટે 57.73 ટકા સુનિશ્ચિત કરે છે. 2022 માટે કોપરાના એમએસપીમાં વધારો સરકારે બજેટ 2018-19માં જાહેરાત કરેલી કે સમગ્ર ભારતના ભારાંક સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા એમએસપી ઓછામાં ઓછા 1.5 ગણા નક્કી કરવી એ સિદ્ધાંતને અનુરૂપ છે.
આ નિર્ણય કમિશ ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસિસ (સીએસીપી)ની ભલામણો આધારિત છે.
તે નફાના ગાળા તરીકે ઓછામાં ઓછા 50 ટકા સુનિશ્ચિત કરે છે અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું શક્ય બનાવવા તરફનું અને પ્રગતિશીલ અને અગત્યનાં પગલાંમાંનું એક પગલું છે.
નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ કોપરા પકવતા રાજ્યોમાં એમએસપીએ ટેકા ભાવની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સીઓ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
SD/GP/JD
(Release ID: 1784340)
Visitor Counter : 284
Read this release in:
Marathi
,
Tamil
,
Kannada
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Telugu
,
Malayalam