ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પોતાના મહારાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે પૂણેમાં એનડીઆરએફની પાંચમી બટાલિયનના કેમ્પ પરિસરનું ઔપચારિક ઉદ્ઘાટન કરીને નવા પરિસરનું નિરીક્ષણ કર્યુ અને સીએફએસએલ પરિસરમાં નવી ઈમારતનું લોકાર્પણ કર્યુ


શ્રી અમિત શાહે એનડીઆરએફના જવાનોની સાથે ભોજન અને વાતચીત પણ કરી

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ, ગુજરાતના મુખ્યમંત્રી રહીને ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને વિશ્વસ્તરીય બનાવવા માટે ખૂબ મહેનતથી પ્લાનિંગ કર્યુ હતું અને આજે ગુજરાત એફએસએલ વિશ્વની સૌથી સારી એફએસએલમાં ઓળખાય છે

એનડીઆરએફ વિશ્વાસનું પ્રતીક છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી જ લોકોનાં મનમાં સુરક્ષાનો ભાવ પેદા થાય છે

કોઈપણ પ્રકારની આફત હોય પૂર, ભૂસ્ખલન, તોફાન, ક્યાંક ઈમારત ધરાશયી થઈ હોય કે વીજળી પડી હોય, દરેક વખતે એનડીઆરએફના જવાનો પહોંચતા જ દેશની જનતા રાહત અનુભવે છે કે હવે એનડીઆરએફ આવી ગઈ છે અને આપણે સૌ સલામત છીએ

આટલા ઓછા સમયમાં, આટલા મોટા દેશમાં અને આટલા કઠિન ક્ષેત્રમાં આ વિશ્વાસ પેદા કરી શકવો ખૂબ કઠિન હોય છે અને એ ત્યારે શક્ય છે જ્યારે દળના પ્રમુખથી લઈને અંતિમ વ્યક્તિ સુધી સૌ કોઈ પોતાના ઉદ્દેશ પ્રત્યે સમર્પિત હોય

વિદેશોમાં પણ એનડીઆરએફને અનેકવાર મોકલાઈ અને ત્યાં પણ ખૂબ સારા પરિણામો આવ્યા અને ખૂબ સારા સંદેશ તમે ભારત માટે છોડીને આવ્યા છો અને એ ત્યારે જ સંભવ થઈ શકે કે જ્યારે તમે વસુધૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ રાખો છો.

2006માં એનડીઆરએફની રચના થઈ અને એ સમયે આઠ બટાલિયન હતી, આજે આ દળની 16 બટાલિયન થઈ ચૂકી છે અને 28 શહેરોમાં રિજનલ રિસ્પોન્સ સેન્ટર અને રિજનલ રિસ્પોન્સ ટીમ પણ ઉપલબ્ધ છે

આજે સમગ્ર વિશ્વમાં સૌથી સારા અને સૌથી મોટા આફત નિવારણ દળોમાં એનડીઆરએફની ગણતરી થઈ રહી છે, એ સમગ્ર દેશ અને ભારત સરકાર માટે ખૂબ ગૌરવનો વિષય છે

ભારત સરકારના ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં પ્રયાસ કર્યા છે કે દેશભરમાં એફએસએલ કોલેજની એક જાળ બનાવવામાં આવે અને ત્યાંથી તાલીમપ્રાપ્ત મેનપાવરની ઉપલબ્ધતાના આધારે દેશના મોટા રાજ્યોમાં ત્રણ-ચાર એફએસએલની સ્થાપના થાય

આપણા આટલા મોટા દેશમાં પ્રોસિક્યુશનનું પ્રમાણ દુનિયાની તુલનામાં ખૂબ ઓછું છે અને આપણું લક્ષ્ય હોવું જોઈએ કે દોષસિદ્ધિના પ્રમાણને આપણે વધારીએ

જો ગુનાખોરીને અંકુશમાં લેવી છે તો ગુનેગારને સજા અપાવવી જરૂરી છે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તપાસમાં વૈજ્ઞાનિક પુરાવા માટે જગ્યા હોય અને એ બંને કામ એફએસએલ વિના સંભવ નથી

કેટલાક લોકો કહે છે કે તેનાથી આજે શું પરિવર્તન આવશે, હું તેમને કહેવા માગું છું કે જો આપણે આમ જ વિચારીશું તો ક્યારેય ભવિષ્યને ઉજળું નહીં કરી શકીએ

આજે આપણે જે બીજ વાવીશું એ જ આગળ જઈને વટવૃક્ષ બનશે અને આ બીજ વાવવાનું કામ મોદી સરકાર કરી રહી છે

સીએફએસએલના મેનપાવરની સ્થિતિને પણ અમે વધારીશું, તેની સાથે જ શક્ય એટલી જલદી વૈજ્ઞાનિક પુરાવા સીધા કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી ઈલેક્ટ્રોનિક રીતે પહોંચે, તેને પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું

ભારત સરકારે અનેક સોફ્ટવેર ડેવલપ કર્યા છે જેનાથી કોર્ટ અને એફએસએલને પણ જોડવામાં આવી રહ્યા છે જેનાથી કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કે પ્રોસિક્યુટર નહીં કહી શકે કે એફએસએલ રિપોર્ટ આવવાનો બાકી છે, રિપોર્ટ કોર્ટના રેકોર્ડમાં સીધો પહોંચી જશે

આજે અનેક પડકારો આંતરિક સુરક્ષા સામે સર્જાયેલા છે, જેમકે, નાર્કોટિક્સ, હથિયારોની દાણચોરી, નકલી નોટ, સરહદ પારથી ઘૂસણખોરી વગેરે ક્ષેત્રોમાં એફએસએલના સહયોગથી આપણે ઘણું બધુ કરી શકીએ છીએ

Posted On: 19 DEC 2021 6:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પોતાના મહારાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે પૂણેમાં એનડીઆરએફની પાંચમી બટાલિયનના કેમ્પ પરિસરનું ઔપચારિક ઉદ્ઘાટન કરીને નવા પરિસરનું નિરીક્ષણ કર્યુ અને સીએફએસએલ પરિસરમાં નવા ભવનનું લોકાર્પણ કર્યુ. શ્રી અમિત શાહે એનડીઆરએફના જવાનોની સાથે ભોજન અને વાતચીત પણ કરી. કેન્દ્રીય ગૃહ સચિવ અને એનડીઆરએફના ડાયરેક્ટર સહિત અને ગણમાન્ય વ્યક્તિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. એનડીઆરએફના નવનિર્મિત પરિસરમાં જવાનો માટે બેરેક, મેસ, અધિકારીઓ અને જવાનો માટે રહેઠાણ, સ્કૂલ, યુનિટ, હોસ્પિટલ, એટીએમ, શોપિંગ કોમ્પ્લેક્સ અને હેલિપેડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

 

આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે એનડીઆરએફ વિશ્વાસનું પ્રતીક છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી જ લોકોનાં મનમાં સુરક્ષાનો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. આટલા ઓછા સમયમાં એનડીઆરએફની 16 બટાલિયનો સમગ્ર દેશમાં પોતાનું કામ ખૂબ સારી રીતે કરી રહી છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની આપત્તિ હોય પૂર, ભૂસ્ખલન, તોફાન, ક્યાંક ઈમારત ધરાશયી થઈ હોય કે વિજળી પડી હોય, દરેક વખતે એનડીઆરએફ જવાનો પહોંચતા જ દેશની જનતા રાહત અનુભવે છે કે હવે એનડીઆરએફ આવી છે અને આપણે સૌ સલામત છીએ. તેમણએ કહ્ કે આટલા ઓછા સમયમાં, આટલા મોટા દેશણાં અને આટલા કઠિન ક્ષેત્રમાં આ વિશ્વાસ પેદા કરી શકવો ખૂબ કઠિન હોય છે અને એ ત્યારે જ શક્ય હોય છે જ્યારે દળના પ્રમુખથી લઈને અંતિમ વ્યક્તિ સુધી બધા લોકો પોતાના ઉદ્દેશ પ્રત્યે સમર્પિત હોય. આ ત્યારે શક્ય છે જ્યારે પોતાની ચિંતા કર્યા વિના જેમને બચાવવા આવ્યા છીએ, તેની ચિંતા કરીએ, પોતાના જીવની ચિંતા કર્યા વિના જેમનો જીવ બચાવવાનો છે તેના માટે કામ કરીએ. શ્રી શાહે કહ્યું કે આપે દેશમાં ખૂબ ઓછા સમયમાં લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે અને આ ખ્યાતિ માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં પણ થઈ છે. વિદેશોમાં પણ એનડીઆરએફને અનેકવાર મોકલવામાં આવી અને ત્યાં પણ ખૂબ સારા પરિણામો આવ્યા અને ખૂબ સારો સંદેશો ભારત માટે છોડીને આવ્યા છો અને તે ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે તમે વસુધૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ ધરાવો છો. સમગ્ર માનવજાત પ્રત્યે એનડીઆરએફની જે સંવેદના અને સમર્પણ છે એ આની ઓળખ છે અને આપણે એ જાળવી રાખવી જોઈએ.

 

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે એનડીઆરએફને અન્ય અનેક ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા હાંસલ કરવા, એનડીઆરએફ અને એસડીઆરએફનો એક પ્રકારે કામ કરવાનો સ્વભાવ બનાવવા અને એનડીઆરએફના તત્વાધાનમાં એસડીઆરએફને પણ એનડીઆરએફને સમકક્ષ બનાવવા માટે ઘણું બધું કરવાનું હજુ બાકી છે. જ્યાં સુધી એનડીઆરએફ અને એસડીઆરએફના એક પ્રકારે જ કામ કરવાની તાલીમ અને અભ્યાસ નહીં થાય, ત્યાં સુધી આપણે આટલા મોટા દેશમાં દરેક આફતના સમયે જનતાને બચાવવામાં સફળ ન થઈ શકીએ.

શ્રી અમિત શાહે કહ્યું કે 2006માં એનડીઆરએફની રચના થઈ અને એ સમયે આઠ બટાલિયન હતી જે બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, સીઆઈએસએફના જવાનોને લઈને બનાવાઈ હતી. આજે આ દળની 16 બટાલિયનો બની ચૂકી છે અને 28 શહેરોમાં રિજનલ રિસ્પોન્સ સેન્ટર અને રિજનલ રિસ્પોન્સ ટીમ પણ હાજર છે. એનડીઆરએફને દુનિયાભરના આપત્તિના ક્ષેત્રઓમાં તમામ પાસાઓ અને ડાયમેન્શનનો અભ્યાસ કરવા માટે પોતાને ત્યાં ટીમ બનાવવી જોઈએ અને એ ટીમ એનડીઆરએફને વિશ્વમાં સૌથી સારી આપત્તિ મોચન દળ બનાવવાની દિશામાં લઈ જાવ, એ સુનિશ્ચિત કરવું જોઈએ, આજે સમગ્ર વિશ્વમાં સૌથી સારા અને સૌથી વિશાળ આપત્તિ નિવારણ દળોમાં એનડીઆરએફની ગણના થઈ રહી છે, એ સમગ્ર દેશ માટે અને ભારત સરકાર માટે ખૂબ ગૌરવનો વિષય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તમારા સમર્પણ, ઈતિહાસ અને ડ્યુટી પ્રત્યેની નિષ્ઠાના કારણે જ આ સિદ્ધ થઈ શક્યું છે.

 

 

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સેન્ટર પૂણેની પ્રયોગશાળાનું પણ લોકાર્પણ થયું છે. અત્યાર સુધીમાં દેશમાં સાત કેન્દ્રીય ન્યાયિક વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ બની છે. 1904માં આપણા દેશમાં ફોરેન્સિક સાયન્સનો પાયો રાખવામાં આવ્યો અને શિમલા, હિમાચલ પ્રદેશમાં તેની શરૂઆત થઈ પરંતુ આ ક્ષેત્રમાં ભારત જેવા દેશની આંતરિક સુરક્ષા અને ન્યાયપ્રણાલીને સુદ્રઢ કરવાની છે હજુ આપણે તેમાં ઘણું કામ કરવાનું બાકી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને વિશ્વસ્તરીય બનાવવા માટે ખૂબ મહેનતથી પ્લાનિંગ કર્યુ હતું અને આજે ગુજરાત એફએસએલ વિશ્વની સૌથી સારી એફએસએલમાં ઓળખાય છે. પરંતુ તેના પ્રસારમાં સૌથી મોટી ખામી વિશેષજ્ઞતાવાળા-માનવ સંસાધનનો અભાવ હતો. એવો કોઈ કોર્સ બન્યો નહોતો જે આ ક્ષેત્ર માટે હોય. ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં આપણા દેશની અંદર એક પણ કોલેજ, યુનિવર્સિટી બની નહોતી. ગુજરાતમાં દેશની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. અમારૂં લક્ષ્ય છે કે દરેક રાજ્યમાં રાજ્ય સરકાર 1-1 કોલેજ બનાવે અને આ યુનિવર્સિટી સાથે એ ફોરેન્સિક સાયન્સ કોલેજને જોડે. જે દિવસે તમામ રાજ્યોમાં એક-એક ફોરેન્સિક સાયન્સ કોલેજ બની જશે ત્યારે દેશમાં માનવ સંસાધન દળનો કોઈ અભાવ નહીં રહે અને ફોરેન્સિક સાયન્સના અલગ-અલગ ક્ષેત્રોના એક્સપર્ટ્સ આ કોલેજો અને યુનિવર્સિટીથી બહાર આવશે અને આપણી જરૂરિયાતોને પૂરી કરશે.

 

 

શ્રી અમિત શાહે કહ્યું કે આપણા આટલા મોટા દેશમાં પ્રોસિક્યુશનનું પ્રમાણ દુનિયાના મુકાબલે ખૂબ ઓછું છે અને આપણું લક્ષ્ય હોવું જોઈએ કે દોષસિદ્ધિનું પ્રમાણ આપણે વધારીએ. જો ગુનાખોરીને નિયંત્રિત કરવી છે તો અપરાધીને સજા અપાવવી જરૂરી છે અને આ ત્યારે જ થઈ શકે કે જ્યારે તપાસમાં વૈજ્ઞાનિક પુરાવાઓ માટે સ્થાન હોય અને આ બંને કામ એફએસએલ વિના સંભવ નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં પ્રયાસ કર્યો છે કે દેશભરમાં એફએસએલ કોલેજની એક જાળ બનાવવામાં આવે અને ત્યાંથી તાલીમ પ્રાપ્ત મેનપાવરની ઉપલબ્ધતાના આધારે દેશના મોટા રાજ્યોમાં ત્રણ-ચાર એફએસએલની સ્થાપના થાય. તેના પછી દરેક જિલ્લામાં ઓછામાં ઓછી બે મોબાઈલ એફએસએલ બનાવવામાં આવે જે દરેક પોલીસ સ્ટેશનને કવર કરે. જો આટલું આપણે આવનારા પાંચ-દસ વર્ષમાં કરી શકીએ તો દેશમાં એક કાયદાકીય પરિવર્તન પણ કરી શકાશે કે છ વર્ષ કે વધુ સજાવાળા કેસોમાં એફએસએલની ટીમની વિઝિટને આપણે ફરજિયાત કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે જે દિવસે આપણે એ કરી લઈશું એ દિવસે દોષસિદ્ધનું પ્રમાણ ઘણુ વધી જશે અને આપણા દેશની આંતરિક સુરક્ષા અને ગુનાખોરી નિયંત્રણ બંનેમાં ખૂબ મોટી મદદ મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે તેનાથી આજે શું પરિવર્તન આવશે, હું તેમને કહેવા માગું છું કે જો આપણે આમ જ વિચારીશું તો ક્યારે ભવિષ્ય ઉજળું નહીં કરી શકીએ. આજે આપણે જે બીજ વાવીશું એ જ આગળ જઈને વટવૃક્ષ બનશે અને આ બીજ વાવવાનું કામ મોદી સરકાર કરી રહી છે. સીએફએસએલની મેનપાવરની સ્થિતિને પણ અમે વધારીશું. તેની સાથે જ શક્ય એટલી ઝડપથી વૈજ્ઞાનિક પુરાવા સીધા જ કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી ઈલેક્ટ્રોનિક રીતે પહોંચે, એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું. ભારત સરકારે અનેક સોફ્ટવેર ડેવલપ કર્યા છે જેને કોર્ટ અને એફએસએલને પણ જોડવામાં આવી રહી છે જેનાથી કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કે પ્રોસિક્યુટર નહીં કહી શકે કે એફએસએલ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ કોર્ટના રેકોર્ડમાં સીધો પહોંચી જશે અને તેની નકલ પોલીસ સ્ટેશનમાં જશે અને એક નકલ રાજ્યના ગૃહ મંત્રાલય પાસે જશે. આ વ્યવસ્થા જે દિવસે સ્થાપિત થશે એ દિવસે ખૂબ મોટો વિલંબ સમાપ્ત થઈ જશે અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણે દોષસિદ્ધના પ્રમાણને વધારી શકીશું. તેમણે કહ્યું કે આજે અનેક પડકારો આંતરિક સુરક્ષાની સામે છે જેમકે, નાર્કોટિક્સ, હથિયારોની દાણચોરી, નકલી નોટ, સરહદ પારથી ઘૂસણખોરી વગેરે ક્ષેત્રોમાં એફએસએલના સહયોગથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1783272) Visitor Counter : 245