સંસ્કૃતિ મંત્રાલય

વંદે ભારતમ્- નૃત્ય ઉત્સવની ગ્રાન્ડ ફિનાલે 19 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે


4 ઝોનના 949 નૃત્ય કલાકારો સાથે 73 જૂથ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે

Posted On: 18 DEC 2021 2:58PM by PIB Ahmedabad

અખિલ ભારતીય વંદે ભારતમ્, નૃત્ય ઉત્સવની ગ્રાન્ડ ફિનાલે 19 ડિસેમ્બરે દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમના સભાગારમાં આયોજિત કરાશે. 4 ઝોનના 949 નૃત્ય કલાકારોની સાથે 73 જૂથોએ ફાઈનલ સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. ફાઈનલમાં નૃત્ય કલાકાર ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે અને આ વિજેતાઓને જીવનમાં એકવાર મળનારી તક તરીકે ગણતંત્ર દિવસ પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે જેને ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં જોવામાં આવે છે.

ગ્રાન્ડ ફિનાલેમાં સંસ્કૃતિ અને વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી, સંરક્ષણ અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટ, પ્રસિદ્ધ અભિનેત્રી-ગાયિકા-નૃત્યાંગના ઈલા અરૂણ, શોભના નારાયણ, શિબાની કશ્યપ અને સોનલ માનસિંહની સાથે સાથે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રની અનેક અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. રાની ખાનમ અને તેમની ટીમ વંદે ભારતમ્ નામની ખાસ કોરિયોગ્રાફ કરાયેલી પ્રસ્તુતિ રજૂ કરશે અને દિગ્ગજ નૃત્યાંગના તનુશ્રી શંકર તેમજ તેમની મંડળી એ દિવસે સ્ટાર પર્ફોર્મર રહેશે.

વંદે ભારતમાં સંરક્ષણ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયની એક અનોખી પહેલ છે, જેનું આયોજન ભારતની આઝાદીના 75 વર્ષને અનુલક્ષીને આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ દેશભરની ટોચની નૃત્ય પ્રતિભાઓની પસંદગી કરવી અને ગણતંત્ર દિવસ પરેડ 2022 દરમિયા તેમને પોતાનું પર્ફોર્મન્સ દર્શાવવાની તક આપવાનો છે.

પ્રાદેશિક સ્તરની સ્પર્ધા માટે 200થી વધુ ટીમોમાંથી 2400થી વધઉ સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા હતા. પ્રાદેશિક સ્તરે ફાઈનલ સ્પર્ધા કોલકાતા, મુંબઈ, બેંગલુરુ અને દિલ્હીમાં 9થી 12 ડિસેમ્બર સુધી આયોજિત થઈ, જ્યાં 104 સમૂહોએ એક સન્માનિત જ્યુરી અને પ્રશંસકો સમક્ષ પોતાના નૃત્ય કૌશલનું પ્રદર્શન કર્યુ. આ દરમિયાન સમૂહોએ શાસ્ત્રીય, લોક, આદિવાસી અને ફ્યુઝન જેવી વિવિધ નૃત્ય શ્રેણીઓમાં ખાસ કરીને કોરિયોગ્રાફ કરાયેલી નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરી. એવામાં સમગ્ર ભારતની પ્રતિભાઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. વિવિધ શ્રેણીઓમાં સમાજના તમામ વર્ગોની ઉત્સાહપૂર્વક ભાગીદારી રહી.

તમામ 4 ઝોનના આ 104 સમૂહોમાંથી 949 નર્તકોની સાથે 73 સમૂહોએ ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું છે, જે 19 ડિસેમ્હરે દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમના સભાગારમાં આયોજિત કરાશે. અહીં નૃત્ય કલાકાર ટોચનું સન્માન પ્રાપ્ત કરવાની સાથે ગણતંત્ર દિવસની પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મેળવવા માટે સ્પર્ધા કરશે. આવી તક જીવનમાં વારંવાર મળતી હોતી નથી. પરેડ સમારંભને માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં નિહાળવામાં આવે છે.

ગ્રાન્ડ ફિનાલેના ટોચના 480 નૃત્ય કલાકારોને વિજેતા ઘોષિત કરવામાં આવશે અને તેમને 26 જાન્યુઆરી, 2022ના રોજ રાજપથ, નવી દિલ્હીમાં થનારી ગણતંત્ર દિવસની પરેડમાં પર્ફોર્મન્સ આપવાની સોનેરી તક મળશે.

વંદે ભારતમ્ સ્પર્ધા 17 નવેમ્બરે જિલ્લા સ્તરે શરૂ થઈ હતી અને તેમાં 323 સમૂહોમાં 3870થી વધુ સ્પર્ધકો સામેલ થયા હતા. જિલ્લા સ્તરે પસંદ થયેલા સ્પર્ધકોએ 30 નવેમ્બર, 2021થી રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. 4 ડિસેમ્બર, 2021 સુધી, આ 5 દિવસની અવધિમાં રાજ્ય સ્તરીય સ્પર્ધા માટે 20થી વધુ વર્ચ્યુઅલ કાર્યક્રમ આયોજિત કરાયા.

રાજ્ય સ્તર માટે 300થી વધુ સમૂહોની પસંદગી કરવામાં આવી, જેમાં 3000થી વધુ નૃત્ય કલાકાર/સ્પર્ધકો સામેલ હતા. આ પ્રકારે, એક મહિના સુધી આ આયોજને તમામ સ્પર્ધકોને રાષ્ટ્રીય સ્તરે તક મેળવવા માટે પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો આપ્યો.

ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધાને વંદે ભારતમ્ ના અધિકૃત ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલની સાથે સાથે વેબસાઈટ (vandebharatamnrityautsav.in) અને મોબાઈલ એપ્લિકેશન પર પણ લાઈવ જોઈ શકાશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1783053) Visitor Counter : 173