સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

ખાદી ફરી એકવાર વૈશ્વિક બની; અમેરિકન ફેશન બ્રાન્ડ પેટાગોનિયાએ તેના વસ્ત્રો માટે ખાદી ડેનિમ પસંદ કર્યું છે

Posted On: 13 DEC 2021 11:55AM by PIB Ahmedabad

ટકાઉપણું અને શુદ્ધતાના પ્રતિક સમાન ખાદીએ વૈશ્વિક ફેશન ક્ષેત્રે એક વિશાળ છલાંગ લગાવી છે. પેટાગોનિયા, યુએસ સ્થિત વિશ્વની અગ્રણી ફેશન બ્રાન્ડ, હવે ડેનિમ એપેરલ બનાવવા માટે હાથથી બનાવેલા ખાદી ડેનિમ કાપડનો ઉપયોગ કરી રહી છે. પેટાગોનિયાએ ટેક્સટાઇલ કંપની અરવિંદ મિલ્સ દ્વારા ગુજરાતમાંથી આશરે 30,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદ્યું છે. તેની કિંમત 1.08 કરોડ રૂપિયા છે.

જુલાઈ 2017માં, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) એ અરવિંદ મિલ્સ લિમિટેડ, અમદાવાદ સાથે વૈશ્વિક સ્તરે ખાદી ડેનિમ ઉત્પાદનોનો વેપાર કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અરવિંદ મિલ્સ ગુજરાતની KVIC પ્રમાણિત ખાદી સંસ્થાઓ પાસેથી દર વર્ષે ખાદી ડેનિમ ફેબ્રિકનો મોટો જથ્થો ખરીદે છે.

KVICની આ નવી પહેલ ગુજરાતના ખાદી કારીગરો માટે વધારાના મેન-અવર્સનું નિર્માણ જ નથી કરી રહી પણ પ્રધાનમંત્રી શ્રીના "લોકર ટુ ગ્લોબલ"ના સપનાને પણ સાકાર કરી રહી છે. પેટાગોનિયા દ્વારા ખાદી ડેનિમની ખરીદીએ 1.80 લાખ મેન-અવર્સ જનરેટ કર્યા છે, એટલે કે ખાદી વણકરો માટે 27,720 માનવ-દિવસનું સર્જન થયું છે. ઑર્ડર ઑક્ટોબર 2020માં આપવામાં આવ્યો હતો અને શેડ્યૂલ મુજબ તે 12 મહિનામાં એટલે કે ઑક્ટોબર 2021માં પૂર્ણ કરવામાં આવ્યો હતો.

KVICના ચેરમેન શ્રી વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે ખાદી એ સૌથી ફેશનેબલ અને ટ્રેન્ડ સેટિંગ પરિધાન બની છે જ્યારે ખાદીએ વિશ્વમાં સૌથી વધુ ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે તેનું મુખ્ય મૂલ્ય જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું કે ખાદી ડેનિમ વિશ્વમાં એકમાત્ર હાથથી બનાવેલું ડેનિમ ફેબ્રિક છે, જેણે દેશ-વિદેશમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. ખાદી ડેનિમ તેની શ્રેષ્ઠ ગુણવત્તા, આરામદાયક, ઓર્ગેનિક અને ઇકો-ફ્રેન્ડલી ગુણવત્તાને કારણે અગ્રણી ફેશન બ્રાન્ડ્સ દ્વારા વધુને વધુ ઉપયોગમાં લેવાય છે. ખાદી ડેનિમ એ વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલ "લોકલ ટુ ગ્લોબલ"નું ઉત્તમ ઉદાહરણ છે.

ગયા વર્ષે પટાગોનિયાની એક ટીમે રાજકોટના ગોંડલ ખાતે આવેલી ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતીની મુલાકાત લીધી હતી. આ ટીમ ખાદી ડેનિમ બનાવવાની પ્રક્રિયા જોવા આવી હતી. ઉત્પાદન પ્રક્રિયા અને હાથથી બનાવેલા ખાદી ડેનિમ ફેબ્રિકની ગુણવત્તાથી પ્રભાવિત થઈને, પેટાગોનિયાએ અરવિંદ મિલ્સ દ્વારા વિવિધ જથ્થામાં ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદવાનો ઓર્ડર આપ્યો.

ખરીદીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, પેટાગોનિયાએ ગોંડલમાં ડેનિમ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવા માટે, જેમ કે સ્પિનિંગ, વણાટરંગકામ, વેતન ચૂકવણી, કામદારોની વય ચકાસણી વગેરે માટે યુએસ સ્થિત ગ્લોબલ ડર્થ પાર્ટી એસેસરની ભરતી કરી હતી. "સ્પિનિંગ અને હેન્ડલૂમ વણાટ હવે એથિકલ હેન્ડક્રાફ્ટની નેસ્ટસીલ માટે પાત્ર છે," એમ નેસ્ટે તમામ ઉદ્યોગ ભારતી ધોરણોના વ્યાપક મૂલ્યાંકન પછી પ્રમાણપત્રમાં જણાવ્યું હતું. એવું પ્રથમવાર બન્યું છે કે જેમાં દેશની એક સંસ્થાનું મૂલ્યાંકન અને પ્રમાણીકરણ માટે આંતરરાષ્ટ્રીય સ્વતંત્ર વેલ્યુઅર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.

100% સુતરાઉ અને 28 ઈંચથી 34 ઈંચની પહોળાઈ ધરાવતા ચાર પ્રકારના ડેનિમ કાપડ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1780902) Visitor Counter : 243