નીતિ આયોગ

નીતિ આયોગે ભારતમાં દ્વિતિય અને તૃતીય સ્તરના કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં ઇમરજન્સી અને ઇજા સંભાળના મૂલ્યાંકનનો રાષ્ટ્રીય સ્તરીય અહેવાલ બહાર પાડ્યો

Posted On: 10 DEC 2021 1:42PM by PIB Ahmedabad

નીતિ આયોગ દ્વારા આજે બે વ્યાપક અહેવાલો બહાર પાડવામાં આવ્યા છે. રાષ્ટ્ર સ્તરીય વર્તમાન સ્થિતિનો અહેવાલ શીર્ષક સાથે બહાર પાડવામાં આવેલા આ અહેવાલોમાં ભારતમાં દ્વિતિય અને તૃતીય સ્તર તેમજ જિલ્લા સ્તરની હોસ્પિટલોમાં ઇમરજન્સી અને ઇજાની સંભાળની વર્તમાન સ્થિતિ બતાવવામાં આવી છે. આ અહેવાલોમાં ઇમરજન્સીના કેસોની વ્યાપકતા અને ભારણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને શ્રેષ્ઠતમ સંભાળ સેવાઓ પૂરી પાડવાની જોગવાઇઓમાં એમ્બ્યુલન્સ સેવાઓ, આરોગ્ય માળખાકીય સુવિધાઓ, માનવ સંસાધન અને ઉપકરણો બાબતે પ્રવર્તમાન અંતરાલ અંગે પણ માહિતી આપવામાં આવી છે.

આ અહેવાલો નીતિ આયોગના આદરણીય સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલ અને અધિક સચિવ ડૉ. રાકેશ સરવાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવ્યા છે.

આ અભ્યાસ નવી દિલ્હી સ્થિત JPNATC, એઇમ્સના ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા નીતિ આયોગના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.

નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૌલે આ અહેવાલની પ્રસ્તાવનામાં ભારત માટે એવી વિશ્વસ્તરીય, કાર્યદક્ષ, વ્યાવસાયિક, સંકલિત ઇમરજન્સી સંભાળ પ્રણાલી બનાવવાની દિશામાં આગળ વધવાના અસાધારણ મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કે, જે ટેકનોલોજી દ્વારા સક્ષમ હોય જેથી દેશના કોઇપણ ભાગમાં ઇમરજન્સી અથવા ટ્રોમા (આકસ્મિક ઇજા)નો ભોગ બનેલા કોઇપણ લોકોની સંભાળ લઇ શકાય. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં કરવામાં આવેલું મૂલ્યાંકન આ ચર્ચાઓ માટે મુખ્ય પ્રારંભિક બિંદુ રહેશે.

નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ એવી પ્રણાલીઓનું તાકીદે સર્જન કરવાની જરૂરિયાત પર ધ્યાન દોર્યું હતું જે કોરોનરી સિન્ડ્રોમ, સ્ટ્રોક (પક્ષઘાત), શ્વસનમાર્ગને લગતી બીમારીઓ, માતૃત્વ અને બાળરોગ સંબંધિત ઇમરજન્સીઓ અને ઇજાઓ વાળા દર્દીઓને સારવાર આપી શકે અને ભારતમાં મૃત્યુ તેમજ વિકલાંગતાના મુખ્ય કારણરૂપ હોય તેવી બીમારીઓના દર્દીઓને સારવાર પૂરી પાડી શકે.

આ અભ્યાસોમાં ભારતમાં 34 જિલ્લા હોસ્પિટલો ઉપરાંત, 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કાર્યરત 100 ઇમરજન્સી અને ઇજા સંભાળ કેન્દ્રોની પ્રવર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઇમરજન્સી સંભાળ ક્ષેત્રે તમામ ક્ષેત્રોમાં હાલમાં રહેલા અંતરાયોના વિગતવાર વિશ્લેષણમાં એમ્બ્યુલન્સ સેવાઓ, માળખાકીય સુવિધાઓ, માનવ સંસાધન, ઉપકરણની સ્થિતિ, આવશ્યક દવાઓ, ચોક્કસ સંભાળ અને વિવિધ પ્રકારની બીમારીઓના ભારણની માહિતી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ અહેવાલમાં માન્યતા, ચાલુ શૈક્ષણિક કાર્યક્રમની હાજરી અને સંસ્થાના પ્રકારના સંદર્ભમાં કાળજી તેમજ ઝીણવટપૂર્ણ મૂલ્યાંકનના જીવંત અવલોકનો પણ રજૂ કરવામાં આવ્યા છે.

આ અહેવાલમાં, ટ્રાયેજ (કટોકટીની સ્થિતિમાં દવાનો ઉપયોગ) માટે દેશવ્યાપી નીતિ, સંભાળ માટે પ્રમાણભૂત પ્રોટોકોલ, અસરકારક પેરામેડિક્સ અને બ્લડ બેંકોના વિસ્તરણ સાથે વ્યાપક વિશ્વસ્તરીય એમ્બ્યુલન્સ સેવાઓની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અભ્યાસ માટે આવરી લેવામાં આવેલા કેન્દ્રોમાંથી જેમણે માન્યતા પ્રાપ્ત થયેલી હોય અને ચાલુ શૈક્ષણિક કાર્યક્રમમાં વધુ સારું પ્રદર્શન કર્યું હોય તેમણે આ પગલાંને અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇમરજન્સી સંભાળના ક્ષેત્રમાં ગંભીર રીતે બીમાર તેમજ ઇજાગ્રસ્ત દર્દીઓને સમયસર પહોંચ અને તીવ્ર સંભાળ પહોંચાડવાની કામગીરીનો સમાવેશ થાય છે. અકાળે મૃત્યુ અને વિકલાંગતા સમાયોજિત જીવન વર્ષો (DALY)ને નિશ્ચિત સંભાળ સાથે મજબૂત એકીકૃત ઇમરજન્સી સંભાળ પ્રણાલી સ્થાપિત કરીને રોકી શકાય છે. આ અભ્યાસના પરિણામો ભારતમાં આરોગ્ય સંભાળ સુવિધાઓના તમામ સ્તરો પર કટોકટી સંભાળ સેવાઓને સુધારવા અને મજબૂત કરવા માટે નીતિગત ઇનપુટ્સ પ્રદાન કરશે.

આ સંપૂર્ણ અહેવાલો અહીંથી મેળવી શકાય છે

https://www.niti.gov.in/sites/default/files/2021-12/AIIMS_STUDY_1.pdf

https://www.niti.gov.in/sites/default/files/2021-12/AIIMS_STUDY_2_0.pdf

SD/GP/JD



(Release ID: 1780137) Visitor Counter : 391