ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav g20-india-2023

આઝાદીનો ડિજિટલ મહોત્સવ


IT મંત્રી અશ્વિની વૈષ્ણવે MSME/નાના ઉદ્યોગકારો/નાના વ્યાવસાયિકો/ પિરામિડના તળિયે રહેલા લોકોને ઝડપથી અને સરળતાથી ધિરાણ પૂરું પાડવા માટે પ્લેટફોર્મ તૈયાર કરવાનો બેંકરોને પડકાર આપ્યો

MeitY દ્વારા ‘ડિજિટલ પેમેન્ટ ઉત્સવ’ નારા હેઠળ ભારતની ડિજિટલ ચુકવણીની સફરની ઉજવણી કરવામાં આવી રહી છે

ડિજિધન લોગોનું અનાવરણ કરાયું

‘ચુટકી બજા કે’ (કૅશલેસ, ટચલેસ, પેપરલેસ) શીર્ષક વાળા ડિજિટલ ચુકવણી ગાન સાથે ડિજિટલ પેમેન્ટ્સ સંદેશ યાત્રા તરીકે ઓળખાતું લોકજાગૃતિ અભિયાન શરૂ કરાયું

ટોચના બેંકરો અને ફિનટેકે FY 2019-20 અને FY 2020-21માં ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહનની દિશામાં મેળવેલી સિદ્ધિઓ બદલ ડિજિધન પુરસ્કારોથી તેમને સન્માનિત કરાયા

PM સ્વનિધિ યોજના હેઠળ શેરી પરના ફેરિયાઓનું ઓનબોર્ડિંગ કરવા બદલ ચુકવણી પ્રણાલી એગ્રીગેટર્સના યોગદાનને બિરદાવવામાં આવ્યું

Posted On: 05 DEC 2021 3:43PM by PIB Ahmedabad

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XTQK.jpg

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આજે એક અઠવાડિયા સુધી ચાલનારા ‘આઝાદીનો ડિજિટલ મહોત્સવ’ના ભાગરૂપે ‘ડિજિટલ પેમેન્ટ ઉત્સવ’ શીર્ષક સાથે એક અનન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતમાં ડિજિટલ ચુકવણીની સફર તેમજ તેના ઉદયની ઉજવણી કરવામાં આવી હતી અને સરકાર, બેંકિંગ ક્ષેત્ર, ફિનટેક કંપનીઓ તેમજ સ્ટાર્ટઅપ્સના અગ્રણીઓને એક સાથે લાવવામાં આવ્યા હતા. ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ડિજિધન લોગોનું અનાવરણ કરાયું હતું, ‘ચુટકી બજા કે’ (કૅશલેસ, ટચલેસ, પેપરલેસ) શીર્ષક વાળા ડિજિટલ ચુકવણી ગાન સાથે ડિજિટલ પેમેન્ટ્સ સંદેશ યાત્રા તરીકે ઓળખાતા લોકજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ટોચના બેંકરો અને ફિનટેકે FY 2019-20 અને FY 2020-21 દરમિયાન ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન આપવાની દિશામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની વિવિધ સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન, MeitYPM સ્વનિધિ યોજના હેઠળ શેરી પરના ફેરિયાઓનું ઓનબોર્ડિંગ કરવામાં યોગદાન આપનારા ચાર ચુકવણી પ્રણાલી એગ્રીગેટર્સની કામગીરીને પણ બિરદાવી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XR4Y.jpg

 

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને UPIને શક્તિશાળી અને અવરોધરહિત પ્લેટફોર્મ તૈયાર કરવા માટે બેંકરોને પડકાર આપ્યો હતો જેથી MSME, નાના ઉદ્યોગકારો, નાના વ્યાવસાયિકો અને પિરામિડના તળિયે રહેલા લોકોને ઝડપથી અને સરળતાથી ધિરાણ પૂરું પાડી શકાય. તેમણે કહ્યું હતું કે, “આ પડકાર ઝીલવા માટે તમારી પાસે (બેંકરો) આજે આધાર, ડિજિલોકર અને UPIની ખૂબ સારી ઇકોસિસ્ટમ છે. આગામી ત્રણ મહિના સુધી આ પડકાર પર કામ કરો, પાછા આવો અને તમે જે કોન્સેપ્ટ લઇને આવશો તેના પર ધ્યાન આપવા માટે હું આખો દિવસ તમારી સાથે કામ કરીશ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003A59G.jpg

 

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આ પ્રસંગે વિશેષ સંબોધન આપીને ઓછા રોકડ વ્યવહારોવાળા, ડિજિટલી સશક્ત અને આત્મનિર્ભર ભારતનું સપનું વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે BFSI અને ફિનટેક ખેલાડીઓએ કરેલા પ્રયાસો બદલ તેમની કામગીરીને બિરાદવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે જ હવે, મહામારીની સ્થિતિ દરમિયાન પણ, નાગરિકોને તેમના લાભો સીધા તેમના ખાતામાં કોઇપણ લિકેજ, ભ્રષ્ટાચાર વગર પહોંચી રહ્યા છે અને કોઇપણ લોકશાહી સરકાર કરી શકે તેવી સૌથી વધુ જવાબદારીપૂર્વકની શૈલીમાં આ કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “ડિજિટલ ચુકવણીના ક્ષેત્રમાં ભારતની કામગીરી જોઇને દુનિયાભરના એવા દેશોને ઇર્ષ્યા થઇ રહી છે જેઓ વર્ષો પહેલાં તેઓ એવું માનતા હતા કે, ટેકનોલોજી અને આવિષ્કાર મામલે તેઓ આગળ છે.

આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ વક્તા MeitYના સચિવ શ્રી અજય સાહનીએ ભારતને ઓછા રોકડ વ્યવહારોવાળો સમાજ બનાવવાની દૂરંદેશી પર વિશેષ ભાર મૂક્યો હતો અને મજબૂત તેમજ સુરક્ષિત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની જરૂરિયાત અંગે પોતાના મનના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આધારની ટોચ પર આવીને, UPI એ ચોક્કસપણે એક એવું જાદુ કર્યું છે, જે તેને જીવંત ડિજિટલ ઓળખ બનાવે છે, જેના માટે આપણે ખિસ્સામાં કાર્ડ રાખવાની પણ જરૂરિયાત રહેતી નથી. UPI માત્ર એક ડેટાબેઝ અથવા પરિયોજના નથી પરંતુ તે એક એવી રાષ્ટ્રવ્યાપી ઇકોસિસ્ટમ છે જ્યાં દરેકને જોડાવા માટે આવકારવામાં આવે છે. UPIની એકધારી વૃદ્ધિ થઇ રહી છે... પરંતુ હજુ પણ આપણે ઘણા માઇલો સુધી આગળ વધવાનું છે. જ્યાં સુધી આપણને રોકડમાં વ્યવહારો જોવા મળે ત્યાં સુધી સમજો કે, અમારું કામ પૂરું થયું નથી.”

MeitYના આર્થિક સલાહકાર સુશ્રી સિમ્મી ચૌધરીએ કોવિડ મહામારીના કારણે આખી દુનિયામાં આવેલા વર્તમાન અભૂતપૂર્વ સમય દરમિયાન ડિજિટલ ચુકવણીઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગ્રાહકો દ્વારા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ડિજિટલ ચુકવણીઓને સ્વીકારવામાં અને અપનાવવામાં આવી હોવાથી, આપણે વર્ષોવર્ષ અને ખાસ કરીને મહામારીના આ સમય દરમિયાન ડિજિટલ ચુકવણીઓમાં અનેક ગણી વૃદ્ધિના સાક્ષી બન્યા છીએ. નાણાકીય વર્ષ 2018માં થયેલા કુલ વ્યવહારોની રકમ રૂ. 2,071 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2021માં વધીને રૂ. 5,551 કરોડ સુધી પહોંચી ગઇ છે. ડિજિટલ ચુકવણી અર્થતંત્રને ચાલતુ રાખે છે અને લોકોને વાઇરસના સંપર્કમાં આવતા ટાળે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TACE.jpg

 

આ કાર્યક્રમ દરમિયાન કેટલાક આવિષ્કારી ઉકેલો પણ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમકે:

  • પેમેન્ટસ ઓન ધ ગો: વિઅરેબલ્સ (પહેરી શકાય તેવાં ઉપકરણો) ખરેખરમાં પેપરલેસ અને કોન્ટેક્ટ લેસ ચુકવણીને ફરીથી પરિભાષિત કરી રહ્યાં છે, તેમને વધુ ઉત્પ્રેરક બનાવી રહ્યા છે તેથી બેંક ઓફ બરોડા અને સિટી યુનિયન બેંક દ્વારા રુપે-ઓન-ધ-ગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
  • સૌના માટે સમાવેશી ધિરાણ: ક્રેડિટ કાર્ડ્સ ફિનટેકમાં આગામી મોટી બાબતની પ્રસ્તૂતિ કરે છે અને કોન્ટેક્ટલેસ એ વાસ્તવમાં ભાવિ માર્ગ છે. તેને આગમી સ્તર સુધી લઇ જવા માટે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક - પંજાબ નેશનલ બેંક, કોટક બેંક, યસ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ICICI બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સિટી યુનિયન બેંક દ્વારા રૂપે નેટવર્ક પર કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
  • નાના વેપારીઓનું સશક્તિકરણ: ભારતમાં લગભગ 1.5 કરોડ છુટક વેચાણના સ્ટોર/કરિયાણા સ્ટોર છે. યુનિયન બેંક દ્વારા પોઇન્ટ ઓફ સેલ્સ (વેચાણની જગ્યાઓ) માટે એન્ડ્રોઇડ આધારિત સોફ્ટપોસ (SOFTPOS) મોબાઇલ એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે વધુ વ્યાપક પ્રમાણમાં ડિજિટલ ચુકવણીઓને અપનાવવામાં આવશે.

 

આ કાર્યક્રમ દરમિયાન એક્સ્પોના ભાગ રૂપે, દેશમાં ડિજિટલ ચુકવણીની ક્રાંતિમાં યોગદાન આપનારી વિવિધ ફિનટેક, બેંકો તેમજ અન્ય ઇકોસિસ્ટમના ભાગીદારો દ્વારા 40 જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બેંકો અને ફિનટેક માટે પુરસ્કાર વિતરણ કાર્યક્રમ, ‘ચુટકી બજા કે’ ડિજિટલ ચુકવણી ગાનનું લોન્ચિંગ અને કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ડિજિટલ ચુકવણી સંદેશ યાત્રાનો પ્રારંભ જેવા વિવિધ અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0058YDI.jpg

 

આ ઉત્સવ દરમિયાન કળા અને સાંસ્કૃતિક સ્થળે ફ્લેશ મોબા, રેત શિલ્પી દ્વારા આકર્ષક અને મોહિત કરતા પરફોર્મન્સથી કાર્યક્રમમાં ભાગ લેવા આવનારાઓનું ધ્યાન ખેંચાયું હતું અને વિવિધ બેંકો તેમજ ફિનટેક દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

BFSI અને ફિનટેક સ્પેસના ખેલાડીઓને એક છત્ર હેઠળ લાવવા અને સતત આવિષ્કારના પીઠબળ સાથે ડિજિટલ ચુકવણીઓના વિકાસની દિશામાં તેમણે કરેલા સખત પરિશ્રમ અને પ્રતિબદ્ધતાની ઉજવણી કરવાના ઉદ્દેશ સાથે ડિજિટલ પેમેન્ટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય પ્રધાનમંત્રીએ તમામ ઉદ્યોગસાહસિકો, આવિષ્કારકર્તાઓ અને ઉદ્યોગજગતના વ્યાવસાયિકોને ભારતને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણીઓ મામલે અગ્રેસર બનાવવાના આપણા પ્રયાસોમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું.

‘ડિજિટલ પેમેન્ટ ઉત્સવ’માં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ડિજિટલ ચુકવણીઓના વ્યવહારોમાં નોંધાયેલી પ્રચંડ વૃદ્ધિની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે.

SD/GP/JD(Release ID: 1778295) Visitor Counter : 291