પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ફિનિટી ફોરમ, 2021ના ઉદઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 03 DEC 2021 11:19AM by PIB Ahmedabad

મહાનુભાવો,

માનવંતા સાથીઓ,

ટેકનોલોજી અને નાણાંકીય જગતના મારા સાથી નાગરિકો, 70થી વધુ દેશોના હજારો સહભાગીઓ,

નમસ્કાર!

સાથીઓ,

પ્રથમ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદઘાટન કરતા અને આપ સૌને આવકારતા મને આનંદ થાય છે. ‘ઇન્ફિનિટી ફોરમ’ ભારતમાં ફિનટેક પાસે જે અમાપ સંભાવનાઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વને લાભ પૂરો પાડવા ભારતના ફિનટેક માટે જે વિશાળ સંભાવના છે એ પણ તે દર્શાવે છે.

મિત્રો,

 ચલણનો ઈતિહાસ જબરદસ્ત ઉત્ક્રાંતિ દર્શાવે છે. જેમ માનવની ઉત્ક્રાંતિ થઈ એમ આપણા વ્યવહારોનાં સ્વરૂપની પણ થઈ. વિનિમય પદ્ધતિથી ધાતુઓ, સિક્કાઓથી લઈ નોટ સુધી, ચેકથી કાર્ડ્સ સુધી, આજે આપણે અહીં પહોંચ્યા છે. અગાઉની ઘટનાઓને સમગ્ર વિશ્વમાં ફેલાવામાં દાયકાઓ વીતી જતા પણ આ વૈશ્વિકરણના યુગમાં હવે એવું રહ્યું નથી. નાણાકીય વિશ્વમાં ટેકનોલોજી વિશ્વમાં એક બહુ મોટું પરિવર્તન લાવી રહી છે. ગયા વર્ષે, ભારતમાં પહેલી વાર એટીએમના રોકડ ઉપાડ કરતા મોબાઇલ ચૂકવણીઓ વધી ગઈ. કોઇ પણ ભૌતિક શાખા કચેરીઓ વિના સંપૂર્ણ ડિજિટલ બૅન્કો વાસ્તવિકતા બની ચૂકી છે અને એક દાયકા કરતાંય ઓછા સમયમાં સામાન્ય સ્થળ બની જશે.

સાથીઓ,

ભારતે વિશ્વને એ સાબિત કરી આપ્યું છે કે ટેકનોલોજી અપનાવવાની હોય કે એની આસપાસનું નવીનીકરણ હોય, તે શ્રેષ્ઠ જ છે. ડિજિટલ ઈન્ડિયા હેઠળ સર્વાંગી પરિવર્તનશીલ પહેલે શાસન વ્યવસ્થામાં લાગુ થનારા ફિનટેક ઈનોવેશન્સ માટેના દરવાજા ખોલી નાખ્યા છે. ટેકનોલોજીએ નાણાકીય સમાવેશતાને પણ ઉદ્દીપક કરી છે. 2014માં 50 ટકા કરતા ઓછા ભારતીયો પાસે બૅન્ક ખાતા હતા, એ આપણે છેલ્લાં 7 વર્ષોમાં 430 મિલિયન (43 કરોડ) જન ધન ખાતા સાથે લગભગ સાર્વત્રિક કરી નાખ્યા છે. અત્યાર સુધીમાં, 690 મિલિયન (69 કરોડ) રૂપે કાર્ડ્સ જારી કરાયા છે. ગયા વર્ષે રૂપે કાર્ડ્સથી 1.3 અબજ વ્યવહારો થયા હતા. માત્ર ગયા મહિને જ યુપીઆઇ થકી આશરે 4.2 અબજ લેવડદેવડ થઈ હતી.

દર મહિને જીએસટી પોર્ટલ પર લગભગ 300 મિલિયન (30 કરોડ) ઈનવોઇસીઝ અપલોડ થાય છે. દર મહિને એકલા જીએસટી પોર્ટલ મારફત 12 અબજ અમેરિકી ડૉલર્સ કરતા વધુની ચૂકવણી થાય છે. મહામારી છતાં, દરરોજ આશરે 1.5 મિલિયન (15 લાખ) રેલવે ટિકિટ્સ ઓનલાઇન બુક થાય છે. ગયા વર્ષે ફાસ્ટેગે 1.3 અબજ વ્યવહારો કર્યા હતા. પીએમ સ્વનિધિ સમગ્ર દેશમાં નાના વિક્રેતાઓ માટે ધિરાણ સમર્થ બનાવે છે. ઈ-રૂપિએ લીકેજ વિના નિર્ધારિત સેવાઓનું લક્ષિત વિતરણ સમર્થ બનાવ્યું છે; આ રીતે હું આગળ ને આગળ જઈ શકું છું પણ આ તો ભારતમાં ફિનટેકના વ્યાપ અને અવસરનાં જૂજ ઉદાહરણ માત્ર છે.

સાથીઓ,

નાણાકીય સમાવેશતા ફિનટેક ક્રાંતિની ચાલક છે. ફિનટેક ચાર સ્તંભો પર આધારિત છે; આવક, રોકાણ, વીમો અને સંસ્થાકીય ધિરાણ. જ્યારે આવક વધે છે, રોકાણ શક્ય બને છે. વીમા કવચ વધુ જોખમ લેવાની ક્ષમતા અને રોકાણને સમર્થ કરે છે. સંસ્થાકીય ધિરાણ વિસ્તરણ માટે પાંખો પૂરી પાડે છે. અને અમે આ દરેકે દરેક સ્તંભ પર કાર્ય કર્યું છે. જ્યારે આ તમામ પરિબળો એકત્ર થાય છે, ત્યારે અચાનક તમને લાગે છે કે આટલા બધાં લોકો નાણાકીય ક્ષેત્રમાં ભાગ લઈ રહ્યા છે. ફિનટેક નવીન વસ્તુ માટે મોટો આધાર સંપૂર્ણ સ્પ્રિંગબૉર્ડ બની જાય છે. ભારતમાં ફિનટેક ઉદ્યોગ દેશમાં દરેક વ્યક્તિને વિધિવત ધિરાણ પદ્ધતિ અને નાણાંની સુવિધા વધારવા સ્થાપિત પ્રણાલિકાઓમાં સારા ફેરફાર કરી રહ્યું છે. હવે આ સમય ફિનટેક પહેલને ફિનટેક ક્રાંતિમાં ફેરવવાનો છે. એક એવી ક્રાંતિ જે દેશના દરેકે દરેક નાગરિકનાં નાણાકીય સશક્તિકરણને હાંસલ કરવામાં મદદ કરે.

સાથીઓ,

આપણે જેમ ફિનટેકની વિસ્તૃત થતી પહોંચને જોઇ રહ્યા છીએ, ત્યારે ધ્યાન આપવા જેવી વિચારવાલાયક બાબતો છે. ફિનટેક ઉદ્યોગે જંગી વ્યાપ સિદ્ધ કર્યો છે, અને વ્યાપનો મતલબ એ કે દરેક વર્ગના લોકો ગ્રાહકો છે. જનસમૂહમાં આ ફિનટેકની સ્વીકૃતિની એક વિશિષ્ટ વિશેષતા છે. આ લાક્ષણિકતા વિશ્વાસ છે. ડિજિટલ ચૂકવણીઓ અને આવી ટેકનોલોજીઓને અપનાવીને સામાન્ય ભારતીયે આપણી ફિનટેક ઈકોસિસ્ટમમાં અપાર વિશ્વાસ દર્શાવ્યો છે! આ વિશ્વાસ એક જવાબદારી છે. વિશ્વાસનો મતલબ એ કે લોકોનાં હિતો સલામત રહે એ તમારે સુનિશ્ચિત કરવાની જરૂર છે. ફિનટેક સલામતી નવીનીકરણ વિના ફિનટેક ઈનોવેશન અપૂર્ણ રહેશે.

સાથીઓ,

આપણે આપણાં અનુભવો અને કુશળતા તેમજ એમાંથી જે શીખ્યાં એ પણ  વિશ્વ સાથે વહેંચવામાં માનીએ છીએ. આપણાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમાધાનો વિશ્વના લોકોનાં જીવનને સુધારી શકે છે. યુપીઆઇ અને રૂપે જેવા સાધનો દરેક દેશ માટે અજોડ તક પૂરી પાડે છે. ઓછા ખર્ચાની અને વિશ્વસનીય ‘રિઅલ ટાઇમ પેમેન્ટ પદ્ધતિ’ અને એક ‘ઘરેલુ કાર્ડ યોજના’ અને ‘ફંડ રેમિટન્સ સિસ્ટમ’ પૂરી પાડવાની એક તક.

સાથીઓ,

ગિફ્ટ સિટી એ માત્ર એક પરિસર નથી. એ ભારતની ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતના લોકતાંત્રિક મૂલ્યો, માગ, વસતીશાસ્ત્ર અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિચારો, નવીનીકરણ અને રોકાણ પ્રત્યેની ભારતની નિખાલસતાનું પ્રતિનિધિત્વ કરે છે. ગિફ્ટ સિટી એ વૈશ્વિક ફિનટેક જગતનો ગેટવે છે. ગિફ્ટ સિટી ખાતે (આઇએફએસસી)નો જન્મ એ કલ્પનાથી થયો કે ટેકનોલોજી સાથે ફાયનાન્સનું જોડાણ ભારતના ભાવિ વિકાસનો એક મહત્વનો ભાગ બની રહેશે. અમારો ઉદ્દેશ ભારત માટે જ નહીં, પણ વિશ્વ માટે શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ પૂરી પાડવાનો છે.

મિત્રો,

નાણાં વ્યવસ્થા એક અર્થતંત્રનું જીવન રક્ત છે અને ટેકનોલોજી એનું વાહક છે. ‘અંત્યોદય અને સર્વોદય’ સિદ્ધ કરવા માટે બેઉ એટલાં જ અગત્યના છે. ઉદ્યોગના અમર્યાદ ભાવિને ચકાસવા વૈશ્વિક ફિનટેક ઉદ્યોગના તમામ ચાવીરૂપ હિતધારકોને ભેગા લાવવાના આપણા પ્રયાસનો એક ભાગ આ મુખ્ય ઇન્ફિનિટી ફોરમ છે. ગયા વર્ષે અમે મળ્યા ત્યારે આ વિષય પર શ્રી માઇક બ્લૂમબર્ગ સાથે થયેલી વાત મને યાદ છે. અને હું બ્લૂમબર્ગ ગ્રૂપનો એમના સમર્થન માટે આભાર માનું છું. ઇન્ફિનિટી ફોરમ એ વિશ્વાસનું ફોરમ છે, નવીનીકરણની ભાવનામાં શ્રદ્ધા અને કલ્પનાશીલતાની શક્તિમાં વિશ્વાસ. યુવાની ઊર્જામાં વિશ્વાસ અને પરિવર્તન માટે એમના જુસ્સામાં વિશ્વાસ. વિશ્વને વધુ સારું સ્થળ બનાવવામાં વિશ્વાસ. વૈશ્વિક રીતે ઉભરતા સૌથી તાકીદના મુદ્દાઓને ઉકેલવા આપણે સૌ ભેગા મળીને, ફિનટેકમાં નવીન વિચારોને તપાસીને આગળ વધીએ.

આભાર!

 

SD/GP/NP

(ogin : PIBAhmedabad Password : pibahmedabad@123)

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1777603) Visitor Counter : 282