ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

આઝાદીનો અમૃત મહોત્સવ: ભારતમાં ભાષા, સાક્ષરતા અવરોધોને દૂર કરવાના ઉકેલ તરીકે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉદય


ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 'સામાજિક સશક્તિકરણ બ્લોકચેન, AR/VR, Drone, IoT, GIS માટે ઇમર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ' પર ગહન પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું.

Posted On: 01 DEC 2021 10:01AM by PIB Ahmedabad

29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી સ્વતંત્રતાના ડિજિટલ ઉત્સવની ઉજવણીના સંદર્ભમાં, બીજા દિવસના બીજા સત્રમાં એટલે કે 30 નવેમ્બર, 2021માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન, ડ્રોન અને જિયોસ્પેશિયલ જેવી ઉભરતી ટેક્નોલોજીઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત, ડિજિટલ ઈન્ડિયા પ્રધાનમંત્રીના ઉભરતા ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે, જ્યાં ટેકનોલોજી આપણા નાગરિકોની ઉડાન ભરવાની અપાર સંભાવનાઓને સશક્ત કરશે, તેમના જીવનમાં સુધારાઓ લાવશે, પારદર્શક અને સર્વસમાવેશક વિકાસના દરવાજા ખોલશે.

નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) ના પ્રમુખ અને સીઈઓ, શ્રી અભિષેક સિંઘે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સામાજિક લાભો માટે ડિજિટલ ઈન્ડિયા પહેલના અસરકારક અમલીકરણ માટે ઉભરતી તકનીકોની ભૂમિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉભરતી ટેક્નોલોજી બાબતે ભારત સરકારની વિવિધ પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને શિક્ષણવિદોની વિગતો રજૂ કરી હતી.

ડૉ. નીતા વર્મા (DG, NIC) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં મહત્વ અને સંભવિતતા વિશે વાત કરી. તેમણે એ પણ સમજાવ્યું કે તે કેવી રીતે સાક્ષરતા અને ભાષાના અવરોધોને દૂર કરીને ભારતમાં "વાસ્તવિક સામાજિક સશક્તિકરણ" લાવી શકે છે.

ડૉ. નીતા વર્માએ જણાવ્યું હતું કે, “કૃત્રિમ બુદ્ધિમત્તામાં અપાર ક્ષમતા છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન, જ્યારે સરકારી અધિકારીઓ ઉપલબ્ધ ન હતા, ત્યારે અમે લોકોને જરૂરી માહિતી મેળવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચેટબોટ્સ બનાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 20-30 કરોડ લોકો એવા છે કે જેઓ કાં તો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી અથવા તો ટેક્નોલોજી સુધી પહોંચવામાં સાક્ષરતા અને ભાષાના અવરોધોનો સામનો કરવો પડે છે.

ડો. નીતા વર્માએ જણાવ્યું હતું કે, “અમને તમામ સરકારી એપ્લિકેશન્સમાં વોઈસ ઈન્ટરફેસની જરૂર છે જેથી ભાષાના પડકારોને ધીમે ધીમે દૂર કરી શકાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર સામાજિક સશક્તિકરણનું કામ કરી શકે છે. વધુમાં, પુષ્કળ સંશોધન, નવીનતા, ક્ષમતા નિર્માણ અને નિયમનકારી સમર્થનની જરૂર છે, જે પાયાના સ્તરે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે. આ પરિવર્તન લાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

ડૉ. નીતા વર્માએ એ વિશે પણ વાત કરી કે કેવી રીતે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ ગવર્નન્સમાં AI ની સંભવિતતા શોધવાના ઉદ્દેશ્ય સાથે 2019માં સેન્ટર ઑફ એક્સેલન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના કરી હતી.

શાસનની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રાયોગિક કાર્યક્રમો ઘડવામાં અને શરૂ કરવામાં સેન્ટર ઓફ એક્સેલન્સ સફળ રહ્યું હતું. સ્વચ્છ ભારત અર્બન, આઇડેન્ટિટી કાર્ડ ઓથેન્ટિકેશન, ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યુઅલ સિસ્ટમમાં 'ફેસ રેકગ્નિશન' સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે ખોવાયેલા બાળકોને શોધવા માટે 'ખોયા-પાયા'માં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડૉ. નીતા વર્માએ તેમના સંબોધન દરમિયાન આવા કેટલાક ઉદાહરણો આપ્યા, જેથી કરીને ભારતમાં વ્યાપાર કરવાની સરળતા અને ઈ-ગવર્નન્સને સુધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય.

ડો. લલિતેશ કટરાગડ્ડા (સ્થાપક, ઈન્ડિયાહુડ) એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેનલ ચર્ચામાં ભાગ લેતા સમજાવ્યું કે કેવી રીતે નવી ઈન્ડિયા મેપ પોલિસી 2021 જૂના જીઓસ્પેશિયલ યુગની સરખામણીમાં ક્રાંતિનો દરજ્જો ધરાવે છે.

ડૉ. લલિતેશે કહ્યું, "ભારત નકશા નીતિ 2021 એ એક ક્રાંતિ છે, કારણ કે તેમાં ભારતીય કંપનીઓ પર શૂન્ય નિયંત્રણ છે, જૂની નીતિઓને બદલે બિનહિસાબી લાયસન્સની જરૂર છે."

તેમણે કહ્યું કે નવા ટૂલ્સ વડે આપણે AI અને ડેટા સાયન્સનો ઉપયોગ કરીને રીયલ ટાઈમ મેપિંગ લઈ શકીએ છીએ. "નકશા બનાવવાની ક્ષમતા એ નકશા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. લોકો સૌથી શુદ્ધ નકશા નિર્માતા છે. નાના અને સરેરાશ ખેડૂતો પાસે એક કે બે એકર જમીન છે, જેની કિંમત 20 લાખ છે, પરંતુ તેમને 30-40 હજાર રૂપિયાની લોન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ ક્ષેત્રોને મેપ કરીને ઉકેલી શકાય છે.

તેમણે ઉમેર્યું કે નકશાનો ઉપયોગ વિશ્વભરની વિવિધ સેવાઓની ઘૂસણખોરી અને જમીન પર તેમની અસરને રોકવા માટે કરી શકાય છે. વર્ષ 2021 ભારતીય ભૌગોલિક યુગની શરૂઆત માટે યાદ કરવામાં આવશે. ક્રાંતિકારી નીતિના સમર્થન સાથે, સ્વદેશી મેપિંગ અને મેપિંગ ટેકનોલોજીનો ઝડપી વિકાસ થવાનો છે.

દરમિયાન શ્રી અમિત સિન્હા (ઇન્સ્પેક્ટર જનરલ ટેલિકોમ અને ડાયરેક્ટર વિજિલન્સ, ઉત્તરાખંડ) એ ઉત્તરાખંડમાં ડ્રોન એપ્લિકેશન સંશોધન કેન્દ્ર વિશે વાત કરી અને ઉત્તરાખંડની આફતો પછી બચાવ કામગીરી દરમિયાન ડ્રોનના મહત્વને યાદ કર્યું.

તેમણે કહ્યું, “થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીના રાની ગામમાં હિમનદીઓના કારણે આફત આવી હતી. આ ઘટનામાં ક્ષતિગ્રસ્ત ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટીને ડ્રોન ટીમની મદદથી સુધારવામાં આવી હતી. વાયરને નદીની પેલે પાર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સંચાર નેટવર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું."

બીજી તરફ પ્રો. મનિન્દર અગ્રવાલે (ડિપાર્ટમેન્ટ ઑફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, IIT કાનપુર) સામાન્ય ગેરસમજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે બ્લોકચેન ફક્ત ક્રિપ્ટો-કરન્સી માટે છે. તેમણે કહ્યું કે બ્લોકચેનનો ઉપયોગ જમીનની સ્પષ્ટ માલિકી અને ખેતરના દસ્તાવેજોની જાળવણી માટે પણ થઈ શકે છે. "બધા લોકો દ્વારા ખુલ્લેઆમ જમીનના યોગ્ય માલિકને શોધવાનું શક્ય છે,"

શ્રી અગ્રવાલે જણાવ્યું કે બ્લોકચેન ટેક્નોલોજી એવા દસ્તાવેજો બનાવવા અને જાળવવાનું સરળ બનાવે છે જે બદલી શકાતા નથી. એવા ઘણા ક્ષેત્રો છે, ખાસ કરીને જેઓ નાગરિકોને સેવાઓ પૂરી પાડે છે, જ્યાં દસ્તાવેજોની જાળવણી જે બદલવી શક્ય નથી તે ખૂબ મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જમીન માલિકીના દસ્તાવેજો, ફોજદારી ડેટાબેઝ અને સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ.

શ્રી શેખર શિવસુબ્રમણ્યમ (હેડ-સોલ્યુશન્સ એન્ડ ઓપરેશન્સ, વાધવાણી AI) એ સત્રનું સમાપન કર્યું. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન્સ વિકસાવવા માટે બહુપક્ષીય સમજની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જે વાસ્તવમાં પરિવર્તન લાવી શકે છે.

સુબ્રમણ્યમે કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તામાં સૌથી મહત્વની વસ્તુ દ્રઢતા છે. તમારે છ-આઠ મહિના સુધી પરિણામ જોવાનું છે, પછી ક્યાંક તે એકદમ સચોટ અને સંપૂર્ણ હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેતુ લોકોમાં વિશ્વાસ વધારવાનો છે, તેથી આપણે લોકોને એકસાથે લાવવા પડશે અને તેમનું પરીક્ષણ કરીને આગળ વધવું પડશે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1776747) Visitor Counter : 349