ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

MeitY 29મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર, 2021 “આઝાદી કા ડિજિટલ મહોત્સવ”ની ઉજવણી કરશે


ડિજિટલ ક્ષેત્રમાં ભારતની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ દર્શાવવા અને ભવિષ્યની રૂપરેખા નિર્ધારિત કરવા એક સપ્તાહ લાંબા પ્રસંગો/પ્રવૃત્તિઓ

Posted On: 28 NOV 2021 2:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આત્મનિર્ભર ભારતના નિર્માણનું સ્વપ્ન સેવ્યું છે. રાષ્ટ્ર સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને ભારત અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ સમય ભારતને તેના આ સામર્થ્યનો ખ્યાલ મેળવવાનો અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી સંચાર તકનિકના ક્ષેત્રમાં વિશ્વ ગુરૂ તરીકે ઉભરવાનો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ વાતને 'યહી સમય હૈ, યહી સમય હૈ, સહી સમય હૈ' તરીકે ઓળખાવે છે.

અમૃત મહોત્સવની યાદગીરી સ્વરૂપે - MeitY એક સપ્તાહ લાંબો કાર્યક્રમો/પ્રવૃતિઓના 'આઝાદી કા ડિજિટલ મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યું છે, જે ડિજિટલ ક્ષેત્રમાં ભારતની શ્રેષ્ઠ સિદ્ધિઓનું પ્રદર્શન કરશે અને વધુમાં ભવિષ્ય માટેની રૂપરેખા પણ નિર્ધારિત કરશે. તે વધુમાં તે બાબત રેખાંકિત કરશે કે કેવી રીતે ડિજિટલ ટેક્નોલોજી અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે અને આપણી સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખને પ્રભાવિત કરીને ડિજિટલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની ભાવનાને ઊર્જા પૂરી પાડી રહી છે. એક સપ્તાહ લાંબા કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, રેલવે અને માહિતી સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યકક્ષાના ઇલેક્ટ્રોનિક્સ અને  આઇટી, રેલવે અને માહિતી સંચાર તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અનેક વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગમાંથી નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

MeitYની મુખ્ય કામગીરી ભારતને ડિજિટલ રીતે સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનું અને ટેક્નોલોજી અને માહિતી સંચારના ક્ષેત્રમાં દેશ માટે આત્મનિર્ભરતાનું સર્જન કરવાનું છે. બાબત ધ્યાનમાં રાખીને 29મી નવેમ્બરથી શરૂ કરીને શ્રેણીબદ્ધ કાર્યક્રમો/પહેલો હાથ ધરવામાં આવશે, જે ભારતના ડિજિટલ પરિવર્તનની સફરને પ્રદર્શિત કરશે.

સપ્તાહ દરમિયાન નિર્ધારિત કરાયેલા કાર્યક્રમોના મુખ્ય વિષયોમાં ડિજિટલ ઇન્ડિયા, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ભારતને આત્મનિર્ભર બનાવવું, CSCનું સશક્તીકરણ, સ્વદેશી કમ્પ્યુટ ડિઝાઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવું, MyGov અને ડિજિટલ પેમેન્ટ ઉત્સવ દ્વારા નાગરિકોનાં જોડાણનો સમાવેશ થાય છે. એક સપ્તાહ સુધી ચાલનારી પરિષદના કાર્યક્રમમાં સંપૂર્ણ સત્રો, પેનલ ચર્ચા અને પ્રદર્શનોનો સમાવેશ થશે.

દિવસ પ્રમાણે કાર્યક્રમોનું આયોજન નીચે મુજબ છે -

દિવસ 1: 29મી નવેમ્બર

AKAM સપ્તાહનું ઉદઘાટન માનનીય રાજ્યકક્ષાના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રીની હાજરીમાં માનનીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી દ્વારા કરવામાં આવશે. પ્રસંગે 75@75 ભારતની AI સફર, ડિજિટલ ઇન્ડિયા હેઠળ 75 સફળ ગાથાઓ, ડિજિટલ ઇન્ડિયા વીડિયો, સ્વતંત્ર વ્યવસાય પ્રભાગ તરીકે MSH અને સહાયક પદ્ધતિમાં ઉમંગ સેવાઓ પૂરી પાડવા નીતિઓની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 'સુશાસન માટે સક્ષમ કરતાં જાહેર ડિજિટલ મંચો' ઉપર સત્રો અને સફળ ઇગવર્નન્સ પહેલોની રજૂઆત અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિચારોના આદાન પ્રદાનનો સમાવેશ થાય છે.

દિવસ 2: 30મી નવેમ્બર

બીજા દિવસે, 'જાહેર સ્તરે ઉપાયોના નિર્માણ માટે AIના શ્રેષ્ઠતમ ઉપયોગ', 'સામાજિક સશક્તિકરણ માટે ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ - બ્લોકચેઇન, AR/VR, ડ્રોન, IoT અને GIS', 'મહામારી પછી સ્ટાર્ટઅપ પારિસ્થિતિકીતંત્ર મજબૂત કરવું', અન્ય ક્ષેત્રોમાં નવી પ્રણાલીઓ અને ઉભરતા પ્રવાહો ઉપર સત્રો હાથ ધરવામાં આવશે. યુવાનો માટે જવાબદાર AI - સરકારી સ્કૂલો માટે રાષ્ટ્રીય કાર્યક્રમના ફાઇનલમાં ટોચના 20 પ્રોજેક્ટ્સને એવોર્ડ આપવામાં આવશે. BHUMI-BSF ગ્રાન્ડ ચેલેન્જના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવશે.

દિવસ 3: 1લી ડિસેમ્બર

ત્રીજા દિવસે '2025-26 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં 250 બિલિયન ડોલરનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ESDM-રૂપરેખામાં ભારતને આત્મનિર્ભર બનાવવું'ના વિષય ઉપર બહુવિધ પેનલ ચર્ચાનો સમાવેશ કરવામાં આવશે. ચર્ચા 'ઉત્પાદન વધારવા અને ભારતને મોબાઇલ ફોન અને આઇટી હાર્ડવેર માટે નિકાસ કેન્દ્ર બનાવવા','ઇલેક્ટ્રોનિક્સ સામગ્રીઓમાં ભારતને આત્મનિર્ભર બનાવવું','ઉભરતી ટેક્નોલોજી અને નવી પેઢીના ઉપકરણોમાં ભારતને આત્મનિર્ભર બનાવવું' અને 'ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમ વિકસાવવા' ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે. 'મેક ઇન ઇન્ડિયા'માં યોગદાન આપતી અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને સ્વીકૃતિ આપીને તેમને સન્માનિત કરવામાં આવશે.

દિવસ 4: 2જી ડિસેમ્બર

'ડિજિટલ ભારત અંતર્ગત નાગરિકોનું CSC સશક્તિકરણ' ઉપર સત્રમાં CSC ઉપર ફિલ્મનું પ્રદર્શન, નામાંકિત અધિકારીઓનું સંબોધન, સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે, ભારત સરકાર, નાબાર્ડ સાથે અને કિસાન ક્રેડિટ કાર્ડ CSC માટે HDFC સાથે સમજૂતી કરારોના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. દિવસે CSC પેનો પ્રારંભ પણ કરવામાં આવશે. પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરતી ટોચની 10 CSCs/PMGDISHA VLEને સન્માનિત કરવામાં આવશે.

દિવસ 5: 3જી ડિસેમ્બર

દિવસની મુખ્ય વિષયવસ્તુ 'સ્વદેશી કમ્પ્યુટર ડિઝાઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા'ની છે. 'સ્વદેશી માઇક્રોપ્રોસેસર દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા' ઉપર સામૂહિક ચર્ચાઓ અને સ્વદેશી માઇક્રોપ્રોસેસર ચેલેન્જ અંતર્ગત 30 અંતિમ સ્પર્ધકોના સ્ટૉલનું પ્રદર્શન અને ટોચના 10 વિજેતાઓને પુરસ્કાર સમારંભ દિવસની મુખ્ય પ્રવૃતિઓ રહેશે.

દિવસ 6: 4થી ડિસેમ્બર

"MyGov સાથે આઝાદી કા ડિજિટલ મહોત્સવ" શિર્ષક હેઠળ દિવસભર ચાલનારા નાગરિક જોડાણ મેળાનો સમાવેશ થાય છે. તેમાં નવીન વિચારોને ઉત્તેજન આપતાં ખ્યાલો અને મનોરંજનથી ભરપૂર પ્રવૃતિઓ આવરી લેવામાં આવી છે. તેમાં મહાનુભાવો, ઉદ્યોગ ભાગીદારોના મુખ્ય સંબોધનો અને MyGovSaathis વિચારોના આદાન-પ્રદાન કરતાં સત્રોનો સમાવેશ થશે. પેનલ ચર્ચામાં સરકારના મહત્વના નીતિનિર્ધારિકો, ઉદ્યોગના અગ્રણીઓ, MyGov ભાગીદારીઓ અને Saathisનો સમાવેશ થશે.

દિવસ 7: 5મી ડિસેમ્બર

"ડિજિટલ પેમેન્ટ ઉત્સવ"ના શિર્ષક અંતર્ગત 'ડિજિપેઃ વિઝન 2030'ના વિષય ઉપર RBI, DFS, MeitY, NPCI, SBI, ICICI /HDFC, PCI, ફોન પે, પેટીએમમાંથી મહાનુભાવોની વચ્ચે વિશિષ્ટ સામૂહિક ચર્ચા હાથ ધરવામાં આવશે. તેમાં ડિજિટલ પેમેન્ટની સફર દર્શાવતી સ્ટાર્ટઅપ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ ડિજિટલ પેમેન્ટ યાત્રાનો પ્રારંભનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ સ્વનિધી અને BBPS યોજના જેવી પ્રોત્સાહક યોજનાઓની સાથે 'ચુટકી બજાકે' ગીત લૉન્ચ કરવામાં આવશે.

MeitYનો એક સપ્તાહ લાંબો આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની સમાપ્તિ માનનીય રાજ્યકક્ષાના ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જુદી-જુદી શ્રેણીઓમાં બેન્કિંગ અધિકારીઓ અને ફિનટેક કંપનીઓને પુરસ્કાર દ્વારા અને તેમના સમાપ્તિ ઉદબોધન દ્વારા થશે.

સપ્તાહ દરમિયાન સ્થાપવામાં આવેલા પ્રદર્શન સ્ટૉલ ડિજિટલ ઇન્ડિયા પહેલો, યુવાનો માટે જવાબદાર AI અંતર્ગત શાળાના બાળકો દ્વારો પ્રોજેક્ટ્સ, CSC પ્રોજેક્ટ્સ, પેમેન્ટ ઉપાયો, સ્ટાર્ટઅપ-રોબોટ્સ દ્વારા નવીન શોધખોળો, ડ્રોન, ઓટોનોમસ બોટ્સ, AR/VR ઉપાયો સહિત બીજા અનેક વિષયો પ્રદર્શિત કરવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રતિકાત્મક સપ્તાહમાં નવીન આવિષ્કારની સંસ્કૃતિ, ઉદ્યમિતા અને ડિજિટલ સમાવેશિતાની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવશે, જે માનનીય પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરશે.

કાર્યક્રમની વિગતવાર માહિતી https://amritmahotsav.negd.in/ ઉપર ઉપલબ્ધ છે.

કાર્યક્રમનું ડિજિટલ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/DigitalIndiaofficial/ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશેઃ

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1775890) Visitor Counter : 287