પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

ભારતીય વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાંથી ક્રૂડ ઓઈલ રિલીઝ

Posted On: 23 NOV 2021 5:43PM by PIB Ahmedabad

ભારતનો એ દ્રઢ વિશ્વાસ છે કે તરલ હાઈડ્રોકાર્બનનું મૂલ્ય નિર્ધારણ ઉચિત, જવાબદાર અને બજારની તાકાતો દ્વારા થવું જોઈએ. ભારતે ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા કૃત્રિમ રીતે ઓઈલની સપ્લાઈને માગના સ્તર નીચે સમાયોજિત કરવાના કારણે થનારા ભાવવધારા અને નકારાત્મક પરિણામને લઈને વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાંથી 50 લાખ (5 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ રિલીઝ કરવા સહમત થયું છે. ઓઈલ જારી કરવાની આ પ્રક્રિયા સમાંતર રીતે અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ચીન, જાપાન અને કોરિયા સહિત અન્ય મુખ્ય વૈશ્વિક ઊર્જા વપરાશકારોના પરામર્શ દ્વારા થશે.

માનનીય પ્રધાનમંત્રી ઘરેલુ સ્તરે પેટ્રોલિયમ/ડિઝલની ઊંચી કિંમતોની સતત સમીક્ષા કરી રહ્યા છે. ફુગાવાના દબાવને નિયંત્રિત કરવાના પ્રયાસો અંતર્ગત, ભારત સરકારે 3 નવેમ્બર, 2021ના રોજ પેટ્રોલ અને ડિઝલ પર ‘સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી’માં ક્રમશઃ રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો હતો. તેના પછી અનેક રાજ્ય સરકારો દ્વારા ઈંધણ પર લાગનારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો. સરકાર ભારે આર્થિક બોજ પછી પણ નાગરિકોને રાહત પ્રદાન કરવા માટે આ કઠિન કદમ ઉઠાવવામાં આવ્યા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1774367) Visitor Counter : 289