નાણા મંત્રાલય

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે GIFT-IFSCની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન વૃદ્ધિ અને વિકાસની ચર્ચા કરી


નાણાં મંત્રીએ IFSCA માટે રૂપિયા 500 કરોડ કરતાં વધારે મૂલ્યની 3 મુખ્ય પરિયોજનાઓને મંજૂરીની જાહેરાત પણ કરી

Posted On: 20 NOV 2021 8:48PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં બે નાણાં રાજ્યમંત્રી તેમજ નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવો સહિતના પ્રતિનિધિમંડળે આજે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિ સંબંધિત બાબતો પર ચર્ચાઓમાં ભાગ લીધો હતો.

આ મુલાકાતની સાથે સાથે કેપિટલ માર્કેટ અને બેન્કિંગ અને ઇન્શ્યોરન્સ બાબતે પ્રારંભિક તબક્કે સમૂહોમાં સંબંધિત સચિવોની અધ્યક્ષતામાં પારસ્પરિક સંવાદના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન GIFTના MD અને CEO દ્વારા અને ત્યારબાદ IFSCAના ચેરમેન દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રેઝન્ટેશનોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રારંભિક દૃષ્ટિકોણના સંદર્ભમાં GIFT-IFSCની સફરના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા તેમજ કેટલું કામ થયું છે અને GIFTના કદને વધુ ઉન્નત કરવા માટે આગળનો માર્ગ શું રહેશે તે બાબતોને પણ આવરી લેવામાં આવી હતી. ત્યારબાદ, GIFT-IFSCમાં વૃદ્ધિની તકો સંબંધે એક મુક્ત ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાણામંત્રીએ ભાગ લીધો હતો અને તેમણે વિવિધ ઉકેલો શોધવા તેમજ આગળ વધવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

શ્રીમતી નિર્મલા સીતારમણે આ કાર્યક્રમ દરમિયાન, આર્થિક બાબતોના વિભાગ દ્વારા ગયા અઠવાડિયે જ રજૂ કરાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA)ની ત્રણ મુખ્ય દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હોવાની પણ જાહેરાત કરી હતી. પ્રથમ દરખાસ્ત IFSCA માટે હેડ ક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂપિયા 200 કરોડની હતી જેમાં રૂપિયા 100 કરોડ અનુદાન સહાય અને બાકીના રૂપિયા 100 કરોડ સરકાર પાસેથી લોન પેટે છે. બીજી દરખાસ્ત IFSCA માટે IT માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂપિયા 269.05 કરોડની હતી જ્યારે ત્રીજી દરખાસ્ત રૂપિયા 45.75 કરોડના મૂલ્યની IFSCA ફિનટેક યોજનાની હતી.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ખાતે GIFT-IFSC દ્વારા ભારતને વૈશ્વિક નાણાકીય ગેટવે બનાવવાનો ભારત સરકારનો પ્રયાસ છે.

શ્રીમતી સીતારમણે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી અને તેમની સમક્ષ ત્યાંની કેટલીક અનન્ય સુવિધાઓની ઝલક રજૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રીએ સ્વયંચાલિત જળ એકત્રીકરણ પ્રણાલી (AWCS), ભૂગર્ભ ઉપયોગીતા ટનલ, બુલિયન વોલ્ટિંગ સુવિધા તેમજ ઇન્ડીયા INXની પણ મુલાકાત લીધી હતી. શ્રીમતી સીતારમણ સમક્ષ ઇન્ડિયા INX ખાતે NSE IFSC અને IFSCA દ્વારા GIFT IFSC ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ સંબંધે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા જેની ભારતમાં સોના માટે ખૂબ જ ઊંચી માંગ છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે બુલિયન એક્સચેન્જ ટૂંક સમયમાં અમલમાં આવશે તેવી અપેક્ષા છે જેના માટે સેફ વૉલ્ટ સુવિધાઓ સહિત તમામ જરૂરી માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને કાર્યરત કરવામાં આવી છે તેમજ તેમણે એવો સંકેત આપ્યો હતો કે બુલિયન એક્સચેન્જ ભારત માટે એક મોટું ગેમ ચેન્જર પુરવાર થશે. શ્રીમતી સીતારમણે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, GIFT IFSC પર વધુ કંપનીઓ લિસ્ટેડ થઇ શકે, અહીં વધુ વ્યવહારો થઇ શકે, કંપનીઓ દ્વારા અહીંથી વધુ ભંડોળ ઉભું કરી શકાય અને GIFT IFSC પર બોન્ડ માર્કેટની પ્રવૃત્તિઓને કેવી રીતે સુધારી શકાય, સઘન બનાવી શકાય અને વ્યાપક બનાવી શકાય તે અંગે વિવિધ રીતો પર તેઓ ધ્યાન આપે.

નાણાં મંત્રીએ એવું પણ સૂચન કર્યું હતું કે, બેંગલુરુ, હૈદરાબાદ, ગુરુગ્રામ અને અન્ય રાજ્યોમાં જેઓ હાલમાં અસ્તિત્વમાં છે તેવા વિવિધ પ્રવૃત્તિઓમાં કામ કરી રહેલા અગ્રણી સ્ટાર્ટઅપ સાથે સંવાદ કરવાની પણ જરૂરિયાત છે. શ્રીમતી સીતારમણે ગુજરાત સરકારને એવો પણ અનુરોધ કર્યો હતો કે, IFSCની બહાર પરંતુ ગિફ્ટ સિટીની અંદર જ અગ્રણી સ્ટાર્ટઅપ મળી શકે તેવી સુવિધા માટેના વધુ વિકલ્પો શોધવામાં આવે જેથી વૈશ્વિક નાણાકીય હબ માટે આવશ્યક ઇકોસિસ્ટમનું સર્જન થઇ શકે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1773585) Visitor Counter : 379