સંરક્ષણ મંત્રાલય
બીજી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 નવી દિલ્હી ખાતે 25 થી 28 ઓક્ટોબર 2021 દરમિયાન યોજાશે
प्रविष्टि तिथि:
24 OCT 2021 12:46PM by PIB Ahmedabad
બીજી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 2021નું આયોજન નવી દિલ્હી ખાતે 25 થી 28 ઓક્ટોબર 2021 દરમિયાન કરવામાં આવ્યું છે. આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ સર્વોચ્ચ સ્તરનો અર્ધ-વાર્ષિક કાર્યક્રમ છે જેનું આયોજન દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. આ પરિષદ ભારતીય સૈન્ય માટે મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે પરિકલ્પના સ્તરની સઘન ચર્ચાઓ કરવા માટેનું સંસ્થાગત પ્લેટફોર્મ છે. આ પરિષદ સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભારતીય સૈન્યના ટોચના હોદ્દેદારોને ચર્ચા કરવા માટેની પણ ઔપચારિક ફોરમ છે.
ભારતીય સૈન્યના સર્વોચ્ચ હોદ્દેદારો સરહદની સ્થિતિ અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્ય માટે ભવિષ્ય અંગેનું આયોજન કરવા માટે વર્તમાન/ઉભરતા સુરક્ષા અને પ્રશાસનિક પાસાઓ અંગે મનોમંથન કરશે.
આ પરિષદ દરમિયાન, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ સંબોધન આપશે અને સૈન્યના કમાન્ડર્સ સાથે સંવાદ કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભારતીય નૌસેનાના વડા તેમજ ભારતીય વાયુસેનાના વડા પણ ત્રણેય સેવાઓ વચ્ચે તાલમેલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રસંગે ભારતીય સૈન્યના વરિષ્ઠ હોદ્દેદારોને સંબોધન આપશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1766155)
आगंतुक पटल : 241