સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતમાં ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોના વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાનો પ્રારંભ
16 MSME અને 15 બિન MSME (8 સ્થાનિક અને 7 વૈશ્વિક કંપનીઓ) સાથેની કુલ 31 કંપનીને આ યોજના હેઠળ માન્યતા આપવામાં આવી
અંદાજે રૂ. 1.82 લાખ કરોડનું વધતું ઉત્પાદન થવાની અપેક્ષા
સ્થાનિક સંશોધન અને વિકાસને વેગ મળવાની અપેક્ષા
આ ક્ષેત્રમાં આવનારા 4 વર્ષ દરમિયાન અંદાજે રૂપિયા 3345 કરોડનું રોકાણ થવાની સંભાવના અને લગભગ 40 હજાર કરતાં વધારે લોકો માટે વધારાની રોજગારીનું સર્જન થશે
प्रविष्टि तिथि:
14 OCT 2021 2:36PM by PIB Ahmedabad
સંચાર મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન (PLI) યોજનાનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે વિશેષ સચિવ શ્રીમતી અનીતા પ્રવીણ અને કમ્યુનિકેશન મંત્રાલયના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ટેલિકોમ ક્ષેત્રમાં PLI યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને સાકાર કરવાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. તેનાથી ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો અન્ય દેશોમાંથી આયાત કરવાની ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકશે. તેમણે ઉદ્યોગજગતના અગ્રણીઓને ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહ્વાન કર્યું હતું અને દેશમાં વિશ્વ કક્ષાના વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન અને સહકાર આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દૂરસંચાર અને નેટવર્કિંગ ઉત્પાદનોમાં ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા રૂ. 12,195 કરોડના કુલ ખર્ચ સાથે PLIનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ યોજના 1 એપ્રિલ 2021થી અમલમાં મૂકવામાં આવી છે. 1 એપ્રિલ, 2021 અને ત્યારપછીના સમયમાં ભારતમાં સફળ અરજદારો દ્વારા કરવામાં આવેલા રોકાણ અને નાણાકીય વર્ષ 2024-25 સુધી લાયક ગણવામાં આવશે, જે ક્વૉલિફાય થવા માટેના વૃદ્ધિ પામતી વાર્ષિક ઉપલી મર્યાદાને આધીન રહેશે. આ યોજના હેઠળ પાંચ (5) વર્ષ માટે એટલે નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધી સહકાર આપવામાં આવશે.
યોજના અને યોજનાની માર્ગદર્શિકા અનુસાર કુલ 31 કંપનીઓને માન્યતા આપવામાં આવી છે જેમાં 16 MSME અને 15 બિન MSME (8 સ્થાનિક અને 7 વૈશ્વિક કંપની) સામેલ છે. કમ્યુનિકેશન મંત્રાલયના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ (DoT) દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજના અંતર્ગત આ કંપનીઓને લાયક માનીને માન્યતા આપવામાં આવી છે. પાત્રતા ધરાવતી MSME કંપનીઓ નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:
- કોરલ ટેલિકોમ લિમિટેડ
- એહૂમ IoT પ્રાઇવેટ લિમિટેડ
- એલ્કોમ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ
- ફ્રોગ સેલસેટ લિમિટેડ
- GDN એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ
- GX ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
- લેખા વાયરલેસ સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ
- પનાચે ડિજિલાઇફ લિમિટેડ
- પ્રિયરાજ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
- સિક્સ્થ એનર્જી ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
- સ્કાયક્વાડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ
- STL નેટવર્ક્સ લિમિટેડ
- સુરભી સેટકોમ પ્રાઇવેટ લિમિટેડ
- સિનેર્ગા Ems લિમિટેડ
- સિસ્ટ્રોમ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
- તિઆન્યિન વર્લ્ડટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
પાત્રતા ધરાવતી બિન MSME શ્રેણીની સ્થાનિક કંપનીઓ નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:
- આકાશસ્થ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ,
- ડિક્સન ઇલેક્ટ્રો એપ્લાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ,
- HFCL ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ,
- ITI લિમિટેડ,
- નિયોલિંક ટેલિ કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ,
- સિરમા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ,
- તેજસ નેટવર્ક્સ લિમિટેડ અને
- VVDN ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
પાત્રતા ધરાવતી બિન MSME શ્રેણીની વૈશ્વિક કંપનીઓ નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:
- કોમસ્કોપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,
- ફ્લેક્સ્ટ્રોનિક્સ ટેકનોલોજીસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ
- ફોક્સકોન ટેકનોલોજી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ,
- જબિલ સર્કિટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,
- નોકિયા સોલ્યુશન્સ એન્ડ નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,
- રાઇઝિંગ સ્ટાર્સ હાઇ-ટેક પ્રાઇવેટ લિમિટેડ,
- સેન્મીના-SCI ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.
અરજદારો દ્વારા આપવામાં આવેલી કટિદ્ધતાઓ અનુસાર, આ 31 અરજદારો આવનારા 4 વર્ષમાં રૂપિયા 3345 કરોડનું રોકાણ કરશે અને યોજનાના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા 1.82 લાખ કરોડનું વધતું ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે અને તેનાથી 40,000 કરતાં વધુ લોકો માટે નવી રોજગારીનું સર્જન થવાની પણ અપેક્ષા છે. આ યોજનાના કારણે નવા ઉત્પાદનોના સ્થાનિક સંશોધન અને વિકાસને વેગ મળશે તેવી પણ અપેક્ષા છે કારણ કે વચન આપવામાં આવેલા કુલ રોકાણમાંથી 15% હિસ્સો આના પર ખર્ચ કરવામાં આવશે.
આ યોજનાને સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો તરફથી ઉત્સાહપૂર્વક મળી રહેલો પ્રતિસાદ "આત્મનિર્ભર ભારત"- મેક ઇન ઇન્ડિયામાં તેમનો મજબૂત થઇ રહેલો વિશ્વાસ સૂચિત કરે છે અને જેઓ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કદ અને વ્યાપકતામાં વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે તેમને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયન બનાવવાનો યોજનાનો ઉદ્દેશ્ય સિદ્ધ થવામાં તેમનો વિશ્વાસ બતાવે છે. આ પ્રકારે તેઓ વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલામાં પ્રવેશી શકશે."ડિજિટલ ઇન્ડિયા"ની વિરાટ દૂરંદેશીમાં ટેલિકોમ ઉત્પાદનો મહત્વની ભૂમિકા નિભાવે છે.

(रिलीज़ आईडी: 1763918)
आगंतुक पटल : 392