સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 95 કરોડના સીમાચિન્હને પાર
છેલ્લા 24 કલાકમાં 46.57 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
સાજા થવાનો દર હાલમાં 98.00%, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 18,132 નવા કેસ
ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,27,347), કુલ કેસનાં 0.67%
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.53%) 108 દિવસથી 3% કરતા ઓછો
Posted On:
11 OCT 2021 9:29AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 46,57,679 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 95 કરોડ (95,19,84,373) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 92,57,689 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,75,239
|
બીજો ડોઝ
|
90,23,632
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,58,791
|
બીજો ડોઝ
|
1,53,58,849
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
38,42,48,233
|
બીજો ડોઝ
|
10,19,06,145
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
16,55,10,602
|
બીજો ડોઝ
|
8,31,07,859
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,45,16,927
|
બીજો ડોઝ
|
5,95,78,096
|
કુલ
|
95,19,84,373
|
કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,32,93,478 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 98.00% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
106 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
છેલ્લા 24 કલાકમાં 18,132 નવા કેસ નોંધાયા. 215 દિવસમાં નોંધાયેલ આ સૌથી ઓછા દૈનિક નવા કેસ છે.
સક્રિય કેસનું ભારણ આજે 2,27,347 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.67% છે. 209 દિવસમાં સૌથી ઓછું નોંધાયું.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,35,797 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 58.36 કરોડથી વધારે (58,36,31,490) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.53% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 108 દિવસથી 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.75%નોંધાયો છે. છેલ્લા 42 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 3% થી નીચે અને સતત 125 દિવસો માટે 5% ની નીચે રહ્યો છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1762848)
Visitor Counter : 202