સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 94 કરોડના સિમાચિહ્નને પાર
                    
                    
                        
છેલ્લા 24 કલાકમાં 66.85 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 97.99%, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 18,166 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,30,971) કુલ કેસનાં 0.68% થયા
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.57%) 107 દિવસથી 3% કરતા ઓછો
                    
                
                
                    Posted On:
                10 OCT 2021 9:28AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                છેલ્લા 24 કલાકમાં રસીના 66,85,415 ડોઝ આપવાની સાથે, ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 94 કરોડ (94,70,10,175)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 92,12,314 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
	
		
			|   HCWs | પ્રથમ ડોઝ | 1,03,75,111 | 
		
			| દ્વિતિય ડોઝ | 90,09,217 | 
		
			|   FLWs | પ્રથમ ડોઝ | 1,83,58,542 | 
		
			| દ્વિતિય ડોઝ | 1,53,22,290 | 
		
			|   18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | પ્રથમ ડોઝ | 38,25,40,056 | 
		
			| દ્વિતિય ડોઝ | 10,03,92,940 | 
		
			|   45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | પ્રથમ ડોઝ | 16,50,14,727 | 
		
			| દ્વિતિય ડોઝ | 8,25,22,470 | 
		
			|   60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | પ્રથમ ડોઝ | 10,42,27,722 | 
		
			| દ્વિતિય ડોઝ | 5,92,47,100 | 
		
			| કુલ | 94,70,10,175 | 
	
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,32,71,915 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 23,624 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.99% થયો છે. સાજા થવાનો દર માર્ચ 2020થી અત્યાર સુધીમાં સૌથી વધુ રહ્યો છે.
 

105 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 18,166 નવા કેસ નોંધાયા છે. આ છેલ્લા 214 દિવસમાં નોંધાયેલા રોજિંદા સૌથી ઓછા નવા કેસો છે.
 
 

 
સક્રિય કેસનું ભારણ આજે 2,30,971 છે, જે છેલ્લા 208 દિવસમાં સૌથી ઓછા છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.68% થયા.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,83,212 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 58.25 કરોડથી વધારે (58,25,95,693) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.57% છે જે છેલ્લા 107 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.42% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 41 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 124 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.
 

 
SD/GP/JD
 
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad &nbs…
 /pibahmedabad &nbs…
 
                
                
                
                
                
                (Release ID: 1762611)
                Visitor Counter : 287