પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉપયોગી માહિતી: ક્વાડ નેતાઓનું શિખર સંમેલન

Posted On: 25 SEP 2021 10:44AM by PIB Ahmedabad

24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે વ્હાઇટ હાઉસમાં ક્વાડના નેતાઓનાં સૌપ્રથમ પ્રત્યક્ષ કે વ્યક્તિગત શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં નેતાઓએ મહત્વાકાંક્ષી પહેલો પર ભાર મૂક્યો છે, જેમાં 21મી સદીના પડકારો ઝીલવા સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને વધારે વ્યવહારિક સાથસહકાર માટેની પહેલો સામેલ છે. આ પડકારોમાં સલામત અને અસરકારક રસીનું ઉત્પાદન અને સુલભતા વધારીને કોવિડ-19 મહામારીનો અંત લાવવો, ઉચ્ચ પ્રમાણભૂત માળખાને પ્રોત્સાહન આપવું, આબોહવાની કટોકટીનો સામનો કરવો, વિકસતી ટેકનોલોજીઓ પર જોડાણ, અંતરિક્ષ અને સાયબર સુરક્ષા સામેલ છે. વળી તમામ સભ્ય દેશોમાં નવી પેઢીની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ સામેલ છે.

કોવિડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્યની જાળવણી

ક્વાડના નેતાઓએ સ્વીકાર્યું છે કે, હાલ આપણા ચાર દેશો અને દુનિયાના લોકોના જીવન અને તેમની આજીવિકા પર સૌથી મોટુનં જોખમ કોવિડ-19મહામારી છે. એટલે માર્ચ મહિનામાં ક્વાડના નેતાઓએ ક્વાડ વેક્સિન પાર્ટનરશીપ (ક્વાડ દેશો વચ્ચે રસીમાં ભાગીદારી) શરૂ કરવામાં આવી હતી, જેથી ભારત-પ્રશાંત અને દુનિયામાં સલામત અને અસરકારક વિવિધ રસીની સમાન સુલભતા સુનિશ્ચિત કરવામાં મદદ મળે. માર્ચ પછી અત્યાર સુધી ક્વાડે સલામત અને અસરકારક કોવિડ-19 રસીના ઉત્પાદનની ક્ષમતા વધારવા સાહસિક પગલાં લીધા છે, આપણા પોતાના પુરવઠામાં રસીનું દાન કર્યું છે અને મહામારીનો સામનો કરવા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહાય કરવા સંયુક્તપણે કામ કર્યું છે. ક્વાડ વેક્સિન એક્ષ્પર્ટ્સ ગ્રૂપ (ક્વાટનું રસી પર નિષ્ણાતોનું જૂથ) આપણા સાથસહકારનાં હાર્દ તરીકે જળવાઈ રહેશે, મહામારીના નવા પ્રવાહો પર જાણકારી આપવા નિયમિતપણે બેઠક કરે છે અને ભારત-પ્રશાંતમાં કોવિડ-19નો સામનો કરવા આપણા સહિયારા પ્રયાસોનું સંકલન કરે છે, જેમાં ક્વાડ પાર્ટનરશિપ કોવિડ-19 ડેશબોર્ડનું પ્રાયોગિક ધોરણે શરૂ થવાની બાબત સામેલ છે. અમે રાષ્ટ્રપ્રમુખ બાઇડેનનાં 22 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19 શિખર સંમેલનને આવકારીએ છીએ તથા ખાતરી આપીએ છીએ કે, આપણી કામગીરી ચાલુ રહેશે. ક્વાડ આ કામગીરી કરશેઃ

દુનિયાના દેશોને રસીકરણમાં મદદ કરવીઃ ક્વાડ દેશો તરીકે અમે કોવેક્સ દ્વારા ધિરાણ થતાં ડોઝ ઉપરાંત દુનિયાના દેશોને 1.2 અબજથી વધારે રસીના ડોઝનું દાન કરવા કટિબદ્ધ છીએ. અત્યાર સુધી અમે સંયુક્તપણે ભારત-પ્રશાંત વિસ્તારમાં આશરે 79 મિલિયન સલામત અને અસરકારક રસીના ડોઝ આપ્યાં છે. અમારી રસી પરનું જોડાણ બાયોલોજિકલ ઇ લિમટેડમાં ઉત્પાદનમાં વધારો જાળવી રાખશે, જેથી 2022ના અંત સુધીમાં કોવિડ-19 રસીના ઓછામાં ઓછા 1 અબજ ડોઝનું ઉત્પાદન કરી શકાય. આ નવી ક્ષમતા હાંસલ કરવાની દિશામાં પ્રથમ પગલાં તરીકે નેતાઓ સ્પષ્ટ પગલાંઓની જાહેરાત કરશે, જે મહામારીનો અંત લાવવાની ભારત-પ્રશાંતના દેશોને તાત્કાલિક મદદ કરશે. અમે રસીના ઉત્પાદન માટે ઉદાર અને સુરક્ષિત પુરવઠાની સાંકળનું મહત્વ સમજીએ છીએ. ક્વાડના સભ્ય દેશોએ ભારતની ઓક્ટોબર, 2021ની શરૂઆતથી કોવેક્સ સહિત સલામત અને અસરકારક કોવિડ-19 રસીઓની નિકાસ ફરી શરૂ કરવાની જાહેરાતને આવકારી હતી. કોવિડ-19 ક્રાઇસિસ રિસ્પોન્સ ઇમરજન્સી સપોર્ટ લોન પ્રોગ્રામમાં 3.3 અબજ દ્વારા જાપાન સલામત, અસરકારક અને સુનિશ્ચિત ગુણવત્તાયુક્ત રસીઓની ખરીદી કરવા પ્રાદેશિક દેશોને મદદ કરવાનું જાળવી રાખશે. ઓસ્ટ્રેલિયા દક્ષિણપૂર્વ એશિયા અને પ્રશાંત માટે રસીઓની ખરીદી કરવા 212 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા છેવાડાના માનવી સુધી રસી પહોંચે એ માટે 219 મિલિયન ડોલરની ફાળવણી કરશે અને આ વિસ્તારોમાં અંતરિયાળ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી રસી પહોંચાડવાના ક્વાડના પ્રયાસોનાં સંકલનનું નેતૃત્વ કરશે. ક્વાડના સભ્ય દેશો આસિયાન સચિવાલય, કોવેક્સ સુવિધા અને અન્ય પ્રસ્તુત સંગઠનો સાથે સંકલન સ્થાપિત કરશે. અમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભાગદારીઓના જીવનરક્ષક કામને મજબૂત કરવાનું અને એને ટેકો આપવાનું જાળવી રાખીશું, જેમાં ડબલ્યુએચઓ, કોવેક્સ, ગેવી, સીઇપીઆઈ અને યુનિસેફ તથા રાષ્ટ્રીય સરકારો સામેલ છે. સાથે સાથે નેતાઓએ રસીનો વિશ્વાસ અને ભરોસો મજબૂત કરવા સંપૂર્ણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ માટે ક્વાડના દેશો રસી લેવાનો ખચકાટ કે ગભરાટ દૂર કરવા પ્રતિબદ્ધ 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (ડબલ્યુએચએ)નું આયોજન કરશે.

હવે જીવ બચાવોઃ ક્વાડ તરીકે સંયુક્તપણે અમે ભારત-પ્રશાંતમાં હવે જીવન બચાવવા વધુ કામ કરવા કટિબદ્ધ છીએ. જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન દ્વારા જાપાન રસી અને સારવારની દવાઓ સહિત કોવિડ-19 સાથે સંબંધિત હેલ્થકેર ક્ષેત્રમાં અંદાજે 100 મિલિયન ડોલરના મુખ્ય રોકાણને વધારવા ભારત સાથે કામ કરશે. અમે ક્વાડ વેક્સિન એક્ષ્પર્ટ્સ ગ્રૂપનો ઉપયોગ કરીશું અને આપણી કટોકટીની સહાયના સંબંધમાં તાત્કાલિક સલાહની જરૂર મુજબ બેઠક યોજીશું.

સ્વાસ્થ્યની સુરક્ષા માટે શ્રેષ્ઠ સુવિધાઓનું નિર્માણઃ ક્વાડ આપણા દેશો અને દુનિયાને આગામી મહામારી માટે શ્રેષ્ઠ રીતે સજ્જ કરવા પ્રતિબદ્ધ છે. અમે ભારત-પ્રશાંતમાં આપણા વિસ્તૃત કોવિડ-19 પ્રતિસાદ અને સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષા વધારવાના પ્રયાસોમાં સંકલન સ્થાપિત કરતા રહીશું તથા અમે 2022માં ઓછામાં ઓછી એક મહામારીની તૈયારીનું ટેબલ કે કવાયત સંયુક્તપણે હાથ ધરીશું. અમે અત્યારે અને ભવિષ્યમાં 100 દિવસની અંદર સલામત અને અસરકારક રસી, ઉપચારો અને નિદાન સુવિધાઓની ઉપલબ્ધતા કરવા 100-ડે મિશનને ટેકો આપવા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણા સાથસહકારને પણ વધારે ગાઢ બનાવીશું. એમાં વર્તમાન અને ભવિષ્યના નૈદાનિક પરીક્ષણો પર જોડાણ સામેલ છે, જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સલરેટિંગ કોવિડ-19 થેરાપેટિક ઇન્ટવેન્શન્સ એન્ડ વેક્સિન્સ (એક્ટિવ) પરીક્ષણો માટે વધારાની સાઇટ શરૂ કરવાની પહેલ સામેલ છે, જે એક તરફ, નવી રસી અને ઉપચારોની ઝડપી તપાસની ખાતરી આપી શકે છે, તો બીજી તરફ વિસ્તારમાં દેશોને વૈજ્ઞાનિક રીતે શ્રેષ્ઠ નૈદાનિક સંશોધન હાથ ધરવા તેમની ક્ષમતા સુધારવામાં ટેકો આપશે. અમે ‘ગ્લોબલ પેન્ડેમિક રડારમાટેની અપીલને ટેકો આપીશું તથા આપણા વાયરલ જેનોમિક સર્વેલન્સ સુધારીશું, જેમાં ડબલ્યુએચઓ ગ્લોબલ ઇન્ફ્લુએન્ઝા સર્વેલન્સ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમ (જીઆઇએસઆરએસ)ને મજબૂત કરવા અને એની કામગીરી વધારવા સંયુક્તપણે કામ કરવાની બાબત સામેલ છે.

માળખાગત સુવિધા

જી7ની માળખાગત ભાગીદારી બિલ્ડ બેક બેટર વર્લ્ડ (બી3ડબલ્યુ)ની જાહેરાત ડિજિટલ જોડાણ, આબોહવા, સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત સુરક્ષા તથા જાતિગત સમાનતા પ્રેરક માળખાગત સુવિધા પર કેન્દ્રિત હતી – ક્વાડ આ વિસ્તારમાં હાલ ચાલુ માળખાગત સુવિધાલક્ષી પહેલોને મજબૂત કરવા કુશળતા, ક્ષમતા અને પ્રભાવ પર આધાર રાખશે તથા એની જરૂરિયાતો પૂર્ણ કરવા નવી તકો ઓળખવા માટે સહિયારા પ્રયાસો કરશે. ક્વાડ આ કામગીરી કરશેઃ

ક્વાડ માળખાગત સંકલન જૂથની રચનાઃ ઉચ્ચ-ધારાધોરણો ધરાવતા માળખા પર ક્વાડના પાર્ટનર્સમાંથી હાલનાં નેતૃત્વ પર એક વરિષ્ઠ ક્વાડ માળખાગત સંકલન જૂથની રચના થશે, જે પ્રાદેશિક માળખાગત જરૂરિયાતોનું આકલન એકબીજા સાથે વહેંચવા અને પારદર્શક, ઉચ્ચ ધારાધોરણો ધરાવતી માળખાગત સુવિધાઓ પ્રદાન કરવા સંબંધિત અભિગમોનું સંકલન કરશે. જૂથ ટેકનિકલ સહાય અને ક્ષમતા નિર્માણના પ્રયાસોનું સંકલન પણ કરશે, જેમાં પ્રાદેશિક ભાગીદારો સાથેનું સંકલન સામેલ છે, જેનો આશય આપણા પ્રયાસો પારસ્પરિક ઉપયોગી હોવાની અને ભારત-પ્રશાંતમાં માળખાગત સુવિધાઓની મહત્વપૂર્ણ માગ પૂર્ણ કરવા પૂરક છે એ સુનિશ્ચિત કરશે.

ઉચ્ચ ધારાધોરણો ધરાવતા માળખા પર લીડઃ ક્વાડના સભ્ય દેશો ભારત-પ્રશાંતમાં ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા ઊભી કરવામાં અગ્રણી છે. આપણા પૂરક પ્રયાસો મહત્તમ અસર હાંસલ કરવા સરકારી અને ખાનગી સંસાધનોનો ઉપયોગ કરશે. વર્ષ 2015થી અત્યાર સુધી ક્વાડ પાર્ટનર્સે વિસ્તારમાં માળખા માટે સત્તાવાર ધિરાણમાં 48 અબજ ડોલરથી વધારેનું પ્રદાન કર્યું છે. આ હજારો પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ક્ષમતા-નિર્માણ સામેલ છે, જેણે 30થી વધારે દેશોમાં ગ્રામીણ વિકાસ, આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ, જળ પુરવઠો અને સ્વચ્છતા, પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન (ઉદાહરણ તરીકે, પવન ઊર્જા, સૌર ઊર્જા અને જળ ઊર્જા), દૂરસંચાર, માર્ગ પરિવહન વગેરેને ટેકો આપ્યો છે. આપણી માળખાગત ભાગીદારી આ પ્રદાનને વધારશે અને વિસ્તારમાં ખાનગી ક્ષેત્રના રોકાણને વધારે વેગ આપશે.

આબોહવા
ક્વાડના દેશો આબોહવાના પરિવર્તન પર ઓગસ્ટ આંતરસરકારી પેનલના રિપોર્ટના તારણો પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આ રિપોર્ટના અદ્યતન આબોહવા વિજ્ઞાન પર તારણો આબોહવાની કામગીરીની મહત્વપૂર્ણ અસરો ધરાવે વિશે જાણકારી આપે છે. રિપોર્ટમાં આબોહવાની કટોકટીનું સમાધાન તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરે છે. આ માટે ક્વાડ દેશો આબોહવાલક્ષી આકાંક્ષાઓ પર તેમના પ્રયાસો કેન્દ્રિત કરશે, જેમાં રાષ્ટ્રીય ઉત્સર્જન અને પુનઃપ્રાપ્ય ઊર્જા, સ્વચ્છ ઊર્જા માટે નવીનતાઓ અને વિકાસ તેમજ સ્વીકાર્યતા, લવચિકતા અને સજ્જતા માટે 2030ના લક્ષ્યાંકો પર કામગીરી સામેલ છે. ક્વાડ દેશો ઊર્જાની અપેક્ષિત માગ પૂર્ણ કરવા તથા ભારત-પ્રશાંતની પહોંચની અંદર આપણા આબોહવાલક્ષી લક્ષ્યાંકો જાળવવા ઝડપથી અને મોટા પાયે ડિકાર્બોનાઇઝ કે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા 2020ના દાયકામાં કામગીરી વધારા કટિબદ્ધ છે. વધારાના પ્રયાસોમાં કુદરતી-ગેસના ક્ષેત્રમાં મિથેનને નાબૂદ કરવા તથા જવાબદાર અને મજબૂત સ્વચ્છ-ઊર્જા પુરવઠા સાકંળ સ્થઆપિત કરવા પર સંયુક્તપણએ કામગીરી સામેલ છે. ક્વાટ આ કામગીરી કરશેઃ

ગ્રીન-શિપિંગ નેટવર્કની રચનાઃ ક્વાડના દેશો દુનિયામાં કેટલાંક સૌથી મોટા બંદર સાથે મુખ્ય દરિયાઈ પરિવહન કેન્દ્રો ધરાવે છે. પરિણામે ક્વાડ દેશો મોટા પાયે પર્યાવરણને અનુકૂળ બંદરનું માળખું અને સ્વચ્છ-બંકરિંગ ઇંધણની સુવિધા ઊભી કરવાની વિશિષ્ટ સ્થિતિ ધરાવે છે. ક્વાડના સભ્ય દેશો ક્વાડ શિપિંગ ટાસ્ક ફોર્સની રચના કરીને તેમની કામગીરી હાથ ધરશે અને લોસ એન્જિલસ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, સિડની (બોટની) અને યોકોહામા સહિત અગ્રણી બંદરોને જહાજની મૂલ્ય સાંકળને પર્યાવરણને અનુકૂળ અને ડિકાર્બોનાઇઝ કરવા પ્રતિબદ્ધ નેટવર્ક ઊભું કરવા આવકારશે. ક્વાડ શિપિંગ ટાસ્ક ફોર્સ કેટલાંક પ્રકારના પ્રયાસો સાથે સંબંધિત કાર્યોનું આયોજન કરશે અને એનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં બેથી ત્રણ ક્વાડ લૉ-એમિશન (કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતા) કે ઝીરો એમિશન કરતાં શિપિંગ કોરિડોર સ્થાપિત કરવાનો છે.

સ્વચ્છ-હાઇડ્રોજન જોડાણ સ્થાપિત કરવું: ક્વાડ સ્વચ્છ-હાઇડ્રોજન મૂલ્ય સાંકળના તમામ પાસાંઓને મજબૂત કરવા અને ખર્ચ ઘટાડવા, અન્ય ક્ષેત્રોમાં હાલની દ્વિપક્ષીય અને બહુપક્ષીય હાઇડ્રોજન પહેલોનો ઉપયોગ કરવા ક્લીન-હાઇડ્રોજન જોડાણની જાહેરાત કરશે. એમાં ટેકનોલોજી વિકાસ અને સ્વચ્છ હાઇડ્રોજનના ઉત્પાદનને અસરકારક રીતે મોટા પાયે વધારવું (પુનઃપ્રાપ્ય ઊર્જા, કાર્બનના ઉત્સર્જનના નિયંત્રણ સાથે અશ્મિભૂત ઇંધણો અને સ્થાપિત કરવા ઇચ્છતાં લોકો માટે પરમાણુ ઊર્જામાંથી ઉત્પાદન થતાં હાઇડ્રોજન), અંતિમ-વપરાશની ઉપયોગિતાઓ માટે સલામત અને અસરકારક પરિવહન, સંગ્રહ  અને વિતરણ માટે ડિલિવરી માળખાની ઓળખ અને વિકાસ, તથા ભારત-પ્રશાંતમાં સ્વચ્છ હાઇડ્રોજનમાં વેપારને વધારવા બજારની માગને પ્રોત્સાહન આપવી જેવી બાબતો સામેલ છે.

આબોહવા સ્વીકાર્યતા, સાનુકૂળતા અને સજ્જતા વધારવીઃ ક્વાડ દેશો આબોહવા સાથે મહત્વપૂર્ણ માહિતી વહેંચી અને આપત્તિમાં મજબૂત માળખાગત સુવિધા વિકસાવીને આબોહવામાં પરિવર્તન સામે ભારત-પ્રશાંત વિસ્તારની સજ્જતા વધારવા કટિબદ્ધ છે. ક્વાડ દેશો ક્લાઇમેટ એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ ટાસ્ક બનાવશે તથા આપત્તિમાં મજબૂત માળખાગત સુવિધા માટે જોડાણ દ્વારા નવી ટેકનિકલ સુવિધા ઊભી કરશે, જે નાનાં ટાપુ વિકસિત દેશોમાં ટેકનિકલ સહાય પ્રદાન કરશે.

લોકો વચ્ચે આદાનપ્રદાન અને શિક્ષણ

આજના વિદ્યાર્થીઓ આવતીકાલ કે ભવિષ્યના આગેવાનો, ઇનોવેટર્સ કે સંશોધકો અને પથપ્રદર્શકો છે. આગામી પેઢીના વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટો વચ્ચે સંબંધોનું નિર્માણ કરવા ક્વાડના ભાગીદારોને ક્વાડ ફેલોશિપઃ પ્રથમ પ્રકારનો શિષ્યાવૃત્તિ કાર્યક્રમ જાહેર કરવા પર ગર્વ છે, જેનું સંચાલન અને વહીવટ દાનલક્ષી પહેલ દ્વારા થશે અને દરેક ક્વાડ દેશના આગેવાનોને સમાવતી બિનસરકારી ટાસ્ક ફોર્સ સાથે ચર્ચાવિચારણા કરીને થશે. આ કાર્યક્રમ અમેરિકામાં અભ્યાસ કરવા વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિતમાં અતિ પ્રતિભાસંપન્ન અમેરિકન, જાપાનીઝ, ઓસ્ટ્રેલિયન અને ભારતીય માસ્ટર અને ડૉક્ટરલના વિદ્યાર્થીઓને એકમંચ પર લાવશે. આ નવી ફેલોશિપ ક્વાડ સભ્યોનાં તેમના પોતાના દેશો અને સભ્ય દેશો વચ્ચે સરકારી, ખાનગી અને અકાદમિક ક્ષેત્રોમાં નવીનતા અને જોડાણને આગળ વધારવા વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાતોનું નેટવર્ક ઊભું કરશે. આ કાર્યક્રમ ક્વાડના સ્કોલર્સ વચ્ચે એકબીજાના સમાજ અને સંસ્કૃતિની પાયાગત સમજણ ઊભી કરશે, જે માટે દરેક ક્વાડ દેશની જૂથમાં ટ્રિપ યોજવામાં આવશે તથા દરેક દેશના ટોચના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને રાજકારણીઓ સાથેના કાર્યક્રમ સામેલ હશે. ક્વાડ આ કામગીરી કરશેઃ

ક્વાડ ફેલોશિપની શરૂઆત કરવીઃ આ ફેલોશિપ દરેક ક્વાડ દેશમાં 25 – એમ દર વર્ષે કુલ 100 વિદ્યાર્થીઓને અમેરિકામાં અગ્રણી STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી, ગણિત) ગ્રેજ્યુએટ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ અને ડૉક્ટરલની ડિગ્રી મેળવવા સ્પોન્સર કરશે. આ વિશ્વની અગ્રણી ગ્રેજ્યુએટ ફેલોશિપ પૈકીની એક બનશે, પણ વિશિષ્ટ રીતે. ક્વાડ ફેલોશિપ STEM પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના નિષ્ણાતોને એકમંચ પર લાવશે. દાનલક્ષી પહેલ સ્કમિડટ ફ્યુચર્સ બિનસરકારી ટાસ્ક ફોર્સ સાથે ચર્ચાવિચારણા કરીને ફેલોશિપ કાર્યક્રમનું સંચાલન અને વહીવટ કરશે. આ ટાસ્ક ફોર્સમાં દરેક ક્વાડ દેશમાંથી અકાદમિક, વિદેશી નીતિ અને ખાનગી ક્ષેત્રના આગેવાનો સામેલ છે. ફેલોશિપ કાર્યક્રમના પાયાના પ્રાયોજકોમાં સામેલ છે – એક્સેન્ચ્યોર, બ્લેકસ્ટોન, બોઇંગ, ગૂગલ, માસ્ટરકાર્ડ અને વેસ્ટર્ન ડિજટલ તથા કાર્યક્રમ ફેલોશિપને ટેકો આપવામાં રસ ધરાવતા વધારાના પ્રાયોજકોને આવકારશે.


મહત્વપૂર્ણ અને વિકસતી ટેકનોલોજીઓ

ક્વાડ લીડર્સ ઉદાર, સુલભ અને સુરક્ષિત ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં સંયુક્તપણે પ્રોત્સાહન આપવા કામ કરવા કટિબદ્ધ છે. નવી મહત્વપૂર્ણ અને વિકસીત ટેકનોલોજીઓ પર કાર્યકારી જૂથની સ્થાપના માર્ચમાં થઈ હોવાથી આપણે આપણું કાર્ય ચાર પ્રયાસો આસપાસ આયોજિત કર્યું છેઃ ટેકનિકલ ધારાધોરણો, 5જી વિવિધતા અને અમલીકરણ, હોરિઝોન-સ્કેનિંગ અને ટેકનોલોજીની પુરવઠા સાંકળ. આજે ક્વાડના સભ્ય દેશોના નેતાઓએ આપણા નવા પ્રયાસો સાથે ટેકનોલોજી પર સિદ્ધાંતોનું નિવેદન બહાર પાડ્યું છે, જે સંયુક્તપણે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને સાર્વત્રિક માનવાધિકારોના સંબંધમાં આકાર લઈ રહેલી મહત્વપૂર્ણ અને વિકસતી ટેકનોલોજીઓને અગ્રેસર કરશે. ક્વાડ આ કામગીરી કરશેઃ

સિદ્ધાંતો પર ક્વાડ નિવેદનનું પ્રકાશનઃ જોડાણના ચાર મહિના પછી ક્વાડ ટેકનોલોજી ડિઝાઇન, વિકાસ, વહીવટી અને ઉપયોગ પર સિદ્ધાંતોનું નિવેદન પ્રસ્તુત કરશે અને આપણને આશા છે કે, આ સિદ્ધાંતો એક વિસ્તારની સાથે સંપૂર્ણ દુનિયાને જવાબદાર, ખુલ્લાં, ઊંચા ધારાધોરણો ધરાવતી નવીનતા તરફ લઈ જવા માર્ગદર્શકરૂપ બનશે.

ટેકનિકલ ધારાધોરણો સ્થાપિત કરવા સંપર્ક જૂથોઃ ક્વાડ અદ્યતન સંચાર અને આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંપર્ક જૂથો સ્થાપિત કરશે, જે પ્રમાણભૂત વિકાસ પ્રવૃત્તિઓ તેમજ પાયાગત ધારાધોરણો પૂર્વે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સેમિકંડક્ટર પુરવઠાની સાંકળ શરૂ કરવાની પહેલઃ ક્વાડના સહભાગી દેશો સેમિકંડક્ટર્સ અને તેમના આવશ્યક ઘટકો માટે ક્ષમતાનું આકલન કરવા, જોખમોની જાણકારી મેળવવા અને પુરવઠાની સાંકળની સુરક્ષાને વધારવા સંયુક્ત પહેલ હાથ ધરશે. આ પહેલ ક્વાડના સહભાગી દેશોને વિવિધતાસભર અને સ્પર્ધાત્મક બજારને ટેકો આપવા મદદ સુનિશ્ચિત કરશે, જે દુનિયાભરના ડિજિટલ અર્થતંત્રો માટે આવશ્યક મહત્વપૂર્ણ સુરક્ષિત ટેકનોલોજીઓ બનાવે છે.

5જીની શરૂઆત અને વિવિધતાને ટેકોઃ ક્વાડના સભ્ય દેશોની સરકારને વિવિધતાસભર, મજબૂત અને સુરક્ષિત ટેલીકમ્યુનિકેશન્સ ઇકોસિસ્ટમને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા સહાયભૂત થવા ક્વાડે ઓપન RAN નીતિ ગઠબંધન દ્વાર સંકલિત ઓપન RAN સ્થાપના અને સ્વીકાર્યતા પર ટ્રેક 1.5 ઉદ્યોગ સંવાદ શરૂ કર્યો છે. ક્વાડના ભાગીદાર દેશો 5જી વિવિધતા માટે સાનુકૂળ અને સક્ષમ વાતાવરણ સંયુક્તપણે ઊભું કરશે, જેમાં પરીક્ષણ અને પરીક્ષણની સુવિધાઓ સાથે સંબંધિત પ્રયાસો સામેલ છે.

બાયોટેકનોલોજી સ્કેનિંગ પર નજર રાખવીઃ ક્વાડ મહત્વપૂર્ણ અને વિકસતી ટેકનોલોજીઓમાં વિવિધ પ્રવાહો પર નજર રાખશે, જે અદ્યતન બાયોટેકનોલોજીઓથી શરૂ થાય છે, જેમાં સિન્થેટિક બાયોલોજી, જિનોમ સીક્વન્સિંગ અને બાયોઉત્પાદન સામેલ છે. આ પ્રક્રિયામાં અમે સાથસહકાર માટે પ્રસ્તુત તકોની ઓળખ કરીશું.


સાયબર સુરક્ષા

આપણા ચાર દેશો વચ્ચે સાયબર સુરક્ષા પર લાંબા ગાળાનું જોડાણ ઊભું કરવા ક્વાડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ રીતોથી સંચાલન કરવા આપણા દેશોની સંયુક્ત કુશળતાનો ઉપયોગ કરીને સાયબર જોખમો સામે મહત્વપૂર્ણ માળખાગત સુવિધા મજબૂત કરવા નવા પ્રયાસો હાથ ધરશે. આ માટે ક્વાડ નીચેની કામગીરી કરશેઃ

ક્વાડ સીનિયર સાયબર ગ્રુપની રચનાઃ લીડર સ્તરના નિષ્ણાતો વિવિધ ક્ષેત્રોમાં સતત સુધારો આગળ વધારવા સરકાર અને ઉદ્યોગ વચ્ચે કામગીરી કરવા નિયમિતપણે બેઠક કરશે. આ ક્ષેત્રોમાં સહિયારા સાયબર ધારાધોરણોની સ્વીકાર્યતા અને અમલ, સુરક્ષિત સોફ્ટવેરનો વિકાસ, વર્કફોર્સ અને પ્રતિભા ઊભી કરવી તથા સુરક્ષિત અને વિશ્વસનિય ડિજિટલ માળખું ધરાવતી સાયબર સુરક્ષાને પ્રોત્સાહન અને એની કામગીરીમાં વધારો.


અંતરિક્ષ
ક્વાડ દેશો દુનિયામાં અંતરિક્ષ સહિત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રણી દેશોમાં સામેલ છે. આજે ક્વાડ નવા કાર્યકારી જૂથ સાથે પહેલી વાર અંતરિક્ષ ક્ષેત્રમાં સાથસહકારની સફર શરૂ કરશે. ખાસ કરીને આપણે આપણી ભાગીદારી અંતર્ગત ઉપગ્રહ ડેટાનું આદાનપ્રદાન કરીશું, આબોહવાના પરિવર્તન પર નજર રાખવા અને એમાં સુધારો કરવા વધારે અનુકૂળ કામગીરીઓ સ્વીકારીશું, આપત્તિ માટે સજ્જ થઈશું અને સહિયારા ક્ષેત્રોમાં પડકારોનું સમાધાન કરીશું. ક્વાડ આ કામગીરી કરશેઃ

પૃથ્વી અને એના જળસ્તોત્રોનું રક્ષણ કરવા ઉપગ્રહ ડેટાનું આદાનપ્રદાનઃ આપણે ચાર દેશો પૃથ્વી પર નજર રાખતા ઉપગ્રહમાંથી પ્રાપ્ત ડેટા કે માહિતીનું આદાનપ્રદાન કરવા ચર્ચા શરૂ કરીશું તથા આબોહવામાં પરિવર્તન સાથે સંકળાયેલા જોખમો અને વિવિધ સમુદ્રો અને દરિયાઈ સંસાધનોના પર્યાવરણને અનુકૂળ ઉપયોગનું વિશ્લેષણ શરૂ કરીશું. આ ડેટાની વહેંચણીથી ક્વાડ દેશોને આબોહવામાં પરિવર્તનને વધારે સારી રીતે સ્વીકારવામાં મદદ તથા આબોહવાનું વધારે ગંભીર જોખમ ધરાવતા ભારત-પ્રશાંતના અન્ય દેશોમાં ક્ષમતા ઊભી કરવામાં મદદ કરીશું. આ માટે આપણે ક્વાડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રૂપ (ક્વાડ આબોહવા કાર્યકારી જૂથ) સાથે સંકલન સ્થાપિત કરીશું.

સતત વિકાસ માટે ક્ષમતા ઊભી કરવીઃ ક્વાડ દેશો જોખમો અને પડકારોનું વ્યવસ્થાપન કરવા અન્ય ભારત-પ્રશાંત દેશોમાં અંતરિક્ષ સાથે સંબંધિત ક્ષેત્રોમાં ક્ષમતા ઊભી કરવા પણ સક્ષમ બનાવશે. ક્વાડ દેશો પારસ્પરિક હિત ધરાવતી અંતરિક્ષ ઉપયોગિતાઓ અને ટેકનોલોજીઓને ટેકો કરશે, એને વધારે મજબૂત બનાવશે તથા એમાં સાથસહકાર ગાઢ બનાવશે.

નિયમનો અને માર્ગદર્શિકા પર ચર્ચાઃ આપણે અંતરિક્ષની બહારના વાતાવરણની લાંબા ગાળાની સાતત્યતા કે ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવા નિયમનો, માર્ગદર્શિકાઓ, સિદ્ધાંતો અને નિયમો પર પણ ચર્ચા કરીશું.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758053) Visitor Counter : 409