પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમેરિકા-ભારત સંયુક્ત નેતાઓનું નિવેદન: વૈશ્વિક સારા માટે ભાગીદારી (24 સપ્ટેમ્બર, 2021)
Posted On:
25 SEP 2021 10:48AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી જૉસેફ આર. બાઇડેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે એમના નિકટનાં સંબંધો તાજા કરીને અને વિશ્વની સૌથી મોટી લોકશાહીઓ વચ્ચેની ભાગીદારીને આગળ વધારવા એક નવો અધ્યાય આલેખીને, તેમની નેતાઓની પહેલી રૂબરૂ મુલાકાત માટે વ્હાઈટ હાઉસમાં આવકાર્યા હતા.
અમેરિકા-ભારત સંબંધોને આગળ વધારવામાં માર્ગદર્શન આપનાર; વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ અને આશિયન અને ક્વાડ સભ્યો સહિતના પ્રાદેશિક જૂથો સાથે ભેગા મળી કામ કરવું, ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં સહિયારા હિતોને ઉત્તેજન અને એથી આગળ; બંને દેશોમાં કામ કરતા પરિવારો માટે સમૃદ્ધિ વધે એવી વેપાર અને રોકાણની ભાગીદારીને વિક્સાવવી; કોવિડ-19 મહામારી અને અન્ય આરોગ્ય પડકારો સામેની લડાઈને સમાપ્ત કરવી; ક્લાઈમેટ પગલાંઓ વધારવાના વૈશ્વિક પ્રયાસો; આપણાં જે તે લોકોનાં સમર્થનમાં લોકશાહી મૂલ્યો અને સંસ્થાઓને મજબૂત કરવા; જેણે બંને દેશોને વધારે મજબૂત બનાવ્યાં છે એ લોકોથી લોકોનાં સંબંધોને વધારવા માટેની એ સ્પષ્ટ દ્રષ્ટિનો બંને નેતાઓએ એકરાર કર્યો હતો.
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોવિડ-19 મહામારી સામે લડવા માટે સરકારો, નાગરિક સમાજ, વેપાર અને વિદેશ સ્થાયી થયેલા સમુદાયો, દરેક દેશની જરૂરિયાતના સમયે અભૂતપૂર્વ રીતે તત્કાલ રાહત પુરવઠો વહેંચવા માટે એક થયા હોઇ એમના દેશોના ગાઢ સહકાર વિશે રાષ્ટ્રપતિ શ્રી બાઈડેન અને પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઘેરા ગર્વ અને પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી. ઘરઆંગણે અને વિદેશમાં પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે રસીના કરોડો ડૉઝીસ અપાઈ જતા, તેમણે આ મહામારીનો અંત લાવવા માટે વૈશ્વિક પ્રયાસોની આગેવાની લેવાની એમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારત સલામત અને અસરકારક કોવિડ-19 રસીઓની કોવેક્સ સહિતનાને નિકાસ ફરી શરૂ કરશે એવી ભારતની જાહેરાતને રાષ્ટ્રપતિ શ્રી બાઇડેને આવકારી હતી. બંને નેતાઓએ ભાવિ મહામારીના જોખમને ઘટાડવા માટે મહામારીની તૈયારીઓ અને બાયોમેડિકલ સંશોધન સહિત વૈશ્વિક આરોગ્યને અસર કરતા મહત્વના ક્ષેત્રો પર સહકારને વેગ આપવા માટે આરોગ્ય અને બાયોમેડિકલ સાયન્સીસ અંગેની વ્યાપક સમજૂતી-એમઓયુને આખરી રૂપ આપવાને આવકાર્યું હતું.
કોવિડ-19 મહામારી સામે લડવા આપણી સહિયારી પ્રતિબદ્ધતાને જોતા મહામારીનો અંત લાવવા અને આગામી માટે સજ્જ થવા વધુ સારા નિર્માણ કરવા અંગેની વૈશ્વિક કોવિડ-19 શિખર બેઠક બોલાવવાની રાષ્ટ્રપતિ શ્રી બાઇડેનની પહેલને પ્રધાનમંત્રી શ્રી મોદીએ આવકારી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ આબોહવા પગલાં અંગે અમેરિકા પેરિસ સમજૂતીમાં પાછું ફર્યું એ સહિત અમેરિકી નેતૃત્વને આવકાર્યું હતું. 2030 સુધીમાં 450 ગિગાવૉટ રિન્યુએબલ પાવરની સ્થાપના કરવાના ઘરઆંગણાનાં લક્ષ્યને હાંસલ કરવાના પ્રધાનમંત્રી શ્રી મોદીના સંકલ્પને રાષ્ટ્રપતિ શ્રી બાઇડેને સમર્થન વ્યક્ત કર્યું હતું અને કરોડો ભારતીય પરિવારો માટે સ્વચ્છ, ભરોસાપાત્ર ઊર્જાની ખાતરી આપતા રિન્યુએબલ્સ, સ્ટોરેજઅને ગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે નાણાં એકત્ર કરવાની અગત્યતાને સ્વીકારી હતી. અમેરિકા-ભારત ક્લાઇમેટ એન્ડ ક્લિન એનર્જી એજન્ડા 2030 ભાગીદારી હેઠળ, સ્ટ્રેટેજિક ક્લિન એનર્જી પાર્ટનરશિપ (એસસીઈપી) અને ક્લાઇમેટ એક્શન એન્ડ ફાયનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ (સીએએફએમડી) એ બે મુખ્ય માર્ગો મારફત, અમેરિકા અને ભારત સ્વચ્છ ઊર્જા સંક્રાંતિ આગળ વધારવા સ્વચ્છ ઊર્જા વિકાસ અને મહત્વની ટેકનોલોજી ગોઠવવાને વેગીલું બનાવશે. અમેરિકા લીડરશિપ ગ્રૂપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (લીડઆઇટી)માં જોડાયું એને ભારતે આવકાર્યું હતું.
માહિતીની આપલે, લોજિસ્ટિકની વહેંચણી અને સૈન્યથી સૈન્ય સંવાદ, આધુનિક સૈન્ય ટેકનોલોજીઓમાં સહકાર મજબૂત કરવા અને પ્રાદેશિક ભાગીદારો સહિત બહુપક્ષીય માળખામાં રોકાણ વિસ્તારવામાં ગાઢ સંરક્ષણ રોકાણો દ્વારા મોટા સંરક્ષણ ભાગીદાર તરીકે ભારત પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતા અને અમેરિકા તેમજ ભારત વચ્ચે સંરક્ષણ સંબંધોની શક્તિઓને રાષ્ટ્રપતિ શ્રી બાઇડેને પુષ્ટિ આપી હતી. નેતાઓએ આગળ વધેલા ઔદ્યોગિક સહકાર ગાઢ બનવાને આવકાર્યું હતું. આ પરિપ્રેક્ષ્યમાં, સંરક્ષણ ટેકનોલોજી અને વેપાર પહેલ હેઠળ હવામાંથી છોડી શકાતા અનમેન્ડ એરિયલ વીઈકલ્સ (યુએવી)ને સહિયારા વિક્સાવવાના તાજેતરના પ્રોજેક્ટની તેમણે નોંધ લીધી હતી અને આવા વધુ સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. સહિયારા વિકાસ, સહિયારા-ઉત્પાદન અને પરસ્પર સંરક્ષણ વેપાર વિસ્તારવા માટે સંરક્ષણ ઉદ્યોગોમાં નવીનીકરણ અને સાહસિક્તાની હયાત વ્યવસ્થાનો ઉપયોગ કરવા તેમણે સરકાર અને ખાનગી હિતધારકોને અનુરોધ કર્યો હતો. ઉચ્ચ સંરક્ષણ ઔદ્યોગિક સહકાર સુગમ કરવા માટે ઇન્ડસ્ટ્રિઅલ સિક્યુરિટી એગ્રીમેન્ટ સમિટની પહેલી મીટિંગ અંગે પણ તેઓ આશાવાદી હતા.
નેતાઓએ પુષ્ટિ આપી હતી કે અમેરિકા અને ભારત વૈશ્વિક ત્રાસવાદ સામેની સહિયારી લડાઈમાં એકસાથે ઊભા છે, એનએસસીઆર 1267 પ્રતિબંધ સમિતિએ નિર્દિષ્ટ કરેલા સહિતના તમામ ત્રાસવાદી જૂથો સામે સંહત કાર્યવાહી કરશે, સીમા પારના ત્રાસવાદને વખોડી કાઢ્યો હતોઅને 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોરોને ન્યાય હેઠળ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કોઇ પણ ત્રાસવાદી અવેજીઓના ઉપયોગની સખત નિંદા કરી હતી અને ત્રાસવાદી જૂથોને ત્રાસવાદી હુમલા કરવા કે એના આયોજનમાં વપરાઇ શકે એવી કોઇ પણ પરિવહન, નાણાકીય કે સૈન્ય મદદ નકારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આગામી અમેરિકા-ભારત ત્રાસવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથ, ડેઝિગ્નેશન ડાયલોગ, અને ફરી તાજા કરાયેલ અમેરિકા-ભારત હોમલેન્ડ સિક્યુરિટી ડાયલોગ ભારત અને અમેરિકા વચ્ચે ગુપ્તચર વહેંચણી અને કાયદા અમલીકરણ સહકાર સહિતના ક્ષેત્રોમાં ત્રાસવાદ વિરોધી સહકારને વધારે મજબૂત બનાવશે. તેમણે ત્રાસવાદ સામેની ટેકનોલોજીઓ વિક્સાવવાની તકોને પણ આવકારી હતી. તેમણે યુએસ-ઇન્ડિયા કાઉન્ટર નાર્કોટિક્સ વર્કિંગ ગ્રૂપને વખાણ્યું હતું અને એક નવા દ્વિપક્ષી માળખાને આખરી ઓપ આપવા કટિબદ્ધ છે જે ડ્રગ ટ્રાફિકિંગ, ગેરકાયદે નાર્કોટિક્સ ઉપ્તાદન અને એ માટેની પૂર્વ કેમિકલ પુરવઠા સાંકળ સામે લડવાના સંયુક્ત પ્રયાસોને સુગમ બનાવશે.
બંને નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે તાલિબાને યુએનએસસી ઠરાવ 2953 (2021)નું પાલન કરવું જ રહ્યું જે માગે છે કે અફઘાન મુલકનો કદી કોઇ પણ દેશને ધમકાવવા કે હુમલો કરવા કે ત્રાસવાદીઓને આશ્રય કે તાલીમ આપવા, કે ત્રાસવાદી હુમલાઓની યોજના ઘડવા કે નાણાકીય મદદ કરવા માટે ન જ થવો જોઇએ અને અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ સામે લડાઇની અગત્યતા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ તાલિબાનને આ અને અફઘાનિસ્તાનમાંથી અફઘાનોની અને તમામ વિદેશીઓની સલામત, સુરક્ષિત અને વ્યવસ્થિત રવાનગી બાબતે અને મહિલાઓ, બાળકો અને લઘુમતી જૂથોના સભ્યો સહિત તમામ અફઘાનોના માનવ અધિકારોનો આદર કરવા સહિતના અન્ય તમામ વચનોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાનને માનવતાવાદી મદદ પૂરી પાડવાના પ્રયાસોની અગત્યતા પર ભાર મૂક્યો હતો, તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રો, એની વિશેષ એજન્સીઓ અને અમલીકરણ ભાગીદારો અને માનવતાવાદી રાહત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ સંદર્ભના સહિત તમામ માનવતાવાદી કાર્યકરો માટે સંપૂર્ણ, સલામત, સીધો અને બેરોકટોક પ્રવેશ આપવા અનુરોધ કર્યોહતો. અફઘાન લોકો માટે વિકાસ અને આર્થિક તકોના ઉત્તેજન માટે એમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પરાવર્તિત કરતા તેમણે તમામ અફઘાનો માટે સમાવેશી અને શાંતિપૂર્ણ ભાવિ તરફ સંયુક્ત રીતે ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખવા સંકલ્પ કર્યો હતો.
બંને નેતાઓએ મ્યાનમારમાં હિંસાના ઉપયોગનો અંત આણવા, તમામ રાજકીય અટકાયતીઓને મુક્ત કરવા અને ત્વરિત લોકશાહી તરફ પાછા વળવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આશિયન પાંચ મુદ્દાની સર્વસંમતિના તાકીદના અમલીકરણ માટે પણ વધુમાં અનુરોધ કર્યો હતો.
મુલકી એક્તા અને સાર્વભૌમ તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા સંબંધી મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસિફિક પ્રદેશના સહિયારા વિઝનને જોતા બહુપક્ષીય કાર્યક્ષેત્ર સહિત ક્વાડ હેઠળ વધેલા સહકારને બંને નેતાઓએ આવકાર્યો હતો. રાષ્ટ્રપતિ શ્રી બાઇડેને ઑગસ્ટ 2021માં યુએન સલામતી સમિતિના પ્રમુખપદ દરમ્યાન ભારતની મજબૂત નેતાગીરીની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં, રાષ્ટ્રપતિ શ્રી બાઇડેને સંયુક્ત રાષ્ટ્રોની સુધારેલી સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે અને યુએન સલામતી પરિષદમાં કાયમી બેઠક મેળવવા ઇચ્છતા બહુપક્ષીય સહકારના મહત્વના આગેવાનો એવા અન્ય દેશો માટે અમેરિકાના સમર્થનને દોહરાવ્યું હતું. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના પ્રવેશ માટે અમેરિકાના સમર્થનને પણ તેમણે પુષ્ટિ આપી હતી. વિશ્વમાં ખાસ કરીને ઇન્ડો-પેસિફિક અને આફ્રિકામાં વૈશ્વિક વિકાસના પડકારોઉકેલવા ભારત અને અમેરિકાની સહિયારી ક્ષમતાઓનો લાભ લેવા વૈશ્વિક વિકાસ માટે ત્રિકોણીય સહકાર અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનાં નિવેદનને લંબાવાયું એને પણ એમણે આવકાર્યું હતું. આ ઉપરાંત, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ અંગે સહકાર આગળ ધપાવવા અમેરિકા-ભારત, ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની શરૂઆત માટે પણ તેઓ આશાવાદી હતા.
વેપાર ચિંતાઓ ઉકેલીને, વધારાયેલા રોકાણ માટે અમુક ચોક્કસ ક્ષેત્રો ઓળખીને અને વેપાર સંબંધોના ભાવિ માટે મહત્વાકાંક્ષી, સહિયારી દ્રષ્ટિ વિકસાવવા 2021ના અંત પહેલા ભારત-અમેરિકા વેપાર નીતિ ફોરમ ફરી બોલાવવા તેઓ આશાવાદી હતા. ખાનગી ક્ષેત્રની પ્રતિભાઓનો લાભ લેવા 2022ની શરૂઆતમાં અમેરિકા-ભારત સીઈઓ ફોરમ બોલાવવા બંને નેતાઓ આશાવાદી હતા. વિકાસ પરિયોજનાઓમાં રોકાણને સુગમ બનાવતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ એગ્રીમેન્ટ અંગેની ચાલી રહેલી મંત્રણાઓની બંને નેતાઓએ નોંધ લીધી હતી અને વહેલી પૂર્ણાહૂતિ માટે કટિબદ્ધ હતા. સમગ્ર ઇન્ડો-પેસિફિકમાં અર્થતંત્રોને આગળ વધારે એવા માર્ગના પારદર્શી અને ટકાઉ નિયમો નક્કી કરવા અમેરિકા અને ભારત કેવી રીતે ભેગા મળી કાર્ય કરી શકે એ અંગે પણ તેમણે આગળ ચર્ચા કરી હતી. કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આગામી ઇન્ડો-પેસિફિક બિઝનેસ ફોરમ મારફત વધેલા સહકારને પણ તેમણે આવકાર્યો હતો.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યવસાયિકો, વિદ્યાર્થીઓ, રોકાણકારોઅને ધંધાર્થી મુસાફરોની એમના દેશો વચ્ચેની ફેરફેરથી એમની આર્થિક અને ટેકનોલોજિકલ ભાગીદારી વધશે. બંને નેતાઓએ સ્થિતિસ્થાપક અને સલામત પુરવઠા સાંકળની અગત્યતાને ઉજાગર કરી હતી. ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, સેમી કન્ડક્ટર્સ અને માહિતી ટેકનોલોજી જેવા મહત્વના ક્ષેત્રોમાં વધારે મજબૂત જોડાણોના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની સામેલગીરીને તેમણે આવકારી હતી. આર્થિક વિકાસ આપવામાં અને વ્યૂહાત્મક અગ્રતાઓ હાંસલ કરવામાં મહત્વની અને ઉભરતી ટેકનોલોજીઓની અગત્યતાને બંને નેતાઓએ સ્વીકારી હતી. ચાવી રૂપ ક્ષેત્રોમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા વાણિજ્યને વેગીલું બનાવવાના હેતુથી 2022ની શરૂઆતમાં હાઇ ટેકનોલોજી કો-ઓપરેશન ગ્રૂપ (એચટીસીજી)ને ફરી શરૂ કરવા તેઓ આશાવાદી હતા.
બંને નેતાઓએ નક્કી કર્યું હતું કે અમેરિકા અને ભારતે મહત્વની અને ઊભરતી ટેકનોલોજીના નવા કાર્યક્ષેત્રો અને ઘણાં ક્ષેત્રોમાં- અવકાશ, સાયબર, આરોગ્ય સલામતી, સેમી કન્ડક્ટર્સ, એઆઇ, 5જી, 6જી અને ભાવિ પેઢીની દૂરસંચાર ટેકનોલોજીઓ, બ્લોક ચેઈનમાં એમની ભાગીદારી ચાલુ રાખવી જ રહી અને વિસ્તારવી જ રહી જે નવીનીકરણની પ્રક્રિયાઓની અને આગામી સદીનો આર્થિક અને સલામતી દ્રશ્યપટની વ્યાખ્યા કરશે. સાયબરસ્પેસમાં હુમલાપાત્રતા અને જોખમોને ઉકેલવા માટે પાયાની જરૂરિયાતોને બંને નેતાઓએ ઓળખી હતી જેમાં મહત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિસ્થાપકતાનો સમાવેશ થાય છે અને રેન્સમવેર અને અન્ય સાયબર સમર્થ ગુનાઓનો મુકાબલો કરવા માટે, એમની સરહદોમાંથી કામ કરતા સાયબર અપરાધીઓનો મુકાબલો કરવાના પ્રયાસો સહિત સરકારો વચ્ચે વધતી ભાગીદારીને આવકારી હતી. બંને નેતાઓએ ટકાઉ ક્ષમતા નિર્માણની અગત્યતાને દોહરાવી હતી અને નોંધ્યું હતું કે સાયબર જોખમોનો પ્રતિસાદ આપવા પરસ્પર ટેકનિકલ પ્રયાસોને મંત્રણાઓ, સંયુક્ત મીટિંગ્સ, તાલીમ અને શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી દ્વારા અગ્રતા આપવી જોઇએ અને એમાં વધારો થવો જોઇએ. તેઓ આ વર્ષના અંત સુધીમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ નક્કી થવા આશાવાદી હતા જેનાથી બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓના લાંબા ગાળાના ટકાઉપણાને સુનિશ્ચિત કરવા પ્રતિ ડેટા ને સેવાઓની વહેંચણીમાં મદદ મળશે.
વૈશ્વિક ભાગીદારો તરીકે, અમેરિકા અને ભારતે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અને લોકોથી લોકોની સામેલગીરીમાં એમના સહયોગને વધારે મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. બંને નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની 2+2 પ્રધાનસ્તરીય વાતચીત દ્વારા ગાઢ મસલતોને આવકારી હતી.
બંને દેશોના લોકો વચ્ચે ગાઢ અને ગતિશીલ સંબંધો બંને નેતાઓએ મનાવ્યા હતા જે અમેરિકા અને ભારત વચ્ચે ખાસ સંબંધને મજબૂત બનાવે છે અને આશરે 75 વર્ષોથી એમની ભાગીદારીને ટકાવી રાખી છે. સ્વતંત્રતા, લોકશાહી, વિશ્વવ્યાપક માનવ અધિકારો, સહિષ્ણુતા અને ભિન્ન મત, તમામ નાગરિકો માટે સમાન તકોના સહિયારા મૂલ્યોને અપનાવી લેવા તેમણે પુષ્ટિ આપી અને અન્યોને પણ આમ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાંતિ અને સલામતી માટે પ્રયાસો આગળ ધપાવવા પ્રતિબદ્ધ હતા.
અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન વસ્તુઓની પુન:સોંપણી માટે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ પ્રશંસા પાઠવી હતી. બંને નેતાઓ ચોરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક વસ્તુઓના નિષિદ્ધ વેપાર સામે લડવા એમના પ્રયાસોને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ હતા.
સહિયારા મૂલ્યો અને સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરતા, રાષ્ટ્રપતિ શ્રી બાઇડેન અને પ્રધાનમંત્રી શ્રી મોદીએ અમેરિકા-ભારત સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા સંકલ્પ લીધો હતો અને અમેરિકા અને ભારત ભેગા મળીને શું હાંસલ કરી શકે એ તરફ આશાવાદી હતા.
(Release ID: 1758010)
Visitor Counter : 454
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam